ભારે કરી….સિવિલની મેડીકલ કોલેજમાં તબીબને અન્ય યુવતી સાથે બેઠેલા જોઇને ગીન્નાઈ ગર્લફ્રેન્ડ ચકચાર

જાહેરમાં બખેડો-મારામારીની ઘટના પહોચી પોલીસ થાણે

રાજકોટ મિરર, તા.13
રાજકોટ શહેરમાં આવેલી પી.ડી.યુ. મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ પી.જી. હોસ્ટેલમાં રહેતા તબીબ અન્ય યુવતિ સાથે બેઠો હતો ત્યારે ત્યાં તેની ગર્લફ્રેન્ડ પહોંચી જતા બંને વચ્ચે બખેડો થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી પ્રનગર પોલીસને જાણ કરી હતી.
મળતી વિગતો મુજબ શહેરની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં આવેલી પી.ડી.યુ. મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અંજના (નામ બદલેલ છે) ગઇ તા. 8ના રોજ સાંજના સમયે જામનગર રોડ પર આવેલા રૂડા બિલ્ડીંગ પાસે પી.જી. હોસ્ટેલમાં હતી ત્યારે તેમના સર્જરી વિભાગમાં નોકરી કરતા ડો. ગર્વિતસિંગે અંજનાને ગળુ દબાવી માર માર્યો હતો.
આ ઘટનાને ચાર દિવસ વિતી ગયા બાદ અંજનાને ગળામાં દુખાવો ઉપડતા તેણી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇ.એન.ટી. વોર્ડમાં સારવાર લેવા માટે દાખલ થઇ છે.
આ ઘટના અંગે ફરજ પરના હાજર તબીબે એમ.એલ.સી. કેસ નોંધી હોસ્પિટલ ચોકીમાં જાણ કરતા ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસ મથકમાં ઘટનાની જાણ કરી હતી. હાલ યુવતિનું નિવેદન લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.આ ઘટના અંગે તબીબ યુવતિએ આક્ષેપો સાથેની વિગત આપતા જણાવ્યુ હતું કે પોતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને એનેસ્થેસીયા આપવાનું કામ કરે છે.
તેમના મિત્ર ગર્વિતસિંગનો કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે આપણે ચા પીવા જવુ છે. ત્યારબાદ અંજનાએ થોડીવાર બાદ જશુ તેમ જણાવ્યુ હતું. થોડીવાર બાદ અંજનાએ તેમના મિત્ર ગર્વિતસિંગને કોલ કરતા તેમણે ફોન ઉપાડયો ન હતો અને તેણી તુરંત જામનગર રોડ પર આવેલા તબિબના કવાર્ટરમાં પહોંચી હતી જયા પહેલેથી જ અન્ય એક યુવતિ તબિબ સાથે વાતચીત કરતી હોય તે જોઇ ગર્વિતસિંગ અને તેની ગર્લફ્રેન્ડ અંજના વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. આ બનાવે જાણકારોમાં ચકચાર જગાવી છે. હવે ગુન્હો નોંધવો કે નહિ ? તે અંગે પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:09 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm