ગોંડલનું માર્કેટિંગ યાર્ડ દેશભરમાં સર્વોત્તમ : એક્સપોર્ટર જીતેન્દ્ર ખુરાના

યાર્ડની મુલાકાત લેતા દિલ્હીના ગાર્લિક એક્સપર્ટ ખુરાના : યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા દ્વારા કરાયું સન્માન

રાજકોટ મિરર, ગોંડલ તા. 21
ગોંડલ માર્કેટીંગ યાર્ડની દેશમા સૌથી વધુ લસણની ખરીદી વેચાણ કરતી કંપનીએ મુલાકાત કરી ગોંડલ માર્કેટીંગ યાર્ડ કે જ્યાં અનેક દેશ વિદેશમા વેપારીઓ ખરીદી માટે આવતા હોય છે ત્યારે ભારતમા લસણનું સૌથી વઘુ ઇનપોર્ટ- એકસપોર્ટ ધરાવતી દિલ્હીની કંપની ગાર્લિક એક્સપર્ટ એન્ડ કાઉન્સોલરના જીતેન્દ્ર ખુરાનાએ ગોંડલ માર્કેટીંગ યાર્ડની શુભેચ્છા મુલાકાત કરી હતી. યાર્ડના વેપારીઓ દ્વારા ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યુ હતુ. યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણસીઓની હરરાજી, યાર્ડની પદ્ધતિ સહિત કામગીરી વિશે જણાવીને યાર્ડનું નિરિક્ષણ કરાવ્યું હતુ.
આ તકે જીતેન્દ્ર ખુરાનાએ જણાવ્યું હતું કે મારા સમગ્ર ભારતના માર્કેટીંગ યાર્ડના પ્રવાસ દરમિયાન સૌથી સારો અનુભવ કહું તો ભારતનુ નંબર વન યાર્ડ હોય તો તે છે ગોંડલનુ માર્કેટીંગ યાર્ડ કે જ્યાં ખેડુતો માટે જમવાની સૌથી સારી સુવિદ્યા, બહારના વેપારીઓને રહેવા માટે ગેસ્ટ હાઉસની સુવિઘા, યાર્ડની સ્વચ્છતા, ખેડુતોને પોષણક્ષમ ભાવ, માલની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી યાર્ડ સજ્જ સહીત અને સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. એક્સપોર્ટર જીતેન્દ્ર ખુરાનાએ ગોંડલ માર્કેટ યાર્ડમાં લટાર મારીને અહીની તમામ સુવિધાઓ જાણીને પ્રસન્નતા વ્યક્ત કરી હોવાનું યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ “રાજકોટ મિરર”ને જણાવ્યું હતું.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:07 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm