ખેલ ખતમ
સ્વર્ગસ્થ બાલા સાહેબ ઠાકરેની એક ત્રાડથી માત્ર ભારત જ નહિ, પાકિસ્તાન પણ ધ્રુજી જતું હતું. બાલા સાહેબ એટલે શિવસેનાના સ્થાપક. તેઓએ શિવસેનાની સ્થાપના 1966ની સાલમાં કરી હતી. શિવસેના મહારાષ્ટ્રનો પ્રાદેશિક પક્ષ છે, પણ અનોખો મિજાજ અને પાવરફુલ વ્યક્તિત્વ ધરાવતા બાલા સાહેબ ઠાકરે દેશ- વિદેશમાં પ્રભાવ ધરાવતા હતા. તેઓની મુખ્ય વિચારધારા મરાઠાવાદ અને હિન્દુત્વની હતી.
વર્ષો સુધી ભાજપ અને શિવસેનાનું જોડાણ રહ્યું હતું બંનેએ સાથે મળીને મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં સરકારો ચલાવી હતી. બાલા સાહેબ ઠાકરેની વિદાય બાદ શિવસેનાની ધુરા તેમના પુત્ર ઉધ્ધવ ઠાકરેએ સાંભળી હતી.ઉધ્ધવ એટલે અનુભવહીન, હિંમતહીન, વિચારહીન, પ્રભાવહીન વ્યક્તિત્વ. વ્યક્તિગત પાવરનો સંપૂર્ણ અભાવ ઉધ્ધવનું અતિ સામાન્ય નેતૃત્વ છતા વટ બાલા સહેબ ઠાકરે જેવો રાખવા ગયા. મોદીયુગમાં તાકાતવર બની ગયેલા ભાજપ સામેજ ઉદ્ધ્વે ખેલ નાખીને ગઠબંધન તોડ્યું. બાલા સાહેબ ઠાકરે કિંગ મેકર હતા, ખુદે ક્યારેય મોટું પદ પ્રાપ્ત કર્યું ન હતું. ઉદ્ધ્વે ભાજપ સાથે વિશ્વાસઘાત કરીને દુશ્મન કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ખુદ મુખ્યમંત્રી બની ગયા. આ ગતકડું લાંબુ ન ચાલ્યું.
શિવસેનામાં બળવો થયો, બળવાખોરો શિંદેના નેતૃત્વમાં ભાજપ સાથે ગઠબંધનન કર્યું ઉદ્ધવ માટે આ સૌથી મોટો આઘાત હતો, પણ જાગ્યા નહિ. ઉદ્ધવે પોતાની વિચારધારાનું ભયાવહ શીર્ષાસન કર્યું. હિન્દુત્વ તડકે મૂકીને હાલની ધારાસભાની ચુંટણીમાં ઉદ્ધ્વે લઘુમતી મતો માટે મુજરા કરવા લાગ્યા.
સમીક્ષકો કહે છે કે, ઉધ્ધવ જૂથને એમ હતું કે, હિંદુ સમાજના મતો તો મળશે જ. સાથે મુસ્લિમોના મતો મળે તો જબ્બર સફળતા મળી જાય. પરિણામ આવ્યું ત્યારે શું થયું ? ઉધ્ધવના મુજરાથી સ્તબ્ધ પરંપરાગત હિંદુ મતદારો ઉધ્ધવથી દુર થયા અને જેના માટે મુજરા કર્યા એ મુસ્લિમોના મત ઉધ્ધવ જૂથને મતો ન મળ્યા. દેશ- દુનિયાને ધ્રુજાવી દેનાર ઠાકરે પરિવારના રાજકીય સુર્યાસ્તની સ્થિતિ આવી ગઈ. પોતાના રાજ્યમાં ઉધ્ધવ ઠાકરે જૂથ માત્રને માત્ર 20 બેઠકો પર સમેટાઈ ગયું. બાલા સાહેબ ઠાકરેની આબરૂૂનો પણ ઉદ્ધ્વે વિચાર ન કર્યો. બાલા સાહેબ કટ્ટર હિંદુવાદી ચહેરો ધરાવતા હતા. ઉધ્ધવ બાલા સાહેબના નામે પોતાની દુકાન ચલાવે છે. અને મુસ્લિમ માટે મુજરા કરે છે. આ વિચિત્ર દશા ન ગણાય ? ઉધ્ધવ ઠાકરે સામાન્ય ધરેલું વ્યક્તિ જેવું વ્યક્તિત્વ ધરાવે છે જાણકારો કહે છે કે, ઉધ્ધવના નજીક મનાતા સંજય રાઉત અને ઉધ્ધવના ખુદના પુત્ર કોઈજ અનુભવ કે ગંભીરતા કે રણનીતિ વગર બેફામ બકવાસ કરતા રહ્યા. આ બને પર ઉધ્ધવનો કાબુ પણ નથી. આ બકવાસના કારણે શિવસેનાના ઉધ્ધવ જૂથ વિરોધ રાજકીય માહોલ બની ગયો હતો. આજે ઉધ્ધવ વિપક્ષ નેતાપદે પણ રહી શકે તેમ નથી. ઉધ્ધવ પાસે રહી શિવસેનાનું બેનર કે સિમ્બોલ પણ રહ્યો નથી. તે બાલા સાહેબના વંશજ છે. પણ બાલા સાહેબના વિચારો પણ તેમની પાસે નથી રહ્યા.
