જંત્રી અમલીકરણ પહેલા પુરતો સમય આપો : રેવન્યુ બારની માંગ

વિદેશથી આવતા લોકો માટે તત્કાલ સ્લોટની દસ્તાવેજ સુવિધા પણ શરુ કરવા રજૂઆત

રાજકોટ તા.17
વિદેશથી આવતા લોકો માટે દસ્તાવેજ માટે તત્કાલ સ્લોટની સુવિધા ઉભી કરવા તેમજ જંત્રીની અમલવારી પહેલા પુરતો સમય આપવા રાજકોટ રેવન્યુ બાર એસોશિયેશન દ્વારા માંગ કરાઈ છે.
રાજકોટના નોંધણી નિરીક્ષક કચેરીના એઆઈજીઆર અજયકુમાર એસ.ચારેલને આજે આવેદન આપી આ બંને માંગણીઓ સંદર્ભે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે.
આજે રેવેન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો દ્વારા રેવેન્યૂ અંગે લોકોને સ્પર્શતા તેમજ દસ્તાવેજ ઓનલાઇન ડ્રાફટિંગમાં ઊભી થતી મુશકેલીઑ અંગે આવેદન આપી માંગ કરી હતી કે, ગરવી સોફ્ટવેર યુઝર ફ્રેન્ડલી બનાવવાની જરૂૂરિયાત હોવાનું કહેવું ઉચિત છે.
પરંતુ આ માટે થોડા ફેરફારની જરૂૂર છે જેમાં હાલના સોફ્ટવેરમાં વર્ષ 2025 ની અગાઉના વર્ષની પીડીઈ એપ્લિકેશન કોપી થઈ શકતી ન હોય એક જ સરખા પ્રોજેક્ટના દસ્તાવેજમાં રીપીટેડ વર્કમાં હજારો માનવ કલાકો માનવ શક્તિની ઉર્જા વેડફાઈ રહી છે. દસ્તાવેજનું વેલ્યુએશન ઓટોમેટિક તૈયાર થવું જોઈએ તે હાલમાં ન થતું હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
દસ્તાવેજની સ્કેન સાથેની કામગીરી પૂર્ણ થયા બાદ આ અંગે મેસેજથી ખરીદનારને જાણ થવી જોઈએ જે કરાતી નથી. દસ્તાવેજની એપ્લિકેશનમાં કોપી સંપૂર્ણ વિગત સાથે થવી જોઈએ જેથી કરીને એક સરખી મિલકતની વિગતવાળાં પ્રોજેક્ટના દસ્તાવેજમાં બિનજરૂૂરી હેરાનગતિ અટકાવી શકાય. દસ્તાવેજની નોંધણી માટે દરેક ઝોનમાં ઇન્ડેક્ષના ગામનું નામ પસંદ કરવાનું હોય છે. જેમાં દરેક ઝોનમાં અલગ અલગ ગામમાં એક જ ગામમાં એક કરતાં વધારે વિભાગ આવેલ છે.
ઉદાહરણ તરીકે મવડી 1-2-3, રૈયા 1-2-3, તેમજ રાજકોટ શહેરમાં પણ એક જ વોર્ડમાં એક કરતાં વધારે વિભાગ આવેલ છે જેથી એક જ મિલકતના રજીસ્ટર દસ્તાવેજો અલગ અલગ ગામની ઇન્ડેક્સમાં નોંધવામાં આવે છે જેથી કોઈપણ ગામની સર્ચ કરતા સમયે દરેક વિભાગમાં અલગ અલગ સર્ચની ફી ભરી સર્ચ કરવી પડે છે. જેથી ગામ મુજબ એક જ વિભાગમાં આપવામાં આવે અથવા કોઈ ચોક્કસ પદ્ધતિ અપનાવવામાં આવે. ઉદાહરણ તરીકે સર્વે નંબર એક થી.. સુધી, મવડી -1 સર્વે નંબર… થી .., મવડી -1 સર્વે નંબર … થી ., મવડી -2 સર્વે નંબર . થી ., જેથી કોઈપણ મિલકતની સર્ચ કરવામાં સરળતા રહે આ વાતની ગંભીર નોંધ લેવી જોઈએ.
હાલમાં યુએલસીમાંથી નીકળી ગયેલ જમીનો અંગે સબ-રજીસ્ટ્રાર દ્વારા કલેકટર ઓફિસમાંથી વેરીફાઈ કરાવે છે. તેમાં દસ્તાવેજ અપોઈન્ટમેન્ટ લીધા બાદ કલેકટર ઓફિસ મોકલવામાં આવતું હોય અને તેમાં બહુજ વિલંબ થતો હોય અને બધા પક્ષકરોને નાણાકીય વહીવટમાં મુશ્કેલી પડતી હોય તે માટે માત્ર અરજીના આધારે યુએલસી વેરીફીય કરવી આપવી જોઈએ તેમજ માત્ર એકજ મિલકતના પૈકી ભાગ પુરતુજ વેરીફાય્ કરવાના બદલે સમગ્ર મિલકતનું એનઓસી આપવું જોઈએ
દસ્તાવેજથી મિલકત લેનાર અથવા વેચનાર જ્યારે વિદેશથી આવતા હોય ત્યારે ઘણી વખત સ્લોટ ન મળવાના કારણોસર તેઓને પ્લેનની ટિકિટ કેન્સલ થવાના અને બીજા ઘણા કારણોસર મુશ્કેલી અનુભવાતી હોય જેથી કરીને તત્કાલ સ્લોટની સુવિધા વધારાની ફી ચાર્જ કરીને આપવી જોઈએ જેમકે પાસપોર્ટ ઓફિસની અંદર પણ આ રીતે તત્કાલ સુવિધા ઉપલબદ્ધ છે તેમજ ગેજેટની અંદર પણ અવેલેબલ છે આમ વિદેશથી આવતા અને અન્યલોકો માટે તત્કાલ સ્લોટની સુવિધા રાખવી જોઈએ આવું કરવામાં આવે તો સરકારને આવક પણ વધશે અને લોકો ની સુવિધામાં પણ વધારો થશે
દસ્તાવેજ ઓનલાઈન પીડીએ બનાવતી વખતે વારંવાર ટાઈમ આઉટ થઈ જતી હોય એક દસ્તાવેજ બનાવવામાં બે થી વધારે કલાક થતો હોય યોગ્ય ફેરફાર કરવા જરૂૂરી છે. નવી જંત્રી અમલવારી કરતા પહેલા અમુક બાબતો ધ્યાને લેવામાં આવે તો સરવાળે સૌને ફાયદો થાય તેમ છે.

ધીમે ધીમે જંત્રી વધારવા માંગ
જેમાં હાલની સૂચિત જંત્રીની કૂલ કિમંતમાંથી 25% જંત્રી મુજબ અમલવારી કરવાથી હાલની રિઅલ એસ્ટેટની બજારની પરિસ્થિતી મુજબ યોગ્ય રહેશે અને ત્યાર બાદ સમય સંજોગો મુજબ ધીમે ધીમે જંત્રી વધારવામાં આવે તો રિયલ એસ્ટેટની પરિસ્થિતીને સાનુકૂળ રહે અને તેના પર પડતી દુરોગામિ અસર નિવારી શકે અને સરકાર અને રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો વચે એક પ્રકારની સુનિયોજિત પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે.
સુચિત જંત્રી અમલવારીમાં મુકતા પહેલા એક મહિનો પહેલા જંત્રી સર્વ લોકો જોઈ શકે તે રીતે ઉપલબ્ધ કરાવવો જેથી કરીને કંઈ વિશેષ સુધારા વધારા હોય તો તેની જાણ થઈ શકે
ઉપરોકત રજૂઆતમાં રાજકોટ રેવેન્યૂ બારના સેક્રેટરી વિજયભાઈ તોગડીયા, પંકજભાઈ દોંગા, અશ્વિનભાઈ રામાણી,વિમલભાઈ ડાંગર, સમીરભાઈ રાણીંગા, જયેશભાઈ વ્યાસ,જે.આર ફુલારા, તુષાર ગોસ્વામી, રાજેશભાઇ નસીત, હિતેશભાઈ રાદડિયા, અશ્વિનભાઈ કાનાણી,મનસુખભાઇ નાથાણી જગદીશભાઈ સોરઠીયા, ભાર્ગેવભાઈ ખૂંટ, વિવેક લીંબાણી,પરેશભાઈ પાદરિયા, સી એમ પટેલ,આનંદભાઈ પરમાર વિગરે જોડાયા હતા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:57 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech