ગાર્ડન શાખાના સ્માર્ટ ટોયલેટ સાત વર્ષથી ખાય છે ધૂળ

મનપા હસ્તકના અનેક ગાર્ડનો ધણી ધોળી વગરના

168 ગાર્ડનોમાં એક નહીં અનેક ફરિયાદો : ધોળા દિવસે પણ રોમિયોગીરી, ગાર્ડનમાં આવતા લોકોને પસાર થવામાં પણ મુશ્કેલી

રાજકોટ, તા. 24
રાજકોટ મહાનગરપાલિકાના ગાર્ડન શાખા દ્વારા અનેકવિધ કાર્યો અને પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા હોય છે મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના ગાર્ડન શાખા હેઠળ આશરે 168 ગાર્ડનો આવેલા છે પરંતુ મહત્વની વાત તો એ છે કે શું એ તમામ ગાર્ડનની રખેવાલી યોગ્ય રીતે થાય છે કે કેમ આ અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલ સૌથી મહત્વની વાત તો એ છે કે ઘણા ખરા ન્યુસન્સ હાલ ગાર્ડન શાખામાં જોવા મળી રહ્યા છે ગાર્ડન શાખા આજે નહિ પરંતુ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે સ્મશાનના લાકડા કૌભાંડમાં પણ ગાર્ડન શાખાનું નામ સામે આવ્યું હતું હાલ એ તપાસ અંગે હજુ કોઈ નક્કર વાત સામે આવી નથી પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ગાર્ડન શાખા પર જે તપાસ હાથ ધરવામાં આવી હતી તેનો નિવેડો હજી સુધી આવ્યો નથી. ત્યારે ફરી એક વખત ગાર્ડન શાખાને લઈને અનેકવિધ ફરિયાદો ઉઠવા પામી છે રાજકોટના પોઝ એરિયામાં આવેલા જે ઉદ્યાનો છે તેમાં અનેકવિધ ગેર પ્રવૃત્તિઓ થતી હોવાનું માલુમ પડ્યું છે જેને ધ્યાને લઈ હાલ અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે કે કેમ તે અંગે લોકો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે પરંતુ ગાર્ડન શાખા પહેલા પણ એવા જવાબો આપતી કે જે ખરા અર્થમાં સંતોષકારક ન હોય ત્યારે ફરી એક વખત હાલ ગાર્ડન શાખા ચર્ચામાં આવી છે. રાજકોટ સ્માર્ટ સિટી માં ઘણું અગ્રેસર બન્યું છે એટલું જ નહીં સ્માર્ટ સિટી માત્ર નામ માટે જ હોય તેવું પણ ચિત્ર સામે આવે છે કારણ કે ઘણા ખરા ગાર્ડનમાં જે સ્માર્ટ ટોયલેટ ઊભું કરવામાં આવ્યું હતું તે છેલ્લા સાતથી આઠ મહિનાથી ધૂળ થાય છે અને જે વ્યવસ્થા ઉભી થવી જોઈએ તેમાં પણ મનપા નિષ્ફળ નીકળ્યું છે.
રાજકોટના અનેકવિધ ગાર્ડનોમાં જે બાલ ક્રીડાંગણ માટે જે સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે તે નથી એટલું જ નહીં આ તમામ જગ્યાઓ પર અત્યારે અનેકવિધ રીતે થતી હોવાનું પણ માલુમ પડ્યું છે ત્યારે અત્યાર સુધી અનેકવિધ ફરિયાદો ગાર્ડન શાખામાં થઈ રહી છે પરંતુ હજુ સુધી તેનો નિકાલ આવ્યો નથી ત્યારે ક્યાંકને ક્યાંક ગાર્ડન શાખાના અધિકારીએ નક્કર પગલા લેવા અત્યંત આવશ્યક બન્યા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રતિ ચોરસ ફૂટ 90 રૂપિયા ભાવ મેન્ટેનન્સ માટે નક્કી કરવામાં આવ્યો છે પરંતુ રાજકોટના અનેકવિધ ગાર્ડન ની પરિસ્થિતિ અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે. હાલ જરૂરી એ છે કે જે રકમ મેન્ટેનન્સ પાછળ ખર્ચવામાં આવે છે તેનો યોગ્ય ઉપયોગ અને વપરાશ થવો જોઈએ. ગાર્ડન એ લોકો માટે અને પરિવારના સભ્યો માટે ખૂબ મહત્વની જગ્યા છે કે જ્યાં તેઓ હળવાશની પળો માણી શકે છે પરંતુ હવે રાજકોટ મહાનગરપાલિકાના અનેકવિધ ગાર્ડનની જે સ્થિતિ જોવા મળી રહી છે તે અત્યંત બીસમાર છે યોગ્ય વ્યવસ્થા ના અભાવે લોકો ગાર્ડનમાં જવાનું ટાળે છે. આ અંગે મહાનગરપાલિકાએ કોઈ નક્કર પગલા લેવા ખૂબ જરૂરી અને આવશ્યક બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો આ અંગે કોઈ પગલા લેવામાં નહીં આવે અથવા તો યોગ્ય તપાસ હાથ નહીં ધરાય તો ઘણા ખરા પ્રશ્નો ઉભા થઈ શકે છે. હાલ તજજ્ઞોનું માનવું છે કે આ દિશામાં જ યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક રોચક તથ્યો સામે આવી શકે છે અને ઘણા ખરા ઘટ સપોર્ટ પણ થાય તો નવાઈ નહીં.
મહાનગરપાલિકાના તજજ્ઞોના જણાવ્યા અનુસાર ગાર્ડન શાખા દ્વારા અનેકવિધ કિસ્સાઓમાં ઘણી ખરી રીતે ગેર રીતી આચરવામાં આવતી હોય તેવા સંજોગો ઊભા થયેલા છે ત્યારે એક તરફ મહાનગરપાલિકા રાજકોટ માટે અનેકવિધ વ્યવસ્થા ઊભી કરવા માટે તત્પર છે પરંતુ હજુ સુધી તેનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી જે સૌથી મોટો પ્રશ્ન છે. મહાનગરપાલિકા દ્વારા આ અંગે નક્કર પગલા લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે બીજી તરફ ગાર્ડન શાખાને અધિકારી ઝાકાસણીયા એ પણ આ અંગે પોતાની ભૂલ એટલે કે ગાર્ડન શાખામાં ક્ષતિ રહી ગઈ હોવાનું પણ સ્વીકાર્યું છે અને તેમના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં આ અંગે ઝડપભેર પગલા લેવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનું નિર્માણ કરનાર વ્યક્તિ કોણ અને હવે આ પ્રશ્નને કેવી રીતે નિવારવામાં આવશે તે ખૂબ જરૂરી અને અત્યંત આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી લોકો સલામતી નહીં અનુભવે ત્યાં સુધી ગમે તેટલા વિકાસ કામો કરવામાં આવે તે પાણીમાં છે. હાલ ગાર્ડન શાખામાં જે પ્રશ્નો ઊભા થયા છે તેમાં ઝડપભેર નિવેડો લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવે તે ખૂબ જરૂરી છે.


મનપાના વિવિધ ગાર્ડનમાં રોમિયો ગીરીએ મૂકી માજા
રાજકોટ મહાનગરપાલિકા ના વિવિધ ગાર્ડનો ની જો વાત કરવામાં આવે તો આ તમામ જગ્યા પર રોમિયોગીરીએ માજા મૂકી છે. એટલું જ નહીં મહત્વની વાત તો એ છે કે ખુલે આમ ગાર્ડનમાં જે કઢંગી હાલતમાં લોકો નજરે પડે છે ત્યાંથી ગાર્ડનમાં આવનાર લોકોને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું હોય છે આ અંગે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી પરંતુ માત્ર એક દિવસ કામગીરી કરી પાછી સ્થિતિ જેવી હોય તેવી જ થઈ જાય છે જેનો કોઈ યોગ્ય ઉકેલ આવતો નથી આ લઈને ઘણા ખરા અન્ય પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે અસામાજિક તત્વોનું દુષણ પણ ગાર્ડનોમાં સતત જોવા મળે છે ત્યારે આ અંગે કોઈ ગંભીર નિર્ણય મહાનગરપાલિકા લે તે ખૂબ જરૂરી છે.


ગાર્ડનમાં સુવિધાના નામે મીંડું
ગાર્ડનમાં બાલ ક્રિડાંગણ માટે જે જરૂરી સાધનો હોવા જોઈએ તે જોવા મળતા નથી. ત્યારે ઘણા ખરા કિસ્સામાં ઇજાઓ પણ થતી હોય છે કારણ કે જે સાધનો રાખવામાં આવ્યા છે તે અત્યંત બીસમાર હાલતમાં છે ઘણી ખરી જગ્યાએ તો ગાર્ડન શાખાના લાગેલા બોર્ડ પણ પડી ગયા છે ત્યારે કોઈ પણ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની ઘણાખરા ગાર્ડનોમાં બાંકડા પણ તૂટી ગયેલા છે ત્યારે મનપા જે રીતે મેન્ટેનન્સ ચાર્જ મારફત કામગીરી કરે છે તો જે યોગ્ય સુવિધા મળવી જોઈએ તે જોવા મળતી નથી.


સિક્યુરિટીનો પ્રશ્ન
મહાનગરપાલિકા હસ્તકના ઘણા ખરા ગાર્ડનોમાં સિક્યુરિટી માત્ર કાગળ પર જ જોવા મળે છે જ્યારે સ્થળ મુલાકાત કરવામાં આવે તે સમયે ખ્યાલ આવે કે અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડ પરત પર હોતો નથી પરિણામ સ્વરૂપે આવારા તત્વો ને મોકળું મેદાન મળી જતું હોય છે. આ અંગે મહાનગરપાલિકાએ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી ખૂબ જરૂરી છે હાલ ગાર્ડનમાં અનેકવિધ અને ગેર પ્રવૃતિઓ થતી હોવાનું માલુમ પડી રહ્યું છે તેના ઉપર પૂર્ણવિરામ મૂકવામાં આવે તે માટે ગાર્ડન શાખાએ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી અત્યંત આવશ્યક બની છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:36 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech