તેલંગાણા કોંગ્રેસનું મક્કમ પગલું OBC અનામત 42% કર્યું

અગાઉ અનામત હતું 23 ટકા: મુખ્યમંત્રી રેવંત રેડીએ કહ્યું તેલંગાણાને ગર્વ છે કે તે ભારતમાં સામાજિક ક્રાંતિનું કરી રહ્યું છે નેતૃત્વનવીદિલ્હી, તા. 17
તેલંગાણામાં કોંગ્રેસે પોતાનું ચૂંટણી વચન પૂરું કર્યું. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સોમવારે ઘઇઈ સમુદાયના લોકો માટે મોટી જાહેરાત કરી છે.
સીએમ રેડ્ડીએ શિક્ષણ, નોકરીઓ અને રાજકીય પ્રતિનિધિત્વમાં ઘઇઈ વસ્તી માટે 42 ટકા અનામત સુનિશ્ચિત કરવાની જાહેરાત કરી. અગાઉ ઓબીસી માટે 23 ટકા અનામત હતું. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, તેલંગાણાને ગર્વ છે કે તે ભારતમાં સામાજિક ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે.
આ મારા માટે સન્માનની વાત છે કે અમે ભારતની આઝાદી બાદ પછાત વર્ગોની સૌથી લાંબી માંગ પૂરી કરી રહ્યા છીએ. અમારા ભાઈઓ અને બહેનો કે જેઓ પછાત વર્ગમાંથી આવે છે તેઓએ માંગ કરી હતી કે તેઓને સત્તાવાર વસ્તી ગણતરીમાં ગણવામાં આવે અને માન્યતા આપવામાં આવે અને આજે અમે આ મહત્વપૂર્ણ મુદ્દા પર સફળતા મેળવી રહ્યા છીએ.
તેલંગાણાના સીએમએ કહ્યું કે, આજે તેલંગાણા વિધાનસભાના નેતા અને મુખ્યમંત્રી તરીકે હું નિષ્ઠાપૂર્વક જાહેરાત કરું છું કે આપણા લોકોની મહેનત અને વૈજ્ઞાનિક રીતે કરવામાં આવેલા સર્વેના આધારે આપણે કહી શકીએ કે તેલંગાણામાં ઘઇઈ વસ્તી 56.36 ટકા છે. હવે અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ જૂથને શિક્ષણ, રોજગાર અને રાજકીય પ્રતિનિધિત્વના તમામ ક્ષેત્રોમાં 42 ટકા અનામત મળે. આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા રેવન્ત રેડ્ડીએ કહ્યું કે આ એક મોટું પગલું છે, જે રાજ્યના સામાજિક અને આર્થિક માળખામાં પરિવર્તન લાવશે. તેમણે તમામ નાગરિકોને અપીલ કરી કે તેઓ આ ઐતિહાસિક પગલાને સમર્થન આપે અને તેને તેમના જીવનનો એક ભાગ બનાવે. સરકારના આ નિર્ણય બાદ તેલંગાણાના ઘઇઈ સમુદાયને વિવિધ સરકારી સેવાઓ અને તકોમાં સમાન ભાગીદારી મળશે.
આ અનામતની જાહેરાતથી રાજ્યમાં સામાજિક સમાનતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન મળશે અને પછાત વર્ગોના વિકાસમાં મદદ મળશે. મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની આ જાહેરાત આવનારા સમયમાં તેલંગાણાના સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે. આનાથી રાજ્યમાં ઘઇઈ સમુદાય માટે વધુ સારી તકો ઊભી થઈ શકે છે.
ગૃહના નેતા તરીકે, હું ખાતરી આપું છું કે હું પછાત વર્ગોને અનામતનો લાભ આપવા માટે સક્રિય પગલાં લઈશ અને 42 ટકા અનામત હાંસલ કરવામાં આગેવાની કરીશ.” આ પ્રસંગે રેડ્ડીએ તમામ પક્ષોના નેતાઓને અપીલ કરી છે કે તેઓ તેમની સાથે આવે અને આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે.
જેથી કરીને અનામતને કાયદાકીય રક્ષણ મળી શકે. તેમણે કહ્યું, આપણે બીસી આરક્ષણને 42 ટકા સુધી વધારવા માટે જરૂૂરી કાનૂની સમર્થન મેળવીએ અને જ્યાં સુધી પછાત વર્ગો માટે 42 ટકા આરક્ષણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:09 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm