દીપાવલી પર્વ અને નૂતન વર્ષની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

વિક્રમ સંવત 2081નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે

દિપાવલી અને નૂતન વર્ષ પ્રકાશ પર્વ સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને વિકસિત ભારત 2047ના વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ કરીએ

રાજકોટ મિરર, ગાંધીનગર તા.30

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવત 2081ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરણા આપે છે. મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત2047ના વિઝનને સાકાર કરવા અર્નિંગ વેલ, લિવિંગ વેલના કર્મમંત્ર સાથે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. વડાપ્રધાનનું આ વિઝન વિકસિત ગુજરાતથી પાર પાડવા સૌ ગુજરાતીઓ નૂતન વર્ષે સંકલ્પબદ્ધ બને તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. વિઝનરી લીડર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસના નાંખેલા મજબૂત પાયાને દરેક ગુજરાતી બાંધવોના સહિયારા પ્રયાસથી આપણે સાતત્યપૂર્ણ વિકાસની વૈશ્વિક બુનિયાદ બનાવવી છે તેમ પણ મુખ્યમંત્રીએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે. દિવાળીના આ પર્વે જન-જનનાં મનમાં સકારાત્મકતાની ઉમંગ જ્યોત ઝળહળતી થાય તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે. આવનારું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલ કામનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી છે. ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વધુને વધુ આગળ ધપાવવાના દૃઢ સંકલ્પ સાથે સૌ કૃતનિશ્ચયી બની દીપોત્સવના વધામણાં કરે તેવી અંતરની શુભકામનાઓ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીપાવલી સંદેશમાં પાઠવી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:23 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech