મહેસૂલી સેવાઓ વધુ પારદર્શી બને તે માટે ટેક્નોલોજીનો થશે ઉપયોગ

રાજ્યમાં 36 પ્રકારની મહેસૂલી સેવાઓ થકી જાન્યુઆરી-2025 સુધીમાં 2.91 કરોડથી વધુ દસ્તાવેજો ઓનલાઇન કરાયા : 2202 ગામડાના 3.60 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ મિલકતધારકોને વિનામૂલ્યે અપાયા

અમદાવાદ, તા. 18
રાજ્યમાં મહેસૂલી સેવાઓ વધુ પારદર્શી,ઝડપી અને અસરકાર બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે જરૂૂરી તમામ નીતિગત તકનીકી અને યોજનાકીય સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે તેમ મહેસૂલ વિભાગ વતી ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં રાજ્યમાં મહેસૂલી સુધારાઓ અંગે વિગતવાર માહિતી આપી રાજ્યના મહેસૂલ વિભાગની કુલ રૂૂા. 3,259 કરોડથી વધુની અંદાજપત્રિય માંગણીઓ રજૂ કરી હતી. જે ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
રાજ્યના મહેસૂલ વિભાગની માગણીઓ રજૂ કરતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજયની મહેસૂલી સેવાઓ પારદર્શી, ઝડપી અને અસરકારક બને તે માટે સમયાંતરે જરૂૂરી નીતિગત, તકનીકી અને યોજનાકીય સુધારાઓ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને અનુરૂૂપ મહેસૂલી સેવાઓને ઓનલાઇન અને અદ્યતન કરવામાં આવી છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ટેકનોલોજીના માધ્યમથી સુપેરે આગળ વધારી રહ્યા છે.
આ માટે આઇ-ઓરા પોર્ટલ દ્વારા ખેડૂત ખરાઇ, વારસાઇ નોંધ, હયાતી હકક તેમજ નમૂના-6, નમૂના 7/1ર અને નમૂના 8/અ ની નકલો, ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ અને સંલગ્ન દસ્તાવેજોની નકલ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકાય છે.
આ પ્રકારે અંદાજે 36 પ્રકારની સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે અને જાન્યુઆરી ર0ર5 સુધી ર.91 કરોડથી વધુ નકલો ઓનલાઇન જારી કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વધુમાં, આ પોર્ટલ સાથે ઇ-ધરા અને સિટી સરવે ઇન્ફર્મેશન સિસ્ટમના જોડાણથી બિનખેતી બાદ તુરત જ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ થઇ જાય છે.
જમીનના દસ્તાવેજોની સંવેદનશીલતા અને અગત્યતા દ્યાને રાખીને જૂના રેકર્ડને સ્કેનિંગ કરવાનું આયોજન છે.
રાજ્યમાં મહેસૂલી સુધારાની વાત કરતાં મંત્રીએ કહ્યું કે ખેડૂત ખરાઇના પ્રમાણપત્ર માટેની પ્રક્રિયાઓને સરળ બનાવાતાં 55 ટકા જેટલી અરજી ઘટી છે.
જ્યારે શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણના કિસ્સામાં પ્રીમીયમ વસૂલીને શરતફેરની મંજૂરીની પ્રક્રિયા માટે રૂૂ. પ કરોડ સુધીની સત્તા કલેકટરને આપવામાં આવી છે. તેનાથી બિન ખેતીની પ્રક્રિયા અને પરવાનગીઓ ઝડપી બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.
જમીન સંપાદન થયા બાદ ચોકકસ સમયમાં જમીન ખરીદ કરી શક્યા ન હોય કે અરજી કરી શક્યા ન હોય તેવા ખેડૂતો તા. ર9 નવેમ્બર, ર0ર4ના ઠરાવ મુજબ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકે છે.
જે તે સમયે પ્રિમીયમ વસૂલ્યા વગર આપેલી બિનખેતી પરવાનગીઓને હવે 10 ટકા પ્રિમીયમ સાથે બિન ખેતીની પરવાનગી કરી આપવામાં આવશે.
વધુમાં, તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સી.સી.ટી.વી. અને ઓનલાઇન કનેક્ટિવિટીથી અનધિકૃત અવરજવર ઉપર અંકુશ મૂકી શકાશે અને સિનિયર સરવેયરની ભરતી કરીને દફતરી ખાતાની કામગીરીને વેગ મળશે.
આ જ પ્રકારે, દસ્તાવેજ નોંધણી પ્રક્રિયાને વધુ સરળ, સચોટ અને પારદર્શક કરવા નોંધણી અને સ્ટેમ્પ પ્રભાગ સતત કાર્યરત છે. મિલકત ધારણ કરનાર અને વેચાણ રાખનાર બન્નેના હિતોના રક્ષણ માટે ઇ-કે.વાય.સી. નિયમો અમલી બનાવાયા છે.
જે મુજબ, ગરવી વેબ એપ્લીકેશન મારફતે વેચાણ આપનારની ઓળખ ક્ધસેન્ટ બેઇઝ આધાર ખરાઇથી કરવામાં આવે છે.
જેનાથી ફ્રોડ થવાની શકયતાઓ શૂન્ય થશે અને સિવિલ લિટિગેશન થવાની શકયતા પણ ઘટી છે. રાજયમાં નોંધણી પર ઓછામાં ઓછી સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં આવતી હોવા છતાં છેલ્લા દાયકામાં સ્ટેમ્પ ડયૂટીની આવકમાં ગુજરાતમાં ચારગણો વધારો થયો છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
જે મુજબ ર0ર4માં નોંધણી ફીની આવક રૂૂ. ર066.83 કરોડ થઇ છે અને સ્ટેમ્પ ડયૂટીની આવક રૂૂ. 11765.ર3 કરોડ થઇ છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:33 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech