રાજકોટ જિલ્લા કલેકટરે આપ્યા આદેશો : ગેરકાયદે થયેલ દબાણને પણ દૂર કરવા અધિકારીઓને કર્યા સૂચિત
રાજકોટ, તા. 17
રાજકોટમાં થયેલ બોગસ દસ્તાવેજ કૌભાંડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે આ પ્રકરણમાં જિલ્લા કલેકટર હવે એક્શનમાં આવી ગયું છે અને તાકીદે પગલાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કલેકટર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ હવે શહેરના મહાનગરપાલિકા હસ્તકના ખુલ્લા પ્લોટ હોય અથવા તો યુએલસીની ફાઝલ થયેલ જગ્યાઓ હોય તેને ફેન્સીંગ કરી સુરક્ષિત કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જિલ્લાભરમાં અધિકારીઓ દ્વારા મહાનગરપાલિકા અને સરકારી જમીનને સુરક્ષિત કરવા માટેની કામગીરીને પણ શરૂ કરી દેવામાં આવી ત્યારે યુએલસીની ફાજલ જમીનો તથા પ્લોટ માં કોઈપણ પ્રકારે દબાણ ન થાય તે હેતુસર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથોસાથ માલિકી દર્શાવતા બોર્ડ મૂકવા પણ જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના માત્ર 1500 જેટલા પ્લોટ ખુલ્લા છે જ્યારે જિલ્લામાં યુએલસીની સરકારી જમીનના પ્લોટ ની સંખ્યામાં ઘણો ઘણો વધારો જોવા મળ્યો છે ત્યારે આ તમામ જગ્યા પર જો દબાણ થયેલા હોય તેની માહિતી આપવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવેલી છે જેને ધ્યાને લઈ હવે મામલતદાર, પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેકટર હાલ કામગીરી શરૂ કરી દીધી છે અને આ માટેની એક ખાસ યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ તમામ જગ્યાઓ ને સુરક્ષિત કરવા માટે કલેકટર દ્વારા ડીઆઈએલઆરને પણ આદેશ આપવામાં આવ્યા છે કે તેમના દ્વારા ફેન્સીંગનું કામ ઝડપભેર પૂર્ણ કરવામાં આવે.
દસ્તાવેજ કૌભાંડ નો રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે તો બીજી તરફ કલેક્ટર તંત્રની સાથોસાથ પોલીસ વિભાગ પર આ કૌભાંડમાં ઝીણવડ પૂર્વકની તપાસ કરી રહી છે ત્યારે હવે જિલ્લામાં યુએલસીની ફાજલ જમીન અને કોર્પોરેશનના તમામ પ્લોટ કે જે ખુલ્લા હોય તેને ફેન્સીંગ કરી સુરક્ષિત કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે જે મુજબની કામગીરી હવે ઝડપભેર થશે.
