ગુનામાં પંચનામું સીધું થશે કોર્ટમાં જમા

ગુજરાત પોલીસની નવી એપ્લિકેશન “ઈ-સાક્ષ્ય” : પ્રાથમિક તપાસથી લઈને વિચારણા, ટ્રાયલ સુધી તમામ ચરણોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

રાજકોટ, તા. 16
નવા ફોજદારી કાયદા હેઠળ ભારતીય ન્યાય સંહિતામાં ટેક્નોલોજી અને તેના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસથી લઈને વિચારણા, ટ્રાયલ સુધી તમામ ચરણોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાયદાકીય પ્રક્રિયા અને તપાસમાં પારદર્શિતાના મામલે મહત્ત્વપૂર્ણ અને મોટો બદલાવ છે. આ ક્રમમાં ભારત સરકારે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન લોન્ચ કરી હતી. ગુજરાત પોલીસ દ્વારા પણ ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ઓનલાઇન એફઆઇઆર નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે.
હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે તેવા પોલીસ અધિકારીઓની તેમના મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. સાક્ષ્ય નામની આ એપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે.
ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન દ્વારા તપાસનીશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે. જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઇલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી ઈ-સાક્ષ્ય એપમાં તપાસનીશે અપલોડ કરવાનું ગત જુલાઈ મહિનાથી ફરજિયાત બનાવાયું છે. કેટલાક પોલીસ કર્મચારીઓનું માનીએ તો આ ઈ-સાક્ષ્ય એપ્લિકેશન તેમના માટે થોડી સમસ્યાઓ પણ લીઈને આવી છે, કારણ કે ઈ સાક્ષ્ય એપની કોઈ જ તાલીમ તેમને અપાઈ નથી. સાથે જ તેમને સી.ડી. કે પેન ડ્રાઈવ પણ આપવામાં આવતી નથી.
આ ઍપ્લિકેશન અપલોડ થાય એટલે પોલીસને ઈ-સાક્ષ્ય પંચનામું કર્યાનું પ્રમાણપત્ર ઓનલાઇન જ મળી જાય છે. જોકે પોલીસે આ ઈ-સાક્ષ્ય પંચનામાની ત્રણ સીડી અથવા તો 3 પેનડ્રાઇવ તૈયાર કરવા પડે છે. 48 કલાકમાં જ આ સીડી કે પેનડ્રાઇવને મૂળ પંચોની રૂબરૂમાં જ સીલ કરીને કોર્ટમાં રજૂ કરવાનું કહે છે. બીજી પેનડ્રાઇવ વ્યવસ્થિત રીતે સ્ટોરેજ કરવાની રહે છે. ગત જુલાઈ મહિનાથી અમલમાં આવેલી આ પદ્ધતિનો અમલ અમદાવાદ સહિત રાજ્યના ઘણાં ખરાં પોલીસ સ્ટેશનમાં અમલ થતો નથી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
2:58 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech