શાપર-વેરાવળના CHCના કર્મચારીઓએ કોઇપણની સેહશરમ અને ડર વાખ્યા વગર કર્યું તાપણું
દર્દીને રિએક્શન આવતા હોસ્પિટલે ગયો ત્યાં લેબોરેટરી રૂમમાં જોયું ભયાવહ દ્રશ્ય : વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગના અધિકારી ચોક્યા
રાજકોટ મીરર, તા.29
શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ દ્વારા લેબોરેટરીમાં જ આગનું તાપણું કર્યાનો વીડિયો ફરતો થતાં ભારે ચકચાર જાગી છે. આ વીડિયો આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા અને આ મુદ્દે જવાબદારોને ખુલાસો પૂછવા કવાયત હાથ ધરી છે.
શનિવારે સામૂહિક આરોગ્ય કેન્દ્રની બે નર્સે લેબોરેટરી રૂમમાં જ ઠંડીથી બચવા માટે તાપણું સળગાવ્યું હતું. સવારે 10.15 વાગ્યે અમુક દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા ચોંકી ઉઠ્યા હતા. અને કેમિકલના કેબાઓ પાસે જ સળગતા તાપણાથી દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરી તેનો વીડિયો બનાવી વાઈરલ કરતાં તે આરોગ્ય અધિકારીઓ પાસે પહોંચ્યો હતો. શાપર-વેરાવળ ખાતે મજૂર વર્ગ લાખોની સંખ્યામાં રહેતા હોવાથી જિલ્લા પંચાયત દ્વારા ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયું છે. અને હાલ નવી હોસ્પિટલનું છેલ્લા ત્રણેક વર્ષથી કામ શરૂ હોય જેથી કારખાનાના શેડમાં ભાડેથી સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યુ છે. ત્યારે શાપર સામુહિક આરોગ્ય કેન્દ્રના લેબમાં સ્ટાફ દ્વારા અગ્નિ વાહક વસ્તુઓ વચ્ચે આગ ચાંપી તાપણું કરતાંનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે ઉલ્લેખનિય છે કે લેબમાં એક તરફ સ્પિરીટથી ભરેલા કેરબા છે.અને તેની પાસે જ સ્ટાફ દ્વારા તાપણું કરવામાં આવ્યુ હતું. આવી ઘોર બેદરકારીના કારણે જ અગ્નિકાંડ જેવી દુર્ઘટના થતા વિલંબ થતો નથી
કર્મચારીઓના નિવેદન બાદ કસુરવારો સામે કાર્યવાહી કરાશે : CDHO
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે શાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ દ્વારા કરેલ આગનો વીડિયો ધ્યાને આવતા તુરંત તપાસની કવાયત હાથ ધરી હતી. આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી. તે અંગે તપાસ શરૂ છે. તે વિડિયો લેબનો હોવાનું અનુમાન છે. આ અંગે સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને હોસ્પિટલના અધિકારીને નિવેદન અર્થે બોલાવેલ છે. તેમના નિવેદન નોંધવામાં આવશે. બાદ બેદરકારો સામે કાર્યવાહિ કરવામાં આવશે.
આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા ગયેલા દર્દીને થયો કડવો અનુભવ
શાપર આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને દવાઓ આપવા જેવી અનેક બાબતે લાલિયાવાળી ચાલતી હોવાની ફરિયાદ સામે આવી છે. શાપર-વેરાવળમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં શનિવારે દિલીપ નામનો યુવક દવા લેવાં ગયો હતો ત્યારે તેને કડવો અનુભવ થયો હતો. વિપુલ નામના દર્દીએ જણાવ્યું હતું કે પોતાની તબિયત નાદુરસ્ત જણાતાં આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા ગયો હતો. બાદ તે દવાનું રીએકશન આવતાં તે શનિવારે આરોગ્ય કેન્દ્રમાં ગયો હતો. ત્યારે દર્દીએ તબીબને જણાવ્યું કે સારવારમાં આપેલ દવા પીવાથી દવાનું રીએકશન આવેલ છે. બીજી અન્ય કોઇ દવા આપો. ત્યારે તબીબે કહેલ કે આજ દવા શરૂ રાખો. ફેર પડી જશે. બીજી કોઈ દવા નથી. દર્દીએ ફરી રીએકશન અંગે જણાવતા તબીબે યોગ્ય પ્રત્યુતર આપ્યો ન હતો. બાદ દર્દી આરોગ્ય કેન્દ્રના લેબમાં જતાં દર્દી ચકિત થઇ ગયો હતો. ત્યાં લેબમાં સ્ટાફ ભડકો કરીને તાપણું કરતાં હતા. જે બાબતે પૂછતાં સ્ટાફે ગલાતલા કર્યા હતા. બાદ આ વિડ્યો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.
