પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ક્રેશ: બે પાઈલટ સહીત ત્રણ શહીદ

શહીદ જવાનોના મૃતદેહ સ્થાનિક ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા : લેન્ડીંગ સમયે ઘટના

રાજકોટ મિરર, તા.5
પોરબંદરમાં કોસ્ટગાર્ડના એર એન્કલી પર આજે લેન્ડીંગ સમયે ક્રેશ થયેલા હેલીકોપ્ટરમાં બે પાઈલટ સહીત કોસ્ટગાર્ડના ત્રણ જવાનો શહીદ થયા હતા. તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાથી કોસ્ટગાર્ડ પરિવારજનોમાં શોક વ્યાપ્યો હતો.
પોરબંદર ખાતે કોસ્ટગાર્ડનું હેડકવાર્ટર છે. તેમજ અહીં એરપોર્ટ નજીક કોસ્ટગાર્ડનું એર એન્કલીવ આવેલું છે. આજે બપોરના 12 વાગ્યા આસપાસ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર લેન્ડ થઈ રહ્યું હતું તે દરમિયાન તે એકાએક થતાં મોટો ધડાકો થયા બાદ આગ ભભૂકતા પાયલોટ સહિતના ત્રણ જવાનો સુધીરકુમાર યાદવ, મનોજકુમાર અને સૌરભ નામના ત્રણ જવાનો શહિદ થયા હતા.
કોસ્ટગાર્ડના ડીઆઇજી અને જિલ્લા પોલીસવડા ઘટનાસ્થળે પહોંચ્યા હેલિકોપ્ટર ક્રેશ થતાં એર એન્કલી ખાતે રહેલા ફાયર બ્રિગેડ તાત્કાલીક દોડી ગયું હતું અને પાણીનો મારો ચલવી આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તો પોરબંદર ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. તેમના મૃતદેહને બહાર કાઢી અને પીએમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે કોસ્ટગાર્ડના ડીઆઇજી પંકજ અગ્રવાલ તેમજ જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ બનવાને લઇ સુરક્ષા એજન્સીમાં ભારે ગમગીની જોવા મળી હતી. બનાવને અનુસંધાને સુરક્ષા એજન્સીની કમિટી તપાસ આર્થે પોરબંદર આવીને ઊંડી તપાસ કરે તેવી શક્યતા છે.
રૂૂટીન કામગીરી દરમિયાન ઘટના બની પોરબંદર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં પ્રાથમિક વિગત આપતા જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડની રૂૂટીન કામગીરીના ભાગરૂૂપે હેલિકોપ્ટરે ઉડાન ભરી અને પરત ફરી રહ્યું હતું તે દરમ્યાન બપોરના 12:10 મિનિટે ક્રેશ થવાની ઘટના બની હતી. આ બનાવને લઇ વઘુ તપાસ ચાલી રહી છે.વિગતો મળી હતી કે, પોરબંદરમાં 4 મહિનામાં બીજી વખત હેલિકોપ્ટર ક્રેશનો બનાવ બન્યો છે. છે. આજથી 4 મહિના પહેલા એટલે કે 2-9-2024 ના રોજ દરિયામાં બોટના ખલાસીના રેસ્કયૂ સમયે ભારતીય કોસ્ટ ગાર્ડનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ધ્રુવ) ક્રેશ થવાની ઘટના બની હતી. જેમાં પણ 3 જવાનો શહિદ થયા હતા. આજની ઘટનામાં હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં ત્રણ જવાનો શહિદ થયા છે. છેલ્લા ચાર માસમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની બે ઘટનામાં છ જવાનો શહીદ થયા છે.
ધ્રુવ હેલીકોપ્ટરને નડી ત્રણ દુર્ઘટના
અરબ સાગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ થયું હતું. મુંબઈથી ઉડાન ભરનાર ભારતીય નૌકાદળના એએલએચ ધ્રુવનું અરબ સાગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ થયું હતું. આ ઘટના 8 માર્ચની સવારે ત્યારે બની, જ્યારે નેવી આ હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ માટે રવાના થઈ હતી.
પાવર અને હાઇટના અભાવે પાઇલટે હેલિકોપ્ટરને પાણીમાં(ડિચિંગ) ઉતરાણ કર્યું હતું.
આ ઘટનાની જાણકારી ઇન્ડિયન નેવીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી હતી, જેમાં લખ્યું હતું કે મુંબઈથી નિયમિત ફ્લાઈટમાં ટેકઓફ કરનાર અકઇંને ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું. સેનાએ તરત જ અન્ય એરક્રાફ્ટ મોકલીને ત્રણ ક્રૂ-મેમ્બરને બચાવ્યા હતા.
બીજી દુર્ઘટના
26 માર્ચે કેરળમાં ધ્રુવ હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ ભારતીય કોસ્ટ ગાર્ડના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ માર્ક હેલિકોપ્ટરની ટેસ્ટ ફ્લાઈટનું કેરળના કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે દુર્ઘટના ટલી હોય તેમ માત્ર એકને ફ્રેકચર જેવી ઈજા થઇ હતી.
ત્રીજી દુર્ઘટના
કિશ્તવાડમાં 4 મેના રોજ થયેલા અકસ્માતમાં 1 જવાનનું મોત, બે ઘાયલ 4 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં અકઇં ધ્રુવ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલટ ઘાયલ થયા હતા, પરંતુ કારીગર પબલ્લા અનિલનું મોત થયું હતું.
વિદેશી સેનાઓ પણ ધ્રુવ હેલિકોપ્ટર ઉડાવે છે નેપાળ, મોરિશિયસ અને માલદિવ્સના સુરક્ષા દળો પણ ધ્રુવ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. અગાઉ એક્વાડોરે પણ ભારત પાસેથી સાત ધ્રુવ હેલિકોપ્ટર ખરીદ્યાં હતાં, પરંતુ તેમાંથી ચારના અકસ્માતને કારણે તેણે ઇંઅક સાથેનો કરાર રદ કર્યો હતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:33 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech