કુવાડવાનો બ્રિજ સાત વર્ષે પણ અધ્ધરતાલ

નવા ટેન્ડરમાં વધુ ભાવ આવતા ફાઈલ નાણા વિભાગમાં જવાબદારીની
ફેકાફેકી

સાત હનુમાન પાસે બનનાર બ્રિજ મે માસ સુધીમાં શરૂૂ થઈ જશે
વરાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સાત હનુમાન પાસે જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે પણ નિર્ધારિત સમય કરતા વધુ સમય લીધો છે પરંતુ હાઈવે ઓથોરિટીના ઇજનેરના જણાવ્યા અનુસાર આ બ્રિજ એપ્રિલના અંત અથવા તો મે માસના શરૂૂઆતમાં જ પૂર્ણ થઈ જશે અને રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. હાલ સર્વિસ રોડ શરૂૂ થઈ ચૂક્યા છે અને બ્રિજનું આશરે 60 થી 65 ટકા કામ પણ પૂરું થઈ ગયું છે. આ અંગે પણ તેઓએ જણાવ્યું હતું કે જે એજન્સીને કામ મળ્યું છે તેના દ્વારા ખૂબ ધીમી ગતિએ કામ કરવામાં આવ્યું છે ત્યારે તેમને હવે પેનલ્ટી ફટકારવામાં આવશે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું.

રાજકોટ, તા. 12
કેન્દ્રીય બજેટ હોય કે રાજ્ય સરકારનું બજેટ સરકાર મહત્તમ જે ભાર છે તે માળખાગત સુવિધાઓ પર મૂકી રહ્યું છે સરકારનું માનવું છે કે જેટલી માળખાગત સુવિધા વિકસાવવામાં આવશે તેટલો જ શહેર અને રાજ્યનો વિકાસ થશે. હાલ રોડ પરિવહન લોકોને સૌથી વધુ પરવડે તેવું છે જેના માટે હાઈવેને પણ ખૂબ સારી રીતે વિકસિત કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે બ્રીજો પણ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ અમદાવાદ રોડ પર આવેલા કુવાડવા ગામ ખાતે જે બ્રિજ બની રહ્યો છે તેનું કામ વર્ષ 2018માં શરૂૂ થયું હતું અને આજે 2025 ચાલી રહ્યું છે એટલે કુલ સાત વર્ષ થયા પરંતુ આ બ્રિજનું કામ હજુ પૂર્ણ થયું નથી અને તેને લઈને સ્થાનિક લોકોમાં ઘણો રોષ વ્યાપી ઉઠ્યો છે.
એક તરફ સરકાર ઇન્ફાસ્ટ્રક્ચરને વધુ પ્રાધાન્ય આપવા માટે અનેકવિધ વિકાસની યોજનાઓ નું ઘડતર કરે છે ત્યારે કુવાડવા ગામ ખાતે જે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેનું કામ અનેકવિધ કારણોસર ખોરંભે ચડ્યું છે. અને અંતે યાત્રિકોને જ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હાલની સાંપ્રત પરિસ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો ચોટીલા થી રાજકોટના તમામ પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે માત્ર કુવાડવા ગામમાં એ પુલનું નિર્માણ થઈ રહ્યું છે તે જાણી કેમ પરું થતું ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. માત્ર કુવાડવા ગામનું જ નહીં પરંતુ સાત હનુમાન પાસે જે બ્રિજ બની રહ્યો છે તેનું કામ પણ હજુ સુધી પૂર્ણ થયું નથી ક્યાંક ને ક્યાંક એજન્સી દ્વારા જે ગતિથી કામ થવું જોઈએ તે કરવામાં આવતું ન હોવાનું પણ હાલ તજજ્ઞ જણાવી રહ્યા છે.
આ વાતને ધ્યાને લઈ આ બ્રિજના એક્ઝિકયુટિવ ઇજનેરે માહિતી આપતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ વર્ષ 2016-17 માં થયી હતી તેને ધ્યાને લઈ કુવાડવા ગામનો બ્રિજ રિટઈનિંગ વોલવાળો બનાવવાનો હતો . પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક વ્યાપારીઓ દ્વારા આ અંગે વિરોધ વચ્ચે હજુ કામ ખોરંભે પડ્યું છે. મળતી માહિતી મુજબ ત્યાંના એટલે કે કુવાડવા ગામના સ્થાનિકોએ જણાવ્યું હતું કે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેના કારણે તેઓએ તેમના ગામમાં અથવા તો તેમને ધંધા રોજગાર પાસે જવું હોય તો સમગ્ર બ્રિજ ને ફરવો પડે છે માટે ડિઝાઇન એવી બનાવવામાં આવે કે બ્રિજમાં સ્પાન અપાય જેથી લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તે ન કરવો પડે પરંતુ જ્યારે બ્રિજ ની ડિઝાઇન ની વાત કરવામાં આવે તો એક બે સ્પાન કરવા હજુ શક્ય હતા પરંતુ વધુ સ્પાનની માંગણીના કારણે અને જે સ્થાનિક વિરોધ ઊભો થયો તેને ધ્યાને લઈ હવે આ કામ અટવાયેલું પડ્યું છે.
બીજી તરફ રોડ એન બિલ્ડીંગ નેશનલ હાઇવ દ્વારા રિ ટેન્ડર કરવામાં આવ્યું અને તેમાં ઓનની રકમ ખૂબ વધુ આવતા આ ટેન્ડર ને નાણા વિભાગમાં મોકલવામાં આવ્યું છે ત્યારે આ ટેન્ડર માટે શું સરકાર મંજૂરી આપે છે કે કેમ કે ફરી વખત કરવાનું કહે છે તે જોવાનું રહ્યું અને આ કામગીરી ગત સપ્તાહમાં જ હાથ ધરવામાં આવેલી છે. એક્ઝિક્યુટિવ ઇજનેરે જણાવ્યું હતું કે આ અંગે હાલ મંત્રણા ચાલી રહી છે. અને ભવિષ્યમાં આ અંગે જો મંજૂરી મળરી તો વાયડકટ બ્રિજ ઉભી થશે પરંતુ હાલની સાંપ્રત પરિસ્થતિને ધ્યાને લઈ વર્ષ 2016-17 માં જે કોન્ટ્રાક્ટ થયો હતો તેમાં રીટેઈનિંગ વોલ બનાવવા માટે મંજુરી મળી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કુવાડવા વિસ્તાર હાલ વિકસિત હોવાથી ત્યાં 18 સ્પાનનો બ્રિજ બનાવવામાં આવનાર હતો પરંતુ હાલ લોકો દ્વારા જે બ્રિજ બનાવવા માટેની માંગણી કરવામાં આવી રહી છે તેનાથી તેના ખર્ચમાં પણ વધારો થશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે વિભાગ દ્વારા એટલે કે નેશનલ હાઇવે દ્વારા એકવાર નહી અને કોઈ વખત ગામના લોકોને આ અંગે મનાવવામાં આવ્યા હતા પરંતુ કોઈને કોઈ કારણસર તેઓ વાયડક્ટ બ્રિજ બનાવવા માટેનું જ કહી રહ્યા છે જે હાલના તબક્કે કામ પૂર્ણ કરવું ખૂબ અઘરું છે અને અશકય છે. પરંતુ જે રીતે પુલનું કામ બાકી છે તેને લઈને હાલ એકવાર મંત્રણા શરૂૂ કરવામાં આવી છે કારણ કે 800 મીટરનો આ બ્રિજ બનાવવા માટે જો હવે નવી ડિઝાઈન બનાવવામાં આવે તો તેનો ખર્ચ પણ વધી જાય એટલું જ નહીં હાલ કુવાડવા ગામના બ્રિજ માટે પીલર પણ બનાવી દેવામાં આવ્યા છે.
ઇજનેરના જણાવ્યા અનુસાર આ અંગે એક વખત નહીં અનેક વખત સ્થાનિકો સાથે મંત્રના કરવામાં આવી હતી પરંતુ અંતે તેમની વાતને ગ્રાહ્ય રાખી રિટેન્ડર કરવાનું નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંગે આવનારા દિવસોમાં સરકાર શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું અને ત્યારબાદ જ સાચી હકીકત ખ્યાલ પડશે.
નેશનલ હાઇવે ઓથોરિટીના ઇજનેરે જણાવ્યું હતું કે કુવાડવા ગામનો બ્રીજ પહેલા જે ડિઝાઇનમાં બનાવવાનો હતો તેમાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓએ માંગણી કરી કે હાલ જે ડિઝાઇન બનાવવામાં આવી તેને બદલી નાખવામાં આવે અને જે બ્રિજ બનાવવામાં આવે છે તે વાયડક્ટ બનાવાય. બીજી તરફ અધિકારીના જણાવ્યા અનુસાર કુવાડવા ગામ માં અનેકવિધ વ્યાપારીઓ દ્વારા રોડ ટચ વ્યાપાર કરવામાં આવી રહ્યો છે તેઓને કોઈ અગવડતા ન પડે તે માટે હાલ સર્વિસ રોડ ચાલુ કરાયો છે.
સમય જતો ગયો અને એજન્સીએ કામ કરવાનું પણ છોડ્યું
વરાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ બ્રિજ બનાવવાનું કામ મળ્યું હતું પરંતુ ભારે વિવાદના કારણે જે ગતિથી કામ થવું જોઈએ તે થઈ શક્યું નહીં અને વિવિધ વિરોધ વંટોળ થતાં એજન્સી એ પણ કામ કરવાનું મૂકી દીધું જેના પરિણામ સ્વરૂૂપે હવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ફરી એક વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને ટેન્ડર ની રકમ વધુ આવતા આ નિર્ણય નાણામંત્રાલય દ્વારા લેવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે કારણ કે આ અંગેનો રિપોર્ટ હાલ નાના વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.

રાજકોટ તરફના પાંચ સ્પાનના બ્રિજનું છેલ્લે પ્રસિદ્ધ કરાયું હતું ટેન્ડર સાત વર્ષનો માતબર સમય વીત્યો છતાં કોઈના પેટનુ
પાણી પણ હલતું નથી

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:17 pm, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech