વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે પરંતુ કાળના તેડાને કોઈપણ પારખી શકતું નથી
સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં એક જ રાતમાં છ મૃત્યુ: ગોંડલ રોડની શાાળામાં ચાલીસ વર્ષના શિક્ષક, રણછોડનગરમાં કર્મકાંડી બ્રાહ્મણ પ્રોૈઢ અને નુરાનીપરામાં નોકરીયાત આધેડના હાર્ટએટેકથી મૃત્યુ
તેર વર્ષની બાળાને નાના ભાઇ સાથે પંખા માટે ઝઘડો થતાં ઝેર પી આપઘાત: હોમગાર્ડ જવાન અને પ્રોૈઢે માનસિક અસ્વસ્થતાને કારણે એસિડ પીને અને સળગીને દુનિયા છોડી
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 27
કાળા માથાના માનવીએ આમ તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિશ્ર્વમાં અનેકાનેક સફળતાઓ મેળવી છે. પરંતુ આમ છતાં માનવી એ જાણી શકતો નથી કે તેનું મોત ક્યારે થશે. જન્મે તેનું મૃત્યુ નિશ્ર્ચીત હોય છે આ સનાતન સત્યને સોૈ કોઇ સમજે છે જાણે છે. પરંતુ મૃત્યુ ક્યારે અને કેવી રીતે કે કયા સ્થળે આવી જાય તે માણસ કળી શકતો નથી. ઓચીંતા મૃત્યુની એટલે કે હૃદય બંધ પડી જવાની, આપઘાતની ઘટનાઓમાં છ લોકોના જીવનનો અંત આવી ગયો હતો. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં આ ઘટનાઓની નોંધ થતાં જે તે પોલીસ સ્ટેશનોના ઇન્વેસ્ટીગેશન સ્ટાફે અમોત નોંધ કરી કાર્યવાહી કરી હતી. એક શિક્ષકનું ગોંડલ રોડ પરની શાળામાં સ્ટાફરૂમમાં હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થયું હતું. કર્મકાંડ કરી ગુજરાન ચલાવતાં પ્રોૈઢનું ઘરે અને નોકરી કરતાં યુવાનનું પણ ઘરે ઢળી પડ્યા બાદ મૃત્યુ થયું હતું. ચોથી ઘટનામાં તેર વર્ષની બાળાને નાના ભાઇ સાથે પંખા બાબતે ઝઘડો થતાં તેણે આપઘાત કર્યો હતો. અન્ય બે બનાવમાં માનસિક અસ્વસ્થતાને કારણે હોમગાર્ડ જવાન અને પ્રોૈઢે આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાનો પર નજર કરીએ તો ઓચીંતા હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્યુ પામવાની ઘટનાઓ યથાવત રહી છે. જેમાં યુવાનોના પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઇ રહ્યા છે. આવી વધુ ત્રણ ઘટનાઓમાં અલગ અલગ પરિવારે સ્વજન ગુમાવી દીધા છે. એક યુવા વયના શિક્ષકનું શાળાના સ્ટાફ રૂમમાં ઢળી પડતાં અને એક કર્મકાંડી બ્રાહ્મણ પ્રોૈઢનું ઘરે તથા એક નોકરીયાત આધેડનું પણ ઘરે ઢળી પડ્યા બાદ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. વધુ માહિતી અનુસાર નાના મવા ભીમનગર પાસે લાલા લજપતરાય આવાસ ટાઉનશીપમાં રહેતાં ચાલીસ વર્ષના કમલેશભાઇ નરેશભાઇ જોષી ગોંડલ રોડ પર પટેલ ક્ધયા કેળવણી મંડળ સંચાલીત શાળામાં શિક્ષક તરીકે નોકરી પર હતાં ત્યારે રિશેષ પડતાં સ્ટાફ રૂમમાં બેઠા હતાં. રિશેષ પુરી થતાં તેઓ ઉભા થવા જતાં એકાએક ઢળી પડ્યા હતાં.
તેમને તુરત જ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ નિષ્પ્રાણ જાહેર કરાતાં કલ્પાંત સર્જાયો હતો. તેઓ આ શાળામાં 2011થી શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. બીજા બનાવમાં રણછોડનગર-18 પટેલવાડી પાછળ સુમતિ એપાર્ટમેન્ટમાં રહેતાં છપ્પન વર્ષના મહેશભાઇ રતિલાલ વ્યાસ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયુ હતું. તેઓ બે બહેન અને બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં તરણ પુત્ર છે તેઓ બ્રહ્મ કર્મકાંડ કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. જ્યારે ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ નુરાનીપરામાં રહેતાં છેતાલીસ વર્ષના મહમદભાઇ સલીમભાઇ સીડા સાંજે ઘરે બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તેઓ એક બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે ભુણાવા પાસે ફેક્ટરીમાં નોકરી કરતાં હતાં. આ ત્રણેય બનાવમા હાર્ટએટેકથી મૃત્યુ થયા હતાં.
આપઘાતની અન્ય ત્રણ ઘટનાઓમાં પરિવારોએ સ્વજનો ગુમાવી દીધા હતાં તેની વિગતો જોઇએ તો જસદણના નાની લાખાવડમાં રહેતાં હરેશભાઇ રોજાસરાની દિકરી તેર વર્ષની શ્રુતિ ચોવીસમી તારખે ઘરે ઝેરી દવા પી જતાં જસદણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. સારુ થતાં રજા અપાયા બાદ ફરી તબિયત બગડતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ રાતે દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ મારફત જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. બી. ઠાકોર અને કિરીટભાઇ રામાવતે પ્રાથમિક કાગળો કરી જસદણ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર શ્રુતિ એક ભાઇથી મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. નાના ભાઇ સાથે શ્રુતિને પંખો બંધ કરવા મામલે ચડભડ થતાં તેણીને માઠુ લાગી જવાથી દવા પી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જસદણ પોલીસ વધુ તપાસ કરશે.
બીજા બનાવમાં કુવાડવાના ખીજડીયા ગામે રહેતાં પચાસ વર્ષના રમેશભાઇ ટપુભાઇ સોલંકી નામના પ્રોૈઢે ે ઘરની પાછળના ભાગે જઇ કચરાનો ઢગલો કરી સળગાવતાં અને બાદમાં પોતાના કપડાને પણ આ કચરાથી સળગાવતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રમેશભાઇ સોલંકી બે બહેન અને પાંચ ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે અગાઉ સુથારી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. પરંતુ હાલમાં માનસિક બિમારી લાગુ પડી હોઇ કામ કરતાં નહોતાં. કચરો ભેગો કરી સળગાવ્યા બાદ પોતાના કપડાને પણ આગ લગાડી હતી અને દાઝી ગયા હતાં. સારવારમાં મૃત્યુ થતા શોક છવાઇ ગયો હતો.
આત્મહત્યાની ત્રીજી ઘટનામાં સુરેન્દ્રનગરના સાયલા ગામે વણકરવાસમાં રહેતાં ચાલીસ વર્ષના જીવણભાઇ મગનભાઇ મકવાણા નામના હોમગાર્ડ જવાને એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. સાયલા રહેતાં જીવણભાઇ મકવાણાએ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે ઘરે એસિડ પી લેતાં સાયલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. અહિ મૃત્યુ થયું હતું. આપઘાત કરનાર જીવણભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે હોમગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. પણ કેટલાક સમયથી માનસિક બિમારી લાગુ પડી હોઇ નોકરીએ જતા નહોતાં. આ બિમારીથી કંટાળી આપઘાત કરી લીધાનું પરિવારજનોએ જણાવ્યુ઼ હતું. આમ એક જ રાતમાં વધુ છ લોકોના મૃત્યુ નિપજતાં જે તે પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.
