બામણબોરમાં આઠ પ્લોટ સરકાર પરત ખેંચશે

વર્ષો પહેલા ઔદ્યોગિક અને સખાવતી પ્રવૃત્તિઓ માટે આપવામાં આવેલા પ્લોટ પર આજ દિન સુધી કોઈ ગતિવિધિ ન થતા પ્રાંત અધિકારીએ લીધો નિર્ણય

રાજકોટ, તા. 10
કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકાર ઔદ્યોગિક એકમો માટે દરેક સંભવત પગલાંઓ લઈ રહ્યું છે એટલું જ નહીં જરૂૂર લાગતા ઉદ્યોગોને આર્થિક અને જમીન આપીને પણ સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે વર્ષો પહેલા એટલે કે વર્ષ 1979 થી 1981 દરમિયાન બામણબોર ગામે સરકારે વર્ષો જુના ઔદ્યોગિક અને સખાવતી પ્રવૃત્તિઓ માટે આઠ પ્લોટ ની જમીન ફાળવવામાં આવી હતી પરંતુ એનકેન પ્રકારે કોઈ પ્રવૃત્તિઓ ન દેખાતા હાલ ગંભીરતાપૂર્વક પગલાઓ લેવા માટે પ્રાંત અધિકારી સીટી બે દ્વારા હુકમ કરી દેવામાં આવ્યો છે
અને સરકાર હસ્તક લેવા માટેનો નિર્ણય પણ કરાયો છે.
રાજકોટ કલેકટર ના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ બામણબોર ગામે સરકાર દ્વારા વર્ષો પહેલા ઔદ્યોગિક અને સખાવતી પ્રવૃત્તિઓ માટે કરોડો રૂૂપિયાની કીમતી જમીન સોંપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તેના પર કોઈ પણ પ્રકારનું બાંધકામ કે કોઈ પ્રવૃત્તિઓ ન થતા અંતે સરકાર હસ્તક મેળવવા માટેના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
બામણબોર ગામે સરકાર દ્વારા સર્વે નં.191 પૈકીની અંદાજે 20 હજાર ચોરસ મીટર જમીનના આઠ જેટલા પ્લોટો ઔદ્યોગીક અને સખાવતી પ્રવૃતિઓ માટે વર્ષ 1979થી 1981 દરમિયાન ફાળવવામાં આવેલ હતા. જેની કિંમત અત્યારે કરોડો રૂૂપિયાની અંકાય છે.
બીજી તરફ જે 8 જેટલા પ્લોટની ફાળવણી બાદ તેના પર કોઈ પ્રવૃત્તિ વર્ષો સુધી ન થતા સીટી પ્રાંત 2 મહેક જૈન દ્વારા શરત ભંગ અંગેનો કેસ ચલાવી પક્ષકારોને સાંભળવામાં આવ્યા હતા
તેમ જ આ કેસ અંગે વધુ આધાર પુરાવાઓ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી પરંતુ આ તમામ આઠ પ્લોટ પર કોઈ પ્રવૃત્તિઓ થતી ન હોવાનું સાબિત થઈ જતા સરકારની કહેવાથી આ કરોડોની જમીન પરત લેવા માટે હુકમ પ્રાંત અધિકારી સીટી બે દ્વારા કરવામાં આવ્યો છે જેની અમલવારી આગામી દિવસોમાં જ કરવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:19 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm