અતિવૃષ્ટી પીડિત ખેડૂતોની વહારે રાજકોટ જિલ્લા બેંક

બે લાખ ખેડૂત સભાસદોને 1000 કરોડની લોન ઝીરો ટકા વ્યાજે આપવાનો બેંકે લીધો નિર્ણય : કોઈ ગેરંટી બેંક દ્વારા લેવામાં આવશે નહીં અને કોઈ પણ વસ્તુને ગીરવે મુકાશે નહીં

રાજકોટ, તા. 30

સપ્ટેમ્બર બાદ સમગ્ર રાજ્યમાં જે આકાશી કહેર જોવા મળી તેને ધ્યાને લઈ સરકાર દ્વારા રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ એ રકમ ખેડૂતો માટે પર્યાપ્ત ન હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે ત્યારે રાજકોટ અને મોરબી જિલ્લાના જે ખેડૂતો છે કે જે રાજકોટ ડિસ્ટ્રીક કોપરેટીવ બેંક ના સભાસદ હોય તેઓને પચાસ હજાર રૂપિયા ટકા વ્યાજે આપવાનો નિર્ણય બેંક દ્વારા લેવામાં આવ્યો છે અને એમ કુલ 1000 કરોડની લોન 0% એ એક વર્ષ માટે 2,00,000 સભાસદોને આપવામાં આવશે જે અંગેની જાહેરાત ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલ અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલ હોય, હરહંમેશ ખેડુતોની પડખે ઉભી રહેતી રાજકોટ જીલ્લા સહકારી બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તથા બેંકના તમામ ડિરેકટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જીલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડુતોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે.

બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકના કાર્યક્ષેત્ર રાજકોટ તથા મોરબી જીલ્લાના આશરે સવા બે લાખ જેટલા ખેડુતોને રૂા. 1000 કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે. ખેડુતોને આ 0% વ્યાજે ધિરાણ કરવાથી જીલ્લા સહકારી બેંકને અંદાજે રૂા.100 કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે, જે બોજ જીલ્લા બેંક ઉઠાવશે.

રાજકોટ ડેસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર / ઈઊઘ વી. એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના પુર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન  જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન માન.  મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર  ઘનયામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કુશળ વહીવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. રાજકોટ અને મોરબી જીલ્લામાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડુતોના તૈયાર પાકોને નુકશાન થયેલ છે તેમજ સતત પડેલ અતિભારે વરસાદને કારણે ખેડુતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચી સહિતના તૈયાર પાકને ખુબ જ નુકશાન થયેલ છે. જે બાબતને ધ્યાને લઈ ખેડુતોની હરહંમેશ ચિંતા કરતાં શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકના ચેરમેન માન. શ્રી જયેશભાઈ રાદડિયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના તમામ સભ્યશ્રીઓએ નિર્ણય કરી રાજકોટ અને મોરબી જીલ્લાની બેંક સાથે જોડાયેલ ખેતી વિષયક સહકારી મંડળીઓમાંથી ધિરાણ મેળવતા ખેડુતોને પાક નુકશાની સામે 0% એ રૂા. 50,000/- સુધીની લોન આપવાની જાહેરાત કરી ખેડુતોની વહારે આવેલ છે.

ખેડુતોને પુરી પાડવાની આ લોનની અંદાજીત કુલ રકમ રૂા.1000 કરોડ જેટલી થશે, જેના ઉપર થનાર રૂા. 100 કરોડ જેટલું વ્યાજ બેંક વહન કરશે. જેથી ખેડુતોને રૂા. 100 કરોડનો ફાયદો થશે. આમ ખેડુતોની હરહંમેશ ચિંતા કરનાર માન. વિઠલભાઈ રાદડિયાના પગલે ચાલી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા તેમની ટીમ એ અસરગ્રસ્ત ખેડુતો માટે તાકીદની 0% વ્યાજે લોનની જાહેરાત કરી રાજકોટ તથા મોરબી જીલ્લાના અસરગ્રસ્ત ખેડુતોને અતિવૃષ્ટિ સામે ખુબ જ સહાયરૂપ બનેલ છે.

આ પ્રકારની સહાય તે એકમાત્ર બેંકનું ઉદાહરણ

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તે એકમાત્ર ઉદાહરણ હોવાનું જયેશભાઈ રાદડિયા જણાવ્યું હતું કારણ કે ભૂતકાળમાં ભાદર નદીના કાંઠે એક જ તાલુકાના 11 ગામો માટે બેંક દ્વારા રાહત પેકેજ જાહેર કરાયું હતું પરંતુ એક સાથે બે લાખ ખેડૂત સભાસદોને એક પણ ટકો વ્યાજ લીધા વગર જે નિર્ણય લેવામાં આવ્યો તે એકમાત્ર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે ભવિષ્યમાં આ અંગે અન્ય બેંક પણ શીખ લ્યે તે જરૂરી છે. વધુમાં રાજ્ય સરકાર અંગે તેઓ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે રાહત પેકેજ આપવામાં આવ્યું તે સપ્ટેમ્બર મહિનાનું છે ત્યારે ઓક્ટોબર મહિનામાં જે વરસાદ વરસ્યો તે નુકસાની અંગે હાલ ચર્ચા થઈ રહી છે.

નુકસાની કરી

બેન્કે ખેડૂતોના હિતમાં લીધો નિર્ણય બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જણાવ્યું હતું કે જે 1000 કરોડ રૂપિયા ખેડૂતો માટે જે આપવાનો બેન્ક એ નિર્ણય લીધો છે તે રૂપિયા બેંકનું ફંડ છે તેના ઉપર તેઓને વ્યાજ પણ મળતું હોય છે પરંતુ ખેડૂતોના હિતમાં ધ્યાને લઈ ચાલુ વર્ષે બેંક સો કરોડ રૂપિયાની નુકસાની કરશે પરંતુ તેમના જે ખેડૂત સભાસદો છે તેમને કોઈ આર્થિક સંકળામણ ઊભી ન થાય પડે તેવું કોઈ ઊંચાવ્યા જે અન્ય પાસેથી ધિરાણ ન મેળવે તે માટે હાલ આ અંગેનો નિર્ણય બેંક દ્વારા લેવામાં આવ્યો છે. વધુમાં જયેશભાઈ જણાવ્યું હતું કે આ લોન માટે ખેડૂત સભાસદો એ કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી કે પછી કોઈ જમીન મૂડ ગેજ કરવાની જરૂર નથી. જે વિકટ પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે ત્યારે બેંક સહદેવ તેની સાથે રહે તે હેતુસર જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:13 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech