પાયલ હોસ્પિટલ CCTV ફૂટેજ પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસે સુરત-મહારાષ્ટ્રમાંથી વધુ ત્રણને દબોચ્યા

એક સુરતનો અને બે મહારાષ્ટ્રના ભેજાબાજો પકડાયા : ધરપકડ આંક 6 એ પહોચ્યો : અગાઉ પકડાયેલા ત્રણેય રિમાન્ડ પર

અમદાવાદ, તા.23
રાજકોટ અને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની સતર્કતાને કારણે શહેરની પાયલ હોસ્પિટલના સીસી ફૂટેજ લીક પ્રકરણમાં અગાઉ અમદાવાદ પોલીસે 3 શખ્શોની ધરપકડ કરીને ત્રણેયને સાત દિવસના રિમાન્ડ પર લીધા છે. તે દરમિયાન વધુ 3 આરોપીઓને અમદાવાદ પોલીસે સુરત અને મહારાષ્ટ્રમાંથી ઝડપી લઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ પ્રકરણમાં ધરપકડનો આંક 6 એ પહોંચ્યો છે. આજે પકડાયેલા ત્રણેય શખ્શોની પણ રિમાન્ડ માંગવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.
મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયૂબ અને ટેલીગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદા ધંધાનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર અને યુ.પી.ના ત્રણ સૂત્રધારને પકડી પાડયા હતા. રાજકોટ સહિત દેશની અનેક હોસ્પિટલો અને મોલના સીસીટીવી વાઈફાઈ હેક કરીને મહિલાઓના સીસીટીવી ફૂટેજ મેળવી લઈને યુ ટ્યૂબ કે ટેલીગ્રામ ઉપર વેચાણ માટે મૂકવામાં આવતા હતા.
અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રના લાતુરથી પકડેલો પ્રજવલ તૈલી, સાંગલીનો પ્રજ પાટીલ અને યુ.પી.ના પ્રયાગરાજનો રહીશ ચંદ્રપ્રકાશ ફુલચંદ યુ-ટ્યૂબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપ્સ બનાવીને મહિલાઓના બિભત્સ સીસીટીવી ફૂટેજ વીડિયો રૂ. 800થી 4000 રૂપિયામાં વેચતા હતા. યુઝર આઈડી, પાસવર્ડ આપીને માનસિક વિકૃતિ સંતોષવાના નામે કરોડોની કમાણીનું નેટવર્ક ચલાવતા હતા. સીસીટીવી હેક કરવામાં આરોપીઓને એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદ મળતી હોવાની વિગતો પણ સામે આવી હતી. ક્રાઇમબ્રાંચની પાંચ જેટલી અલગ અલગ ટીમ બનાવીને તમામને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે હાર્ડ ડીસ્ક, મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ, લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
રાજકોટની હોસ્પિટલના સીસીટીવી હેક કરીને વાઇરલ કરવાના મામલે ગુનો નોંધવાની સાથે જ ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હા , ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાજયન, સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયા અને ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલને અલગ અલગ ટાસ્ક આપીને પાંચ જેટલા પીઆઇની ટીમ બનાવીને મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ મોકલી હતી. સતત 48 કલાક સુધી કો-ઓર્ડીનેટ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પાયલ મેટરનીટી હોસ્પીટલના સંચાલકો પહેલેથી જ કહેતા હતા કે, ગાયનેક સારવારના સીસી ફૂટેજ પ્રજા વચ્ચે મૂકવાનો હોસ્પિટલના કોઈ સ્ટાફનો હાથ નથી પણ આરોગ્ય તંત્રના નિયમોને નેવે ચડાવીને માત્રને માત્ર હોસ્પીટલની સલામતી માટે લેબર રૂમ-વોર્ડમાં આવી રીતે સીસી કેમેરા રાખવા તે પણ એક પ્રકારનો ગુન્હો જ હોવાનું બુદ્ધીજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે. અગાઉ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ મીડિયાને કહી ચૂક્યા છે કે, ગાયનેક હોસ્પિટલોમાં જ્યાં મહિલાઓને ગાયનેક ટ્રીટમેન્ટ અપાતી હોય ત્યાં સીસી કેમેરા ન મૂકી શકાય અને આ વાત સામે સંબંધિતો કસુરવાર જ ગણાય. ત્યારે આ મુદ્દે આરોગ્ય તંત્ર કે પોલીસ હોસ્પિટલ સંચાલકો સામે શું શિક્ષાત્મક પગલાં ભરશે ? તે સમય જ બતાવશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:11 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm