ચોરટા નિરાંત નથી લેવા દેતાં: ક્રાઇમ બ્રાંચે ત્રણ ચોરીઓના ભેદ ઉકેલ્યા ત્યાં વધુ એક પડકાર

સમ્રાટ ઇન્ડસ્ટ્રીમાં ‘દો ચોર’નો તરખાટ: ડઝન દૂકાન-કારખાનામાં ત્રાટક્યા

રાજકોટ: રંગીલા શહેર રાજકોટમાં ચોરટાઓને ઘડીકેય શાંતિ લેવી નથી. પોલીસ એક બે ચોરીઓના ભેદ ઉકેલી માંડ રાહતનો દમ લે ત્યાં નવા કારનામા સાથે ચોરટાઓ પોતાની કામગીરીનો ગ્રાફ ઉંચી લઇ જતાં હોય છે. હજુ તો ક્રાઇમ બ્રાંચે તાજેતરમાં થયેલી પચ્ચીસ લાખની બે અને માલિયાસણની એક મળી ત્રણ ચોરીઓના ભેદ ઉકેલી તસ્કરોને પકડ્યા ત્યાં માલવીયાનગર પોલીસ સ્ટેશન હેઠળના સમ્રાટ ઇન્ડસ્ટ્રીયઝ એરીયામાં બે ચોરે ત્રાટકી એક સાથે દસેક દુકાનો, કારખાનાઓમાં ઘુસી હાથફેરો કરતાં વેપારીઓ, કારખાનેદારોમાં દેકારો મચી ગયો હતો.
વિગતો પર નજર કરીએ તો શહેરમાં તસ્કરોએ પોતાનો પરચો દેખાડવાની કામગીરી સતત વેગમાં રાખી મુકી છે. ક્રાઇમ બ્રાંચે દિવાનપરા અને જવાહર રોડ પર થયેલી લાખોની ચોરીની બે ઘટના તેમજ માલિયાસણમાં પાર્ટી પ્લોટમાં થયેલી ચોરીના ભેદ ઉકેલ્યા છે ત્યાં હવે ગોકુલધામ પાસે સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં બે ચોર ત્રાટકી દૂકાનો, કારખાનાઓમાંથી હાથફેરો કરી જતાં પોલીસ સીસીટીવી ફુટેજને આધારે તપાસ આરંભી છે. સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રાતે બે ચોર ત્રાટક્યા હતાં. આ બંને પાન-મસાલા સહિતની દૂકાનો અને કારખાનાઓમાં ઘુસી ગયા હતાં. કારખાનામાં પતરા તોડીને અંદર પડ્યા હતાં અને દૂકાનોના શટર કોશ જેવા હથીયારથી ઉંચકાવીને પરચુરણ ચીજવસ્તુ, રોકડની ઉઠાંતરી કરી ગયા હતાં. યુવાન વયના એવા આ બંને તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
આ બૈમાંથી ં એક તસ્કરે લાલ રંગનો શર્ટ અને બીજાએ સફેદ રંગનો શર્ટ પહેરેલો હોવાનું વેપારીઓ, કારખાનેદારોએ જણાવ્યું હતું. આ બધા સ્થળે ત્રાટકેલા ચોરોને મત્તા ઓછી મળી છે પણ પોલીસને વધુ એક પડકાર મળી ગયો છે. લાગલગાટ એક સાથે દસ બાર જેટલી દુકાનો, કારખાનાઓમાં ચોરી, ચોરીનો પ્રયાસ થયો હોઇ વેપારીઓ, કારખાનેદારોમાં દેકારો મચી ગયો હતો. અજંતા મોટર્સ, જલારામ પાન, ઠાકર ભેળ, બહુચર પાન સહિતના સ્થળોએ તસ્કરોએ પગલા પાડ્યા હતાં. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ બંને ચોરટાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હોઇ પગેરૂ શોધવા પોલીસ મથામણ કરી રહી છે.
બીજી ચોરીની ઘટનામાં પણ એક ચોર ક્યાંય નહિ તો શિક્ષણના ધામમાં ત્રાટક્યો હતો અને પ્રિન્સીપાલની ઓફિસમાંથી બાળકોની આવેલી ફીની રકમ ચોરી ગયો હતો. આ તસ્કર પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. તે મરૂન રંગની હુડી પહેરીને આવ્યો હતો અને એક કલાક સુધી મથામણ કરી રોકડ ચોરી જવામાં સફળ થયો હતો.
વિગતો જોઇએ તો શહેરના એકસો પચાસ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ આવેલી ક્રિષ્ના સ્કૂલમાં વીસમી રાતે ત્રણ વાગ્યે એક લાલ રંગનું હુડી પહેરેલો ચોર ત્રાટક્યો હતો અને પ્રાયમરી સ્કૂલના પ્રિન્સીપાલ પ્રવિણાબેન પટેલની ઓફિસના ટેબલના લોકવાળા ડ્રોઅરમાંથી બાળકોની ફીના રૂા. 39100 રોકડા ચોરી જતાં આ તસ્કર સીસીટીવીમાં કેદ થયો હોઇ તેના આધારે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે શાળાના પ્રિન્સીપાલ દર્શનભાઇ ખીમશંકરભાઇ દવે કે જેઓ રવિ પાર્ક-1 પ્રેમ મદિર પાછળ રહે છે તેમણે ફરિયાદ નોંધાવી હત. તસ્કરે રોકડની ચોરી કર્યા બાદ કેમેરો તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાત્રે ત્રણેક વાગ્યે તે અંદર ઘુસ્યો હતો અને ચારેક વાગ્યે બહાર નીકળી ગયો હતો. તસ્વીરમાં હુડી પહેરીને આવેલો ચોર સીસીટીવીમાં કેદ થયો હતો તે જોઇ શકાય છે. તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી. એમ. હરીપરાના માર્ગદર્શનમાં એએસઆઇ જી. કે. પરમારે ગુનો દાખલ કરતાં ભેદ ઉકેલવા ડી. સ્ટાફ, એલસીબીની ટીમો કામે લાગ્યા હતાંં. આમ વધુ બે ચોરીની ઘટનાએ પોલીસને કામે લગાડી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:19 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm