ન્યારીમાં સૌની યોજનાનું પાણી ઠલવાયું

એપ્રિલ અને મે મહિનામાં કેનાલનું મેન્ટેનન્સ કામ ચાલુ થતું હોવાથી હાલ ન્યારીને પણ સૌનીથી ભરવા તખતો કરાયો તૈયાર

રાજકોટ, તા. 5
સૌની યોજના મારફતે રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ભરવામાં આવે છે ત્યારે ન્યારી ડેમને પણ પાણીની અછતનો સામનો ન કરવો પડે ત્યારે ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે કે ન્યારીને પણ સૌનીથી ભરવામાં આવે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એપ્રિલ મહિનાથી સૌરાષ્ટ્રમાં સૌની યોજના ન પાણી નહીં મળે કારણ કે હાલ નર્મદા કેનાલનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મહાનગરપાલિકા અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ઇલેક્શનનું વર્ષ હોવાથી પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી નો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ બંને જીવા દોરી સમાન ડેમોને સૌની યોજના મારફતે ભરવામાં આવે તે માટેની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બેડી ખાતે જે પાઇપલાઇન મૂકવામાં આવી છે તેના મારફતે 135 એમ. એલ.ડી પાણી અન્ય કોઈ પણ વૈકલ્પિક રીતે ચાલુ રહે તે માટે સરકાર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે.
ત્રણ દિવસથી આજી-1 ડેમમાં તો સૌની યોજનાનું પાણી ઠલવવાનું શરૂૂ થઇ ગયું છે. તેવામાં હવે આજથી ન્યારી-1 ડેમ માટે પણ પમ્પીંગ શરૂૂ કરાતા ન્યારીમાં પણ સૌનીનું પાણી શરૂૂ થઇ જાય તેવા નિર્દેશ છે.
સરકાર એપ્રિલ અને મેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવતી સૌની યોજનાની કેનાલ બંધ કરવાની છે. બે મહિનાથી અન્ય વિકલ્પોની તૈયારી ચાલી રહી છે. એપ્રિલમાં ઉનાળો ધગધગવા લાગ્યો હશે ત્યારે પાણીની કોઇ મુશ્કેલી ન પડે તે માટે આયોજન ચાલુ છે. સરકારે એડવાન્સમાં આજી અને ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી ઠલવવાનું શરૂૂ તો કરી દીધુ છે.
પરંતુ વર્ષોથી પાઇપલાઇન મારફત બેડી ખાતે આવતું નર્મદા યોજનાનું 33 ટકા જેટલું પાણી બંધ થાય એટલે મુશ્કેલી પડે તેમ છે. બેડી ખાતેથી ઇસ્ટ ઝોન અને નવા ભળેલા તથા ન્યારા હેઠળ આવતા વિસ્તારોને પાણી પહોંચાડવામાં આવે છે. અન્ય વિસ્તારોને ડેમો મારફત પાણીની સપ્લાયની વ્યવસ્થા ગોઠવાયેલી છે. ડેમો તો સરકાર છલોછલ ભરી દેશે, પરંતુ પાઇપલાઇન મારફત આવતું આ પાણી બંધ થાય તો મુશ્કેલી થવા ચિંતા છે. આથી આટલો જથ્થો અન્ય કોઇ પણ રસ્તેથી રાજકોટને ચાલુ રહે તે અનિવાર્ય છે.
યોજાયેલી બેઠકમાં મહાનગરપાલિકાના સત્તાધીશોએ પાણીની હાલની અને એપ્રિલ માસની સંભવિત સ્થિતિનો રિપોર્ટ રજૂ કર્યો હતો જે બાદ સરકારને રૂૂબરૂૂ માહિતગાર કરવા નિર્ણય પણ લેવામાં આવ્યો હાલ આજીડેમમાં પાણી સૌની યોજના મારફતે ઠાલવવાનું શરૂૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ન્યારી ડેમમાં પણ એક પંપ ચાલુ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સરકારનું માનવું છે કે આજે અને ન્યારી ડેમ એપ્રિલ માસ પૂર્વે જ ભરાઈ જાય તો ઉનાળામાં અન્ય કોઈ પ્રશ્ન ઊભો ન થાય

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:15 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm