નગરપાલિકા-તાલુકા પંચાયતમાં 57 ટકા મતદાન

2018ની સરખામણીએ 8 ટકા મતદાન ઘટયું : મતદાનના ઘટાડાથી કોને ફટકો?

રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં સરેરાશ 53.95 ટકા મતદાન જ્યારે 6 તાલુકા પંચાયતની બેઠકો પર 48.86 ટકા મતદાન

રાજકોટ,તા.16
ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ અને 3 નગરપાલિકા પંચાયત સહિત સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી તથા પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું. મળતી માહિતી માહિતીમુજબ સાંજના 6 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે અને કહી શકાય કે 5000 થી વધુ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું છે. ગત વર્ષ 2018માં યોજાયેલી 75 નગરપાલિકામાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું ત્યારે 2018ની સ્થિતિએ કુલ 8 ટકા મતદાનમાં ઘટાડો આવ્યો છે. 5000 થી વધુ ઉમેદવારોનું ભાવી 18 ફેબ્રુઆરીના રોજ ખ્યાલ આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ થઈ છે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્રની ચૂંટણી પણ યોજાઈ હતી.
રાજકોટ જિલ્લામાં ગઈકાલે સવારના 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. જેમાં જસદણ, જેતપુર, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ કુલ પાંચ નગરપાલિકામાં કુલ 42 વોર્ડમાં 161 બેઠક માટે 317 મતદાન મથકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. બીજી તરફ ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણ થઈને કુલ 4 તાલુકા પંચાયતની 6 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં 33 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા હતાં. મળતી માહિતી મુજબ પાંચ નગરપાલિકાના 205 અને 4 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 20 સંવેદનશીલ મતદાન મથકો હતાં. એટલે કહી શકાય કે કુલ 225 સંવેદનશીલ મતદાન મથકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ગઈકાલ સાંજના છ વાગ્યાની સ્થિતિએ રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણી અંગે જો માહિતી મેળવવામાં આવે તો જસદણમાં કુલ 26 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં જસદણનું સરેરાશ મતદાન 52.14 ટકા નોંધાયું અને આ બેઠક પર 11021 પુરૂષો તથા 9019 સ્ત્રીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એવી જ રીતે જેતપુર નવાગઢ બેઠકની વાત કરવામાં આવે તો 44 બેઠક પરની ચૂંટણીમાં 52.54 ટકા મતદાન થયું જેમાં 30524 પુરૂષો તથા 24408 સ્ત્રીઓએ મતદાન કર્યુ હતું. અત્યંત સંવેદનશીલ ગણાતી ધોરાજીની 36 બેઠકો પર 51.33 ટકા મતદાન થયું જેમાં 18944 પુરૂષો અને 16141 સ્ત્રીઓએ મતદાન કરી ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કરાવ્યું હતું. સર્વાધિક મતદાન ભાયાવદરની 24 બેઠકો પર નોંધાયું જેમાં મતદાન કુલ 59.86 ટકા થયું જેમાં 5019 પુરૂષો અને 4113 સ્ત્રીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વાત આવે ઉપલેટા નગરપાલિકાની 31 બેઠકો પરનો તો આ બેઠક પર કુલ 53.08 ટકા મતદાન થયું છે. જેમાં 13135 પુરૂષો અને 11226 મહિલાઓએ મતદાન કર્યુ હતું. એમ સરેરાશ રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા બેઠક પર 53.95 ટકા સરેરાશ મતદાન નોંધાયું. તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો ગોંડલની સુલતાનપુર બેઠક પર કુલ 45.26 ટકા મતદાન નોંધાયું જેમાં 2972 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વાત કરવામાં આવે તો ઉપલેટાના ડુમીયાણી બેઠકની તો આ બેઠક પર સર્વાધિક 67.10 ટકા મતદાન થયું અને 4249 મતદારો પૈકી 2851 મતદારોએ મતદાન કર્યુ હતું. એવી જ રીતે ઉપલેટાની મોટી પાનેલી બેઠક પર 42.45 ટકા મતદાન થયું જેમાં કુલ મતદારોનું સંખ્યા 5237 હતી અને તેમાં કુલ 2223 મતદારોએ મતદાન કર્યુ હતું. જસદણની જો વાત કરવામાં આવે તો આંબરડી બેઠક પર 44.49 ટકા મતદાન અને ભાડલામાં 47.35 ટકા મતદાન થયું છે અને બાકી રહેતી જેતપુરની પીઠડીયા બેઠક પર કુલ 52.29 ટકા મતદાન થયું જેમાં કુલ મતદારોની સંખ્યા 5722 છે જેમાંથી 2992 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ રાજકોટ જિલ્લામાં 48.86 ટકા મતદાન નોંધાયું છે.

જસદણ નગરપાલિકામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન થયું પૂર્ણ
જસદણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવા મતદારોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો, વડીલો તેમજ મહિલાઓ સવારમાં જ મતદાન કરવા ઉમટ્યા હતા. જસદણ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં હાલ શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે, રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા એમ પાંચ નગરપાલિકા તથા ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. મતદાન નિમિત્તે ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકની પેટા ચુંટણીમાં મતદાન કરવા માટે યુવા-વૃદ્ધ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરીને લાકડીના ટેકે મતદાન મથકે આવતા વડીલોને અહીં ફરજ પરના પોલીસ કર્મીઓ દ્વારા તેઓને સહારો આપી મતદાન કરવામાં મદદરૂૂપ બનતા જોવા મળ્યા હતાં. તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક માટે ચૂંટણી ભાજપ કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રતિસ્પર્ધામાં ભાજપના મહિલા વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયા અને કોંગ્રેસના નલીનાબેન ગોપાલભાઈ કુંજડીયા વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે.નોડલ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમના માર્ગદર્શનમા ચૂંટણી દરમિયાન મતદાન મથકમાં કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે બોડી કેમેરા સાથે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..

નગરપાલિકા ચૂંટણીમાં કુલ 6 બેલેટ યુનિટ અને 4 કંટ્રોલ યુનિટ આવ્યા બદલવામાં
ગઈકાલે સમગ્ર રાજ્યમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે ત્યારે રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા બેઠકની જો વાત કરવામાં આવે તો ગઈકાલના મતદાન સમયે કુલ 6 બેલેટ યુનિટને ટેકનીકલ ક્ષતિના કારણે બદલવામાં આવ્યા હતાં. તો સામે ચાર કંટ્રોલ યુનિટને પણ બદલવામાં આવ્યા હતાં. બેઠક મુજબ જો આ અંગે વાત કરવામાં આવે તો જેતપુર નવાગઢ બેઠકમાં કુલ બે બેલેટ યુનિટ અને એક કંટ્રોલ યુનિટ બદલવામાં આવ્યું હતું. જ્યારે ધોરાજી બેઠકમાં કુલ 3 બેલેટ યુનિટ અને 2 કંટ્રોલ યુનિટ બદલવામાં આવ્યાં. સાથોસાથ ઉપલેટા બેઠકમાં કુલ 1 બેલેટ યુનિટ અને એક કંટ્રોલ યુનિટ બદલવામાં આવ્યું હતું.
ધોરાજી નગરપાલિકાના આપ ઉમેદવારના પિતાનું મતદાન મથક પર હાર્ટએટેકથી મોત
રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ કંડોલીયાના પિતા હરસુખભાઈ કંડોલીયા મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા ત્યાં જ તેઓનું મોત નિપજ્યું હતું. સારવાર અર્થે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
11:10 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech