ભીમનગરની આશરે 448 કરોડની જમીન 110 કરોડમાં લેવાનો પ્લાન નિષ્ફળ

વિદાય લેતી વખતે તત્કાલીન મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈએ મન મનાવ્યું હતું કે “ન રહેગા બાસ, ન બજેગી બાંસુરી”

30-10-2024ની સત્તા મંડળની બેઠકમાં ભીમનગર પ્રોજેકટને પડતો મુકવાનો લેવાયો નિર્ણય : સરકારમાં મોકલી દેવાય દરખાસ્ત

રાજકોટ, તા. 23
રાજકોટને વિકાસશીલ બનાવવા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં જે જગ્યા પર લોકોનો વસવાટ છે તેઓને પણ પોતાના ઘરનું ઘર મળે તે માટેની આવાસ યોજના શરૂ કરવામાં આવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આ તમામ કામગીરી અને પ્રક્રિયામાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે આશ્રમ વિસ્તારોને દૂર કરી પીપીપી ધોરણે આવાસ યોજના બનાવવાની યોજનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ ઘણા ખરા આવાસ યોજનામાં અનેકવિધ રીતે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અનેકવિધ યોજનામાં કૌભાંડો થઈ હોવાનું માલુમ પડ્યું છે. ભીમ નગર આવાસ યોજના ની વાત કરવામાં આવે તો 15 ફેબ્રુઆરી 2024 થી 5 માર્ચ સુધી આવાસ યોજના માટે રિટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હાલની સાંપ્રત પરિસ્થિતિમાં આ યોજનાને રદ કરી દેવામાં આવી છે જેની પાછળના અનેકવિધ કારણો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
જાણકાર વર્તુળોમાં ચર્ચાતી માહિતી અનુસાર તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ મન મનાવ્યું કે ભીમનગર આવાસ માટે ન રહેગા બાસ, ન બજેગી બાંસુરી. હાલ ભીમ નગરની આશરે 448 કરોડની જમીન 110 કરોડમાં લેવાનો પ્લાન નિષ્ફળ નીવડ્યો. મળતી માહિતી મુજબ હાલ બિલ્ડર લોબીમાં એ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે કે જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ ને જે આ કામ મળ્યું હતું તો તેના અન્ય પ્રોજેક્ટ અંગે પણ ઊંડી તપાસ હાથ ધરવામાં આવે જો તપાસ થશે તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે તેવું હાલ બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યું છે. સાથોસાથ ભીમ નગર આવાસ યોજના માટે ભારે હોબાળો પણ મચ્યો હતો જે બાદ ભીમનગરના રહેવાસીઓ દ્વારા સોદો રદ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને રેલી યોજના હતી સાથોસાથ આક્ષેપો પણ થયા હતા. ત્યાંના રહેવાસીઓ દ્વારા દેખાવો પણ કરવામાં આવ્યા અને આ ડીલ ને લઈને ભારે હંગામો પણ મચ્યો હતો. ઈડર લોબીમાં પણ ભીમ નગર આવાસ યોજનાને લઈ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણ કે 448 કરોડની જમીન હોય તો 110 કરોડમાં શું કામ સોંપવી ?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભીમ નગર આવાસ યોજના માટે ત્રણ એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા. જેમાં ટેન્ડર જે એજન્સી ને લાગ્યું તે બાદ આચાર સહિતા લાગુ પડવાના કારણે બીડ ખોલી શકી ન હતી જેને 29 જૂનના રોજ ખોલવામાં આવી હતી. ભીમ નગર આવાસ માટે કુલ 400 યુનિટ બનાવવામાં આવનાર હતા જેમાં 45 દુકાનો પણ બનનાર હતી એમ મળી કુલ 445 યુનિટનો પ્રોજેક્ટ ઉભો કરવામાં આવનાર હતો પરંતુ જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે એજન્સી આ કાર્ય માટે ક્વોલિફાઇ થઈ તેનાથી 110 કરોડથી વધુનું પ્રીમિયમ મહાનગરપાલિકાને મળ્યું હતું પરંતુ એનકેન પ્રકારે આવાસ યોજના માટે જે પ્રશ્નો ઊભા થયા અને જે વિવાદો જોવા મળ્યા તેને લઈ 30 ઓક્ટોબરના રોજ સત્તામંડળની મળેલી બેઠકમાં જય ભીમ નગર યોજના રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને કરવાનું મતે આ ઠરાવ પણ કરવામાં આવ્યો હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.
હાલ જે વિકાસ પરિસ્થિતિ ઊભી થઈ છે તેની પાછળ શું કારણ હોય અને કોની મીલી ભગત તે અંગે હજુ કોઈ ફોડ અથવા તો જાણ થઈ નથી પરંતુ મહત્વનું એ છે કે ક્યાંક ને ક્યાંક કાચું કપાયું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મળતી માહિતી મુજબ હાલ આ યોજના અને ટેન્ડર જેને લાગ્યું તેની પાછળ પણ ક્યાંક ને ક્યાંક ટાઉન પ્લાનિંગ વિભાગ નો હાથ હોવાનું હાલ જાણવામાં આવ્યું છે. ત્યારે ખરી વાસ્તવિકતા શું છે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આગામી દિવસોમાં અન્ય જે આવાસ યોજના છે તેમાં શું પરિસ્થિતિ ઊભી થશે તે હવે સમય જ જણાવશે.
સર્વપ્રથમ આ જમીન માટે ક્યુબ ક્ધટ્રક્શન કંપનીએ સૌથી વધુ 103 કરોડનું ટેન્ડર ભર્યુ હતું. પરંતુ વર્ષો બાદ આ જગ્યાના ભાવ વધી જતાં મ્યુ. કમિશનર ડી.પી. દેસાઈને વધુ ભાવ આવશે તેવુ સમજાતા આ ટેન્ડર લેન્ડ ડિસ્પોઝલ કમિટિને સોંપવામાં આવેલ જેનો અભ્યાસ કર્યા બાદ કમિટિએ એજન્સીએ આપેલા ભાવ બહુ ઓછા હોવાનું કહી યોજના હાલ પુરતી બંધ કરી ટેન્ડર રદ કર્યુ હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના સૂત્રે જણાવ્યું હતું કે ભીમનગર પીપીપી આવાસ યોજના માટે જે ટેન્ડર આવ્યું તે ક્યુબ ક્ધસ્ટ્રક્શન કંપનીનું હતું અને આ જમીનનો ભાવ 500 થી 600 કરોડ હોવાનું પણ માલુમ પડ્યું છે ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોનો વિરોધ સહિતના અનેકવિધ આ યોજનાને રદ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો.
પીપીપી યોજના મારફત જે આવાસ યોજના બનાવવામાં આવી છે તેમાં અનેકવિધ પ્રશ્નો પણ ઉભા થયા છે ત્યારે હવે શું થશે તેનો અંદાજો હજુ સુધી આવ્યો નથી કારણ કે માત્ર એક ભીમ નગર આવાસ યોજના જ નહીં પરંતુ અન્ય આવાસ યોજનામાં પણ હાલ આ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે જેના પર મહાનગરપાલિકાએ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે.તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જ્યારે ટેન્ડરો ખોલ્યા તેમાં સૌથી મોટી રકમની ઓફર જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આપવામાં આવી હતી પરંતુ આ યોજનામાં સ્થાનિકો દ્વારા ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય અને ભારે વિરોધ ઊભો થતા મ્યુ.કમિશનર દ્વારા તેને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:37 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech