પાર્ટી પ્લોટ પર GSTના રાજ્ય વ્યાપી દરોડા

200 કરોડથી વધુની જીએસટી ચોરી પકડાઈ રાજકોટ સહિત રાજ્યભરમાં ગઈકાલથી તપાસ શરૂ

રાજકોટ, તા. 21.
છેલ્લા ઘણા સમયથી જીએસટી વિભાગ દ્વારા અનેકવિધ જગ્યાઓ અને અનેક ક્ષેત્રોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ હાલ ગઈકાલે રાજ્ય વ્યાપી દરોડામાં જે પાર્ટી પ્લોટ હોય તેના પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સુરતમાં લગ્ન સિઝનને ધ્યાને લઈ જીએસટી વિભાગની કામગીરી જોવા મળી હતી અને કુલ 100 કરોડના જીએસટી ચોરી પણ સામે આવી હતી. રાજકોટ સુરત અને અમદાવાદમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આશરે રાજ્યના 30થી વધુ પાર્ટી પ્લોટ પર તવાય બોલાવવામાં આવી હતી. આવનારી વિગતો સામે એ આવી છે કે ઘણા ખરા પ્લોટ ધારકો પાસે જીએસટી નંબર પણ નથી જેને લઈને ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા છે એટલું જ નહીં તેમના દ્વારા સિદ્ધિજ જીએસટી ચોરી આચરવામાં આવી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
પ્લોટ ધારકોએ 18 ટકા ટેક્સ ચૂકવ્યો નહીં હોવાનું તપાસમાં સામે આવ્યું છે,GST અધિકારીઓએ CCTV પણ ચેક કર્યા છે સાથે સાથે પાનેતર, શેરવાની, સુટના વેપારીઓ પણ જીએસટી વિભાગની રડારમાં આવી ગયા હોવાની વાત છે.પ્લોટના માલિકોનો જેટલો વકરો એટલો સીધો નફો જેવી સ્થિતિનું સર્જન થયું છે,જ્યારે હજુ પણ 30થી વધુ પાર્ટી પ્લોટ જીએસટી વિભાગના નિશાને હોવાની વાત છે. ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) વિભાગ દ્વારા હાલ ગુજરાતમાં અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં કરચોરી પકડવા માટે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં ડિરેક્ટર જનરલ ઓફ્ GST ઇન્ટેલિજન્સ (DGGI)ના રિસર્ચના આધારે સેન્ટ્રલ GST (CGST)એ અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને આણંદ સહિત રાજ્યમાં 25 સ્થળોએ ઓઇલના વેપારીઓ તેમજ સ્ક્રેપના ડીલર્સ ઉપર સર્ચ અને દરોડાની કાર્યવાહી હાથધરી છે.
સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી ના સંયુક્ત દરોડામાં ખૂબ મોટી કરચોરી સામે આવી છે અને કરોડોમાં જીએસટી ચોરી થઈ હોવાનું પણ માલુમ પડી રહ્યું છે ત્યારે સેન્ટ્રલ એજન્સી પોતાના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે હાલ દરેક સંભવત પ્રયત્નો કરી રહ્યું છે જેને ધ્યાને લઈને જ હાલ રાજ્ય વ્યાપી દરોડા જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં રૂ. 200 કરોડથી વધુની કરચોરી સામે આવી છે.મળતી વિગતો મુજબ જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડામાં બોગસ પર્ચેસ બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી અને GST અધિકારીઓએ બિલો, બેન્ક ખાતા સહિત કમ્પ્યુટરના ડેટાની તપાસમાં કરોડોની કરચોરી પકડાઈ હતી. સૌરાષ્ટ્ર વિસ્તારના એક પૂર્વ ધારાસભ્યના ભાઈ અને તેમની પત્નીના નામે ચાલતી અમદાવાદમાં આવેલી કંપનીમાં મોટી રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.
તો બીજી તરફ સ્ટેટ GST ટીમે રાજકોટમાં રમકડાંની પેઢીમાં દરોડા પાડ્યા છે. યાજ્ઞિક રોડ પર સીમંધર ટોય્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરાઈ હતી. રમકડાના વેપારીઓ કરચોરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેના પગલે અધિકારીઓએ 6 દુકાનોને સીલ કરી દીધી છે. દુકાન અને પેઢીમાંથી બેનામી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી પણ શક્યતા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:42 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech