દિવ્યાંગ ખેલાડીઓ માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર : શાહ

ગુજરાત દેશમાં સૌથી વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય બન્યું : અમદાવાદના સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં વર્ષ 2036ની ઓલિમ્પિક રમતો રમાડવી એ જ ભારતનો સંકલ્પ

ગાંધીનગર, તા. 9
ગાંધીનગર ખાતે રૂૂ. 316.82 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું. મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં નાગરિકલક્ષી ડિજિટલ સેવા કેન્દ્રોની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર (ઈજઈ) વચ્ચે સમજૂતી કરાર (ખજ્ઞઞ) સંપન્ન થયા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આ સમારોહમાં પધારેલા ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર ગુજરાતમાં કાર્યરત થશે.
ગુજરાતના પેરા એથ્લિટ્સને વિશ્વ કક્ષાની તાલીમ મળે, રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, પહેલાના સમયમાં દિવ્યાંગજનો માટે લોકો તિરસ્કૃત શબ્દો વપરાતા હતા, જેનાથી તેમનામાં લઘુતાગ્રંથિનું નિર્માણ થતું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને દિવ્યાંગ જેવો સન્માનજનક શબ્દ આપીને દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ ભરી દીધો છે. એ જ આત્મવિશ્વાસ થકી આજે દરેક ક્ષેત્રે દિવ્યાંગજનોનું પરફોર્મન્સ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ભારતમાં નોંધાય છે. તેમણે ઉમેર્યું હતું કે, ભગવાને જ્યારે કોઇ માણસને કોઈ ઉણપ આપી હોય, ત્યારે તેની સામે ઈશ્વરે તેને વધુ એક દિવ્ય શક્તિ પણ આપી હોય છે. એટલા માટે જ, વડાપ્રધાને તેમને દિવ્યાંગ જેવો સન્માનજનક શબ્દ આપ્યો છે. આ દિવ્યાંગ ખેલાડીઓની પ્રેક્ટીસ-ટ્રેઈનીંગને વધુ કાર્યક્ષમ બનાવવામાં આ પરફોર્મન્સ સેન્ટર ખૂબ જ ઉપયોગી નીવડશે, તેમ કહી કેન્દ્રીય મંત્રીએ આ સેન્ટરમાં ઉપલબ્ધ થનારી સુવિધાઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી.
આગામી સમયમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં આવેલા – સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં 10 મોટા સ્ટેડીયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ 10 સંકુલોમાં જ વર્ષ 2036ના ઓલિમ્પિકની રમતો રમાડવા માટે ભારતે સંકલ્પ કર્યો છે.
આ આયોજનની તૈયારીઓ પણ ગુજરાતે અત્યારથી જ શરુ કરી છે. ભારત અને ગુજરાત સરકારે દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેની ફલશ્રુતિરૂૂપે આજે દેશના પેરા એથ્લિટ્સ પેરા ઓલિમ્પિકમાં મેડલ મેળવીને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. આ સંદર્ભે તેમણે ગુજરાતની પેરા ટેબલ ટેનીસ ખેલાડી ભાવિના પટેલનું ઉદાહરણ આપીને આગામી સમયમાં પેરા ખેલાડીઓ વધુમાં વધુ મેડલ મેળવીને દેશનું ગૌરવ વધારશે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
મલ્ટી યુટીલીટી સ્પોર્ટસ સેન્ટર, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર જેવી ઉચ્ચતમ સુવિધાઓથી દિવ્યાંગ ખેલાડીઓ સહિત રમતવીરોનું કન્ડિશનિંગ અને ઉચ્ચ ટ્રેનિંગ સરકાર પૂરી પાડે છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી અને ગૃહ મંત્રીના માર્ગદર્શનમાં દેશ હવે ઓલિમ્પિક્સ રમતો માટે સજ્જ થઈ રહ્યો છે.
ગુજરાતના ખેલાડીઓને આવી વિશ્વ સ્પર્ધાઓમાં ઉજ્જવળ પ્રદાન માટે વડાપ્રધાને શરૂૂ કરાવેલા ખેલ મહાકુંભને પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ પેરા ઓલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરીને મેડલ્સ મેળવતા થયા છે, તેની પણ વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.
મુખ્યમંત્રીએ 316 કરોડના ખર્ચે નિર્માણ થનારું આ સેન્ટર આવનારા દિવસોમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે વર્લ્ડ સ્પોર્ટ્સ ક્ષેત્રે પર્દાપણનું કેન્દ્ર બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:20 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm