વતન પરત લાવવા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
રાજકોટ, તા. 24
બે દિવસ પૂર્વે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો તેનાથી સમગ્ર દેશ અને વિશ્વમાં ઘણા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે ત્યારે આ દુર્ઘટનામાં આશરે 28 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને આ મૃત્યુ આંક માં ગુજરાતના ત્રણ પ્રવાસીઓ નો પણ સમાવેશ થયો છે. આ દુ:ખદ ઘટનાને ધ્યાને લઈ રાજકોટ થી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા હાલ 17 જેટલા પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચારો મળી રહ્યા છે.
સ્થાનિક પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા અને ગુજરાત રાજ્ય સરકાર પણ ખાસ આ મુદ્દે અત્યંત ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે અને જે ફસાયેલા પ્રવાસીઓ છે તેઓનો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં તેઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે હાલ રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા દરેક સંભવત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે રાજકોટના ફસાયેલા તમામ 17 પ્રવાસીઓ સાથે સંપર્ક કર્યો હતો અને તેઓ સલામત છે તે અંગેની ખાતરી પણ આપી હતી. બીજી તરફ જમ્મુ કાશ્મીર સરકાર પણ હાલ જે ફસાયેલા તમામ પ્રવાસીઓ છે તેઓને હેમખેમ પોતાના વતન પરત મોકલવા માટેના તમામ પગલાંઓ અને વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે જે માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે હેલ્પલાઇન નંબર પણ શરૂૂ કર્યા છે.
ફસાયેલા પ્રવાસીઓની યાદી
કુલદીપસિંહ નકુમ, રુચિ નકુમ, રાજદીપસિંહ વાઘેલા, વૈશાલીબા વાઘેલા, જગદીપ રસિકલાલ પારેખ, નીતાબેન જગદીશ પારેખ, મહેન્દ્રભાઈ એમ મહેતા, મયુરીબેન એમ મહેતા, નીરવ રમેશભાઈ આચાર્ય, કિંજલબેન નિરવભાઈ આચાર્ય, જ્ઞાનેશ નિરવભાઈ આચાર્ય, તીર્થ નિરવભાઈ આચાર્ય, હેત મનોજભાઈ માકડ, હિતેશ કતીરા, હિતેશભાઈના માતા, મૃદુલા કતીરા અને રોનક કતિરા
