‘CMOમાંથી બોલું છું’ કહી GST અધિકારીને ધમકાવતા યુવકની ધરપકડ

0
1092

GST વિભાગના કેટલાક અધિકારીઓ ઊંઝામાં પેઢી ધરાવતા એક વેપારીને ત્યાં તપાસ કરી રહ્યા હતા, આ દરમિયાન અજાણ્યા મોબાઇલ નંબર પરથી તેમને ફોન આવતા સામેવાળા વ્યક્તિએ પોતે CMOમાં ઉચ્ચ અધિકારી હોવાની ઓળખ આપી હતી અને કાર્યવાહી આગળ ન વધારવા ધમકી આપી હતી. આ ઘટના બાદ GST વિભાગના અધિકારીઓએ તરત ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસને આ શખ્સ રાજકીય વ્યક્તિઓ સાથે ઘરોબો ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

લવકુશ નામનો આ શખ્સ અમદાવાદના સાણંદ વિસ્તારમાં રહે છે અને જ્યોતિષ કર્મકાંડનું કામ કરતો હોવાની પોલીસે માહિતી આપી છે. આરોપીના કાકા ઊંઝામાં વેપાર કરે છે અને તેમની પેઢી પર ચાલી રહેલી GST અધિકારીઓની તપાસને અટકાવવા તેણે આ રીતે ફોન કર્યો હોવાની વિગતો મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.