દર પાંચ વર્ષે PM જુઠ્ઠાણું ફેલાવવા દિલ્હી આવે છે: કેજરીવાલ

નવી દિલ્હી, તા. 5
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના અશોક વિહારમાં રેલીને સંબોધન કરીને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના ભાષણ પર વળતો પ્રહાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના લોકોને ગાળ આપી છે.
જો તેઓ અને તેમની પાર્ટીના ટોચના નેતાઓ અહીં થતા અત્યાચારને દિલ પર લીધા હોત તો આજે ત્રણ ત્રણ ઉદ્ઘાટન કરવાની જરૂૂર પડી ના હોત. તેઓએ ઉમેર્યું કે વડાપ્રધાન દર પાંચ વર્ષે જુઠ્ઠાણું ફેલાવવા દિલ્હી આવે છે.
પીએમ મોદીના આરોપોનો જવાબ આપતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આજે પીએમ મોદીએ 39 મિનિટનું ભાષણ આપ્યું, જેમાંથી 29 મિનિટ દિલ્હીના લોકોને ગાળો આપી હતી. અમારી પાર્ટીના ટોચના નેતાઓને જેલમાં નાંખ્યા, અમારી પાર્ટી પર અત્યાચાર કરવામાં આવ્યો. આ ઉપરાંત તેમણે કહ્યું, અનેક લોકોના પાણીના બિલ ખોટા આવ્યા છે.
તેમણે ભરવાની જરૂૂર નથી. ચૂંટણી બાદ તમામ ખોટા બિલ માફ કરી દેવામાં આવશે, આશરે 12 લાખ લોકોના પાણી બિલ શૂન્ય આવે છ, પરંતુ હું જ્યારે જેલમાં ગયો ત્યારે ખબર પડી કે આ લોકોએ પાછળથી શું કર્યું હતું. લોકોને લાખો અને હજારો રૂૂપિયાના પાણી બિલ આવ્યા હતા. લોકો પાણીને લઈ ત્રસ્ત છે. દિલ્હીના લોકો કોના કારણે પરેશાન છે જાણીએ છીએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું, મેં તમામ મંચ પરથી જાહેરાત કરી છે પરંતુ આજે ઔપચારિક રીતે જાહેર કરું છું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો અમે તેમના બિલ માફ કરીશું.આ ઉપરાંત કેજરીવાલે કહ્યું, દિલ્હીના લોકો ભાજપ અને કેન્દ્ર સરકારથી નારાજ છે. પીએમ દિલ્હીવાસીઓને ગાળો આપી રહ્યા છે, દિલ્હીના લોકોનું અપમાન કરી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના લોકો ભાજપના અપમાનનો જવાબ આપશ. લોકોની ફરિયાદ છે કે પીએમ દર પાંચ વર્ષે જૂઠું બોલવા આવે છે, ખોટા વાયદા કરે છે પરંતુ પૂરા કરતાં નથી.

દિલ્હીમાં ગત બે વિધાનસભા ચૂંટણીમાં શું થયું?
2015 અને 2020ની વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીએ લગભગ સૂપડાં સાફ કર્યા હતા.
2015માં આમ આદમી પાર્ટીને 70માંથી 67 અને ભાજપને 3 બેઠક મળી હતી.
2020માં આમ આદમી પાર્ટીએ ફરી એક તરફી જીત મેળવી હતી. 70માંથી 62 સીટ જીતી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:33 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech