2500 ચો.મી જગ્યા પર હાથ ધરાયું હતું દબાણ : કલેકટર વિભાગ દ્વારા કરાઈ કામગીરી
રાજકોટ, તા. 24
ગૃહ વિભાગ દ્વારા જે વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા કલેકટર વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું અને કલેક્ટરના આદેશ મળતાની સાથે જ મવડી વિસ્તારમાં 17 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. હાલ મહત્વનું એ છે કે સમગ્ર રાજ્યમાં એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂૂપે ઠેર ઠેર સરકારી જગ્યા પર જે દબાણ ખડકી દેવામાં આવ્યા હોય તેને દૂર કરવા માટે હાલ તમામ જરૂૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને ડિમોલિશન પણ હાથ ધરાય છે. મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાની સાતો સાત જિલ્લા વહીવટી વિભાગ પાસે પણ આ અંગે નક્કર માહિતી હોવાના પગલે હાલ આગામી દિવસોમાં વિવિધ સ્થળ પર નરડા હાથ ધરવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
છેલ્લા ઘણા સમયથી એ વાત ઉપર સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજકોટ જિલ્લામાં ઘણા ખરા દબાણો થયેલા છે જેને તાકીદે દૂર કરવા હવે ખુદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે આ તમામ વાતને ધ્યાને લઈ રાજકોટ કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યા અને શહેર અને જિલ્લામાં જે વિવિધ સ્થળ પર સરકારી કીમતી જગ્યાઓ પડેલી છે અને તેમાં જે દબાણો થયેલા છે તેને દૂર કરવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અને ઝુંબેશના ભાગરૂૂપે કરોડો રૂૂપિયાની સરકારી જમીન ખુલ્લી પણ કરાવવામાં આવી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મવડી ગામમાં 17 કરોડની કીમતી સરકારી જગ્યા પર જ દબાણો ખડકી દેવામાં આવ્યા હતા તે દબાણને દૂર કરવામાં આવ્યું છે અને જગ્યા ખોલી કરાવાઈ છે. બીજી મહત્વની વાત એ છે કે આ અંગે ભૂતકાળમાં સત્તા પક્ષ દ્વારા અનેક વખત મૌખિક જાણ કરવામાં આવી હતી કે જે દબાણ ખડકી દેવામાં આવ્યા છે તેને દૂર કરવામાં આવે અને છેલ્લે નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ કોઈ પણ કારણસર દબાણ કરતા હોય નોટિસને ધ્યાને ન લેતા હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી.. આગામી દિવસમાં પણ આ પ્રકારે જ વિવિધ સ્થળ ઉપર ડિમોલિશન હાથ ધરવામાં આવશે તેવું વહીવટી વિભાગ ના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરોકત સરકારી જમીન ઉપર લાંબા સમયથી જુદા જુદા લોકોએ 45 જેટલા, કાચા-પાકા મકાનો ગેરકાયદે ખડકી દીધા હતા. દરમ્યાન તંત્રએ તાજેતરમાં જ આ દબાણકર્તાઓને નોટીસો પણ ફટકારી હતી. છતા નિયત મુદતમાં દબાણો નહીં હટાવાતા આજરોજ જિલ્લા કલેકટરની સુચના મુજબ દક્ષિણ મામલતદાર અને તેની ટીમે દબાણો હટાવી દીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કલેકટર રાજકોટ પ્રભવ જોશીની સુચના અનુસાર પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 ડો.ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર દક્ષિણ એલ.બી. ઝાલા તથા નાયબ મામલતદાર ધવલ પરમાર તથા મવડી તલાટી સી.બી. કાનગડ, જે.એમ. ડાભી, બી.એમ. ઝાલા તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા રાજકોટ મ.ન.પા.ની ટીમ સાથે રાજકોટ શહેર દક્ષિણ વિસ્તારમાં મવડી ગામમાં પુષ્ટિવાટીકા પાસે 80 ફૂટ રોડ સર્વે નં.194 પૈકીની જમીન અંદાજે 2500 ચો.મી.માં દબાણ દુર કરી અંદાજીત 17 કરોડ રૂૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
