જૂગારની બદ્દીનો વધુ એક લાલબત્તી સમાન કિસ્સો: તાજેતરમાં યુવાને દાગીના, બાઇક ગિરવે મુક્યા હતાં: હવે અપહરણ થયું

સાયબર ક્રાઇમના નામે બકાલીને ઉઠાવી 20 લાખ માટે ધોકાવ્યો

સહકારનગરમાં ઉભેલા યુવાનને ફજેતી ન કરવી હોય તો સાયબર ક્રાઇમ ખાતે આવી જા નહિતર ગાડી બોલાવીએ કહી તેના ભાઇની નજર સામે જ ટુવ્હીલરમાં અપહરણ કરી રેસકોર્ષ લાવી કમર પટ્ટા, ગડદાપાટુનો એવો માર માર્યો કે દાખલ થવું પડ્યુ઼: ધમકી દઇ છોડી મુક્યો: ભાર્ગવ, ધ્રુવરાજ સહિત ચારને શોધતી ભક્તિનગર પોલીસ

રાજકોટ: જુગારની બદ્દી કઇ રીતે ઘર કરી ગઇ છે તેનો પુરાવો આપતી ઘટના હજુ બે દિવસ પહેલા જ બની હતી. જેમાં ઓનલાઇન ગેમમાં લાખો હારી જનારા યુવાને ઘરમાંથી પત્નિના ઘરેણા અને પોતાના બાઇક ગીરવે મુકી દીધા હતાં. એ કારણે તેના પિતાને માથાકુટ થઇ જતાં સામ સામે એફઆઇઆર દાખલ થઇ હતી. ત્યાં હવે ઓનલાઇન જૂગારમાં બે પેટી જેવી રકમ હારી જતાં બકાલી યુવાનનું આ નાણાની ઉઘરાણી માટે ચાર શખ્સોએ અપહરણ કરી કમરપટ્ટાથી અને ગડદાપાટુથી બેફામ મારકુટ કરી તેને દવાખાના ભેગો કરી દીધો હતો. તેમજ વીસ લાખ ન આપે તો મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. વળી બે જણાએ તો ફજેતી ન કરવી હોય તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને અમારા ભેગો આવ, નહિતર ગાડી બોલાવવી પડશે તેવુ કહી પોલીસના નામે પણ ધમકમાવ્યો હતો.
આ સમગ્ર કિસ્સામાં ભક્તિનગર પોલીસે ચાર શખ્સો સામે એફઆઇઆર દાખલ કરી તપાસ આરંભી છે. વિગતે વાત કરીએ તો ં ભક્તિનગર પોલીસે રામેશ્ર્વર સોસાયટી-9માં સ્કૂલ પાસે ખોડિયાર પાન નજીક રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં પચ્ચીસ વર્ષના રવિ રમેશભાઇ ધ્રાંગીયાની ફરિયાદ પરથી ગોકુલનગરના ભાર્ગવ ચોટલીયા, ધ્રુવરાજ અને બે અજાણ્યા સામે ઓનલાઇન જૂગારની આઇડીના રૂપિયા વીસ લાખની ઉઘરાણી મામલે ટુવ્હીલરમાં અપહરણ કરી પટ્ટા અને ઢીકાપાટુનો માર મારી તેમજ ગુપ્ત ભાગે અનેજમણા હાથે પણ મુંઢ માર મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપ્યાની એફઆઇઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભોગ બનનાર રવિ ધ્રાંગીયાએ જણાવ્યું છે કે હું શાકભાજી વેંચી ગુજરાન ચલાવુ છું. અમે બે ભાઇઓ છીએ, માર લગ્ન થયા નથી અને મેં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
તેણે વધુમાં કહ્યું હતું કે રાતે સાડા દસેક વાગ્યે હું અને મ ારા કાકાનો દિકરો અશોક ભરતભાઇ જાદવ અમે બંને સહકારનગર મેઇન રોડ પર ‘જે માડી’ નામની ચાની હોટલ પાસે બેઠા હતાં તે વખતે સાડા અગિયારેક વાગ્યે ભાર્ગવ ચોટલીયા એક્ટીવા લઇને આવ્યો હતો. હું બે વર્ષથી ઓનલાઇન આઇડી પર જૂગાર રમુ છું, છએક મહિનાથી ભાર્ગવના સંપર્કમાં આવતાં મેં તેની આઇડી લઇ તેમાં ઓનલાઇન જૂગાર રમવાનું ચાલુ કર્યુ હતું. જેથી મારે ભાર્ગવને આ જૂગારના રૂા. 20 લાખ આપવાના હતાં. ભાર્ગવે મારી પાસે આવી રૂપિયાની ઉઘરાણી કરી હતી. તે વખતે અજાણ્યો બીજો શખ્સ પણ ટુવ્હીલર લઇને આવ્યો હતો અને ભાર્ગવ પાસે ઉભો રહી ગયો હતો. બાદમા઼ બંનેએ મને કહેલું કે-તને ઘણા સમયથી શોધીએ છીએ. આ પછી બીજા બે અજાણ્યા એક્સેસ લઇને આવ્યા હતાં. તેણે પણ કહેલુ કે તારે 20 લાખ આપવાના છે, એ આપી દે અને ફજેતી ન કરવી હોય તો અમારી સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આવ, નહિતર ગાડી બોલાવીશ. આમ કહી મારો હાથ પકડી પરાણે એક્સેસ ટુવ્હીલરમાં વચ્ચે બેસાડી દીધો હતો. કાળા શર્ટવાળો અજાણ્યો ગાડી ચલાવતો હતો. તેની પાછળ મને બેસાડ્યો હતો અને મારી પાછળ જે બેઠો હતો તેને આગળવાળો ધ્રુવરાજ કહીને બોલાવતો હતો.
ભાર્ગવ અને બીજો અજાણ્યો તેના વાહનમાં અમારી પાછળ આવતાં હતાં. આ બધા મારુ અપહરણ કરી મને રેસકોર્ષ બહુમાળી ચોકથી આગળ રોડ પર લઇ ગયા હતાં. જ્યાં સાઇડમાં ઉભો રાખી ચારેયએ પટ્ટાથી અને ઢીકાપાટુનો માર મારવાનું ચાલુ કર્યુ હતું. ધ્રુવરાજે મારા જમણા હાથની પહેલી આંગળી વાળી દીધી હતી. એ દરમિયાન ધ્રુવરાજને કોઇનો ફોન આવ્યો હતો. જેથી ભાર્ગવ અને અજાણ્યો ત્યાંથી જતા રહ્યા હતાં. એ પછી ધ્રુવરાજ અને કાળા શર્ટવાળાએ મને ફરીથી એક્સેસમાં બેસાડ્યો હતો અને રેસકોર્ષ બાલભવનના ગેઇટની સામે લઇ ગયા હતાં. થોડીવાર ત્યાં ઉભા રહેતાં ફરીથી ભાર્ગવ અને અજાણ્યો આવ્યા હતાં. ફરીથી આ લોકોએ તારે 20 લાખ દેવાના છે, નહિતર જીવતો નહિ રહેવા દઇએ કહી ફરી માર મારી ધમકી આપી હતી. ફરી ત્યાંથી ટુવ્હીલરમાં મને વચ્ચે બેસાડી ગેલેક્સી પાન સામે લઇ ગયા હતાં. આ વખતે ધ્રુવરાજના ફોનમાં ફોન આવેલો જેથી ધ્રુવરાજે મને કહેલુ કે-તારા બાપાનો ફોન ઉપાડ અને કહે કે હું મારા મિત્ર સાથે છું, સવારે આવી જઇશ.
પરંતુ મેં આમ કરવાની ના પાડતાં મને કહેલુ કે કાલના દિવસમાં 20 લાખની વ્યવસ્થા કરી નાખજે નહિતર જીવતો નહિ રહે. આ વખતે ધ્રુવરાજ પર ફરી કોઇનો ફોન આવેલો. બાદ મને કહેલુ કે તું અહિથી જતો રહે, આગળ બહુમાળી ચોકમાં તારા બાપા ઉભા છે. જેથી હું ત્યાં જતાં ત્યાં મારા પિતા નહોતાં. હું રિક્ષા કરી સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. એ પછી મારા પિતાનો ફોન આવતાં મેં તેને હું હોસ્પિટલે હોવાનું કહેતાં તે તથા બીજા સગા આવ્યા હતાં અને મને વધુ સારવાર માટે મધુરમ્ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. મને વાંસાના ભાગે, ગુપ્ત ભાગે અને જમણા હાથની આંગળીમાં વધુ દુ:ખાવો હતો. માથામાં પણ મુંઢ માર માર્યો હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. મારે ભાર્ગવને ઓનલાઇન આઇડીના 20 લાખ આપવાના હોઇ તે રૂપિયા કઢાવવા તેણે બીજા શખ્સો ધ્રુવરાજ અને બે અજાણ્યાનો સાથ લઇ મારુ અપહરણ કરી બેફામ માર મારી ધમકી આપી હોઇ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં રવિએ કહેતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ રાઠોડે ગુનો નોંધતા આગળની તપાસ પીએસઆઇ વસાવાએ હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનામાં કોઇ પોલીસ કર્મચારીનો ભાઇ પણ સામેલ હોવાની ભારે ચર્ચા વહેતી થઇ હતી. જો કે પોલીસે આ વાતનું હાલ સમર્થન આપ્યું નથી. આરોપીઓ પકડાયા પછી સાચી વિગતો ખુલવાની શક્યતા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:20 pm, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech