દસ વર્ષના બાળકને ફોસલાવી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

વિકૃતીયાઓ, હવસખોરો ક્યારે કોની સાથે શૈતાનીયત આચરે તે કહી ન શકાય : ચેતતા રહો, જાગૃત રહો

સત્તર વર્ષના સગીરને પોલીસે પકડ્યો: બીજા કિસ્સામાં વૃધ્ધા પર બે વાર દૂષ્કર્મ આચરનારાને ત્રણ ગામોમાં ડ્રોન ફેરવી પોલીસે આરોપીને શોધી કાઢ્યો: અગાઉ પણ આ ડોસીમાને બનાવ્યા હતાં શિકાર

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા.26
વિકૃતીયાઓ, હવસખોરો ક્યારે કેવી ઘટનાને અંજામ આપી દે તેની કલ્પના પણ કરી શકાતી નથી. તાજેતરમાં જ એક માસુમ બાળકી પર દૂષ્કર્મ ગુજારી તેના ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દેવાતાં તે મોતને ભેટી હતી. બીજી ઘટનામાં એક ડોસીમા પર દૂષ્કર્મ ગુજારનારો હૈવાન જામીન પર છુટ્યો હતો અને ફરીથી અગાઉ જેને શિકાર બનાવ્યા હતાં એ જ વૃધ્ધા પર દૂષ્કર્મ આચરી લીધુ હતું. આ હવસખોરને પકડવા પોલીસે બે કલાક ડ્રોનથી ત્રણ ગામના ખેતરો ફંફોળી તેને દબોચી લીધો હતો. આ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક દસ વર્ષના બાળક સાથે સત્તર વર્ષના વિકૃત ઢગાએ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરી લઇ બાળકને શિકાર બનાવ્યો હતો. આ કિસ્સામાં પોલીસે કાર્યવાહી કરી આરોપીને દબોચી લીધો હતો.
ઘટના પર નજર કરીએ તો ભરૂચ શહેરમાં શહેરમાં એક સત્તર વર્ષના તરૂણે વિસ્તારમાં નજીકમાં જ રહેતાં દસ વર્ષના સગીર સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તુરંત એક્શનમાં આવી આરોપીને શોધી કાઢ્યો હતો. આરોપી કાયદાના સંઘર્ષમાં આવતું બાળક હોઇ તેને બાળ સુધારગૃહમાં મોકલી અપાયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં એક તરફ ઝઘડિયા દુષ્કર્મ કેસ ચર્ચાની એરણે છે. ત્યારે ભરૂચમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જૂનાભરૂચ વિસ્તારમાં આવેલાં એક વિસ્તારમાં રહેતાં સત્તર વર્ષના તરૂણની વિસ્તારમાં જ રહેતાં એક દસ વર્ષના બાળક સાથે ઓળખાણ હતી. તેઓ વચ્ચે મૈત્રી હતી દરમિયાનમાં સત્તર વર્ષના તરૂણે બાળકને વાતોમાં ભોળવી લઇ ગયાં બાદ તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.
ઘટના અંગે દસ વર્ષના બાળકના પરિવારને જાણ થતાં તેમના માથે જાણે આભ ફાટ્યું હોય તેમ તેવી સ્થિતી સર્જાઇ હતી. જોકે, પરિવારે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને શોધવાની કવાયત હાથ ધરતાં તે ઝડપાઇ ગયો હતો. બાળકની ઉમર સત્તર વર્ષની હોવાથી તે કાયદાના સંઘર્ષમાં આવતું બાળક હોઇ પોલીસે તેને ભરૂચના બાળ સુધાર ગૃહમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ ભરૂચના આમોદ તાલુકાના એક ગામમાં સાધ્વી જેવું જીવન ગાળતાં સિત્તેર વર્ષીય વૃદ્ધા પર પાંત્રીસ વર્ષ્યિ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. વૃદ્ધા ઝૂપડાં જેવી ઓરડીમાં રહી બકરાઓનું પાલન કરવા સાથે ખેતરમાં કામ કરી ગુજરાન ચલાવે છે. તેમની ઓરડીમાં શૈલેષ રાઠોડે રાત્રીના સમયે ઘુસી જઇ દૂષ્કર્મ આચરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. આમોદ પીઆઇ આર. બી. કરમટીયા,એલસીબી પીઆઇ એમ. પી. વાળા સહિત તેમની ટીમોએ આરોપીના સગડ મેળવવા અલગઅલગ વ્યૂહરચના હાથ ધરી હતી. આરોપી તેના ઘરે ન મળતાં તે આસપાસના કોઇ ખેતરોમાં સંતાયો હોવાની શક્યતાઓને લઇને પોલીસે આસપાસના ગામોની સીમમાં ખેતરોમાં ડ્રોન ઉડાવી તેને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે આરોપી આમોદના જ કેરવાડા ગામની સીમમાં આંટાફેરો મારતો હોવાની બાતમી મળતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે છેલ્લાં એક સપ્તાહમાં તેણે બેવાર વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના પગલે ટીમે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. બે કલાક સુધી ત્રણ ગામની સીમમાં ડ્રોન ઉડાવી એક હજાર એકર કરતાં વધારે વિસ્તાર ફંફોળવામાં આવ્યો હતો અને અંતે આરોપી કેરવાડા ગામમાંથી એલસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.?
ઝડપાયેલાં આરોપીની ઉંમર 35 વર્ષથી થઇ ગઇ હોવા છતાં તેના લગ્ન થયાં ન હતાં. તે રખડાળું જેવું જીવન જીવતો હતો. સાધ્વીનું જીવન જીવતી વૃદ્ધા સાથે ગત વર્ષે પણ દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં જામીન મળતાં તે જેલમાંથી બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધાને ટાર્ગેટ કર્યા હતા. આજે પોલીસે આરોપીનું સરઘસ કાઢીને ઘટનાનું રિ-ક્ધટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપીએ પોતે કરેલા કાંડ પોલીસ સમક્ષ વર્ણવ્યા હતા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:41 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech