જામનગર મનપાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સહીત બે રૂ. 22,500ની લાંચ લેતા ઝડપાયા

અરજદાર યુવાનના દાદીમાને સફાઈકામદાર તરીકે શાંતિથી નોકરી કરવા દેવા માંગી હતી લાંચ રાજકોટ અઈઇના ઇન્ચાર્જ નિયામક કે.એચ.ગોહિલ સહીત ટીમનો વધુ એક સપાટો

રાજકોટ મિરર, તા.10
આ કામના ફરિયાદીના દાદી જામનગર મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદાર હોય તેની નોકરીમાં સરળતા કરી આપવા અને હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત નં 1 રવજી મગન પરમાર, (ઉ.વ.33, અવેજી સફાઇ કામદાર, વોર્ડ નં.9, જામનગર મહાનગરપાલિકા,વર્ગ-4)એ આ કામના આરોપી પોતાના સાહેબ એટલે કે આક્ષેપિત નંબર- (2) પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણા, (ઉ.વ.41, સેનેટરી સબ-ઇન્સ્પેકટર, વોર્ડ નં.9, જામનગર મહાનગર પાલીકા, વર્ગ-3,)એ કુલ રૂપિયા 22,500/ ની રકમ આપવા જણાવેલ છે તેમ કહી લાંચની માંગણી કરી, આજે સાંજ સુધીમાં આપી દેવા જણાવેલ.
જે લાચની રકમ આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે જામનગર એસીબી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદ આધારે આજે જામનગર મહાનગરપાલીક, વોર્ડ નં.9ની ઓફીસ, ક્રિકેટ બંગલાની બાજુમાં, હોમગાર્ડ કચેરી સામે લાંચનું છટકું ગોઠવાયું હતું.
દરમિયાન રવજીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 22500/- સ્વીકારી, પોતાના હાથમાં લઈને ગણતરી કરવા લાગ્યો હતો. જે વખતે તેમને શંકા જતા ફરિયાદીને આ લાંચ ની રકમ પરત આપી દીધેલ અને ઓફિસે જઈ પોતાના સાહેબ એટલે કે આ કામના આક્ષેપિત નંબર-(2) સેનેટરી સબ ઇન્સ્પેક્ટરને આપવા જણાવ્યું હતું. જે વ્યવહાર દરમિયાન બંને લાંચ સ્વીકારતા પકડાઈ ગયા હતા. આ તકે ટ્રેપિંગ અધિકારી તરીકે જામનગર એસીબીના પીઆઈ આર.એન.વિરાણીએ રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એહ.ગોહિલના સુપરવિઝન હેઠળ સફળ છટકું પાર પાડ્યું હતું.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:52 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech