વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રોહિણી સ્થિત જાપાનીઝ પાર્કમાં રેલીને સંબોધી હતી
નવી દિલ્હી, તા.5
દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન મોદી રવિવારે રાજધાનીમાં 12,200 કરોડ રૂૂપિયાથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. છેલ્લા 3 દિવસમાં દિલ્હીમાં મોદીનો આ ત્રીજો કાર્યક્રમ છે.આજે તેમણે સૌપ્રથમ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ ’નમો ભારત’ કોરિડોરના સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સુધીના સેક્શનનું ઉદ્ઘાટન કર્યું. આ 13 કિલોમીટર લાંબો માર્ગ 4600 કરોડ રૂૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ દિલ્હીની પહેલી ’નમો ભારત’ કનેક્ટિવિટી છે, જે મેરઠને જોડશે.
રેપિડ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા વડાપ્રધાન મોદીએ પોતે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ લીધી હતી. તેમણે પોતાના મોબાઈલના ચછ કોડ દ્વારા પેમેન્ટ કર્યું હતું. આ પછી તેઓ ટ્રેનમાં સ્કૂલના બાળકોને મળ્યા હતા. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રોહિણી સ્થિત જાપાનીઝ પાર્કમાં રેલીને સંબોધી હતી. આપ સરકાર પર વડાપ્રધાનેએ કહ્યું- માત્ર ભાજપ જ દિલ્હીનો વિકાસ કરી શકે છે. છેલ્લા 10 વર્ષમાં દિલ્હીએ જે પ્રકારની રાજ્ય સરકાર જોઈ છે. જે કોઈ આફતથી ઓછી નથી. આજે દિલ્હીના લોકોને આ વાત સારી રીતે સમજાઈ ગઈ છે. હવે દિલ્હીમાં માત્ર એક જ અવાજ ગુંજાઈ રહ્યો છે. આફત સહન નહીં થાય, બદલીને જ રહીશું. હવે દિલ્હી વિકાસનો પ્રવાહ ઈચ્છે છે. મને ખુશી છે કે દિલ્હીને ભાજપમાં વિશ્વાસ છે. ત્રીજી મોટી અર્થવ્યવસ્થા પર પીએમએ કહ્યું- દિલ વાળાની દિલ્હીના લોકોનો આ ઉત્સાહ, આ હિંમત ખરેખર અદ્ભુત છે. આપ સૌને અભિનંદન. અમે 2025માં છીએ. આવનારા 25 વર્ષ દિલ્હીના ભવિષ્ય માટે, ભારતના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 25 વર્ષોમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે. વિકસિત ભારતની આ યાત્રાને આપણે આપણી આંખે જોઈ શકીશું. અમે તેના ભાગીદાર બનીશું. આનાથી ભારત આધુનિકતાના નવા તબક્કામાંથી પસાર થતું જોવા મળશે. વિકસિત ભારતની આ યાત્રામાં એક મોટો પડાવ ટૂંક સમયમાં આવવાનો છે. જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે. ડબલ એન્જિન સરકાર પર, કેન્દ્રની ભાજપ સરકારે દિલ્હીની સુરક્ષા, આરોગ્ય અને વિકાસ કાર્યો માટે 75 હજાર કરોડ રૂૂપિયાથી વધુ આપ્યા છે. અમે દિલ્હીને વિશ્વની એવી રાજધાની બનાવવા માંગીએ છીએ, જેમાં ભારતની ધરોહરની ભવ્યતા જોવા મળે. દિલ્હીને એવા વિકાસની જરૂૂર છે, જે વિશ્વ માટે શહેરી વિકાસનું મોડેલ બને. આ ત્યારે જ થઈ શકે જ્યારે દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપની સરકાર કામ કરે. દિલ્હીના ભવિષ્યને લઈને ભાજપે દિલ્હીમાં પોતાના શ્રેષ્ઠ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. હું તમામ ઉમેદવારોને કહીશ કે દિલ્હીનું દિલ જીતવાની આ સુવર્ણ તક છે. અમારી સાથે જોડાઓ અને સખત મહેનત કરો અને દિલ્હીને આફતમાંથી મુક્ત કરો. આપણી દિલ્હીને વિશ્વના અનેક શહેરોમાંથી એક બનાવવાનો અમારો સંકલ્પ છે.
