મહેમાન આવે છે આવે છે નહીં …. મહેમાન આવી ગયા

તીર્થક, રાધે, સોહમ કોલ, ચાવડા ઇન્ફ્રા પર ITની સટાસટી

32 થી વધુ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન : રાજકોટ સહિત અન્ય શહેરના 75 અધિકારીઓ દરોડામાં જોડાયા

રાજકોટ, તા. 29
રાજકોટ અને મોરબી હાલ સેન્ટ્રલ એજન્સી માટે હોટકેક સાબિત થઈ રહ્યું છે. છેલ્લા એક માસની જો વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગના દરોડા પડ્યા છે અને સાથોસાથ ઈડીએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. ત્યારે ગઈકાલે ફરી એક વખત ગુજરાતમાં આવકવેરા વિભાગનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં મહેસાણા લીડ સર્ચમાં જોવા મળ્યું અને તેનું કનેક્શન મોરબી, હિંમતનગર અને ગાંધીનગર સામે આવ્યું છે. ગઈકાલે જે દરોડા પડ્યા તેમાં તીર્થક, રાધે અને સોહમ કોલની સાચો સાથ ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગઈકાલ વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમે ધામા નાખ્યા. મળતી માહિતી મુજબ આ સમગ્ર સરચ ઓપરેશન કુલ 32 થી વધુ જગ્યા ઉપર ચાલી રહ્યું છે જેમાં 70 થી વધુ અધિકારીઓ પણ જોડાયા છે. તપાસની પ્રથમ ચરણમાં જ આવકવેરા વિભાગને જરૂરી તમામ ડિજિટલ દસ્તાવેજ હાથ લાગ્યા છે એટલું જ નહીં આ દસ્તાવેજ મારફતે હજુ અનેકવિધ ડેટા આવકવેરા વિભાગ સામે આવી શકે છે જેમાં અત્યંત ચોકા અવનારી વિગતો બહાર આવે તો નવાઈ નહીં. બીજી તરફ આ તમામ પેઢીઓ દ્વારા બેનામી વ્યવહારો પણ સામે આવે તેવી વાત હાલ ચાલી રહી છે.
આવકવેરા વિભાગ માટે મોરબી અમદાવાદ અને રાજકોટ હર હંમેશ મહત્વના સ્થાન રહ્યા છે ત્યારે તીર્થક ગ્રુપ ઉપર આઇટી વિભાગે તપાસનો ધમધમાટ જે રીતે કર્યો છે તેને જોતા એવા જ સ્પષ્ટ હજુ આગામી ચારથી પાંચ દિવસ આ તપાસ ચાલી શકે તેમ છે. તીર્થક ગ્રુપના જીવરાજભાઈ ફુલતરીયાના નિવાસ્થાને પણ આઈટીની ટીમે દરોડા પાડ્યા છે. જીવરાજભાઈ ભૂતપૂર્વ સાંસદ મોહન કુંડારીયા સાથે સંબંધ પણ ધરાવે છે ત્યારે તેમના નિવાસ્થાનની સાથોસાથ તેમના ઓફિસ અને તેમના સલગ્ન લોકોને ત્યાં પણ આવકવેરા વિભાગ ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મોરબીના તીર્થક ગ્રુપની તમામ ઓફિસ , કારખાના તેમજ ગ્રુપના મુખ્ય સ્થાપક જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘરમાં પણ આઈટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા છે, ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપરને ત્યાં ઈન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલા ધરતી સાકેત બિલ્ડર ત્યાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વહેલી સવારથી ઈંઝના અધિકારીઓની અલગ-અલગ ટીમો દરોડામાં જોડાઈ હતી. ત્યારે આ રેડમાં મોટી માત્રામાં બેનામી નાણાકીય વ્યવહાર સામે આવે તેવી શક્યતા જોવા મળી છે. મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો વહેતા થયા છે. મળતી માહિતી મુજબ, રાધે ગ્રૂપના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં હાલ આ કાર્યવાહી ચાલી રહી છે. મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રૂપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે IT વિભાગે દરોડા પાડ્યા. તીર્થક ગ્રુપની ઓફિસ અને કારખાનામાં તપાસ કરાઇ. તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફુલતરિયાના ઘરે પણ તપાસ કરાઇ. પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. પ્રથમ દિવસથી તપાસના અંતે આવકવેરા વિભાગને બેનામી વ્યવહારો મળી આવ્યા છે સાથોસાથ આ સંલગ્ન પેઢી ધારકોના બેંક ખાતાને પણ હાલ સીઝ કરી દેવાયા છે ત્યારે આગામી 24 કલાકની અંદર ખૂબ મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિનો ખુબ મોટો આંકડો બહાર આવે તેવું આવકવેરા વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

ઘરેણા સહિતની અનેક ચીજ વસ્તુઓ આઈટીના હાથ લાગી
આવકવેરા વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં તપાસના પ્રથમ દિવસે જ ઘરેણા સહિતની અનેક ચીજ વસ્તુઓ મળી આવી છે એટલું જ નહીં આ તપાસ દરમિયાન રોકડ સહિતની અન્ય ચીજ વસ્તુઓ જે આવી તેનું હાલ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં જે ડિજિટલ ડેટા આવકવેરા વિભાગને હાથ લાગ્યા છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. માહિતી મુજબ આ સરચ ઓપરેશનમા અનેક નવા ધડાકા ભડાકા આવકવેરા વિભાગ કરે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

સહિત અનેક ચીજ વસ્તુઓ તપાસના પ્રથમ દિવસે જ આવી બહાર : ડિજિટલ ડેટાની પણ તપાસ શરૂ

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:21 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech