તહેવારમાં પણ અમુક સખણા કે શાંતિથી રહી શકતા નથીઃ કાલાવડ રોડ પર મોડી રાતે જામી પડી
ભગવતીપરાનો યુવાન મિત્રો સાથે મેગી ખાવા ગયો, ઓર્ડરમાં વાર લાગતાં ડખ્ખો થયોઃ તેણે દૂકાનદારને છરી ઝીંકતા અંગુઠો કપાયોઃ દૂકાનદારે વળતો ઘા કરી માથામાં છરી ભોંકી દીધી
(દર્શનસિંહ જાડેજા દ્વારા)
રાજકોટ મિરર તા. 29
શહેરમાં અમુક લોકો તહેવાર ટાણે પણ સખણા રહી શકતા નથી કે શાંતિ રાખી શકતાં નથી. ગમે ત્યાં સરાજાહેર છરીઓ ઉડાડીને કાયદો વ્યવસ્થાની એક બે ને ત્રણ કરવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ત્યાં વધુ એક બબાલમાં કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલી મેગીની દૂકાને મોડી રાતે મેગીનો ઓર્ડર દીધા બાદ અડધો કલાક સુધી મેગી ન અપાતાં અને ગ્રાહકોને ગાળો બોલવાના પ્રશ્ને દૂકાનદાર તથા મેગી ખાવા આવેલા શખ્સો વચ્ચે જામી પડતાં એક બીજા પર છરીથી તૂટી પડ્યા હતાં. જેમાં દૂકાનદારનો હાથનો અંગુઠો કપાઇને નોખો પડી ગયો હતો, જ્યારે ગ્રાહક તરીકે આવેલા શખ્સને માથામાં છરીના ઘા ઝીંકાતા લોહીલુહાણ થઇ ગયો હતો. બઘડાટીને પગલે ટોળા ભેગા થઇ ગયા હતાં અને પોલીસ દોડી ગઇ હતી. બંને ઘાયલોને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતાં.
બનાવની વિગતો પર નજર કરીએ તો ભગવતીપરામાં દત્તાત્રેય સ્કૂલ પાછળ રહેતો ત્રીસ વર્ષનો જીગર ઉર્ફ જીગો જીલુભાઇ ગોગરા રાતે પોણા બે વાગ્યે કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સામે નકલંક ચા નજીક આવેલા બાલાજી ફૂડ નામના સ્ટોલ પર મેગી ખાવા ગયો ત્યારે દૂકાનદાર વિપુલભાઇ, હાર્દિક સહિતે છરીથી હુમલો કરી માથામાં ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી નોંધાવાઇ હતી. બીજી તરફ બ્ાાલાજી મેગીવાળા પચાસ વર્ષના બળવંતભાઇ ઘનશ્યામભાઇ રાજા (રહે. ગાંધીગ્રામ 9/1નો ખુણો) પણ બંને હાથમાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને પોતાના પર દૂકાને હતાં ત્યારે છરીથી હુમલો થયાનું કહેતાં આ બનાવની જાણ પણ માલવીયાનગર પોલીસને કરવામાં આવી હતી.
હુમલામાં ઘાયલ થયેલા જીગર ગોગરાએ જણાવ્યું હતું કે હું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવુ છું, રાતે હુ઼ તથા મારો કુટુંબ્ાી ભાઇ વરૂણ જીવણભાઇ જીલરીયા, મિત્ર સોયેબ્ા સહિતના થાર કાર લઇને બાલાજી મેગી દૂકાને મેગી ખાવા ગયા હતાં અને ઓર્ડર આપ્યો હતો. પરંતુ અડધો કલાક થઇ જવા છતાં અમને મેગી ન અપાતાં આ બાબતે દૂકાનદારને કહેતાં તેણે ગાળાગાળી કરી બ્ાોલાચાલી કરી હતી અને મારા માથામાં છરી ઝીંકી દીધી હતી. સામા પક્ષે મેગીની દૂકાનવાળા બ્ાળવંતભાઇ રાજાએ કહ્યું હતું કે જીગો ઉર્ફ જીગર સહિત છ જણા મેગી ખાવા આવ્યા હતાં. તે ગ્રાહકોને ગાળો દેતાં હોઇ આ બાબતે સમજાવતાં મને પણ ગાળો દેતાં માથાકુટ થઇ હતી અને મારા પર છરીથી હુમલો કરતાં મેં હાથ આડા રાખતાં બંને હાથમાં ઇજા થઇ હતી. જેમાં ડાબા હાથનો અંગુઠો કપાઇ જતાં તે લઇને હું હોસ્પિટલે આવ્યો હતો. બ્ાળવંતભાઇ ઉપર છએક મહિના પહેલા પણ વાહન પાર્કિંગ મામલે છરીથી હુમલો થયો હતો. ત્યારે પણ પોલીસે ફરિયાદ નોંધી હતી.
શહેરમાં ગમે ત્યારે ગમે તેના પર ઘા કરી લેવાની ઘટનાઓ રોજીંદી છે ત્યારે તહેવારમાં પણ અમુક લોકો શાંતિ રાખતા ન હોઇ પોલીસની કામગીરી વધી જતી હોય છે. મારામારી હુમલાની બીજી ઘટના રાજકોટના સરધાર તાબોના ભાયાસર ગામે બ્ાની હતી. જેમાં દિકરીની પજવણી કરનારા શખ્સને માતાએ ટપારતાં તેણી પર હુમલો થયો હતો. તેણીને બચાવવા દિકરો, પતિ વચ્ચે પડતાં તેને પણ ધારીયાના ઘા ઝીંકાયા હતાં. ત્રણેયને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. વિગતે વાત કરીએ તો લોઠડા નજીકના ભાયાસર ગામે રહેતાં ઓગણપચાસ વર્ષના મધુબેન રમેશભાઇ ભાલાળા પર સાંજે પાંચેક વાગ્યે ઘર પાસે પોલાભાઇ સહિતનાએ ધારીયા, ધોકાથી હુમલો કરતાં ડાબા પગમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંખસેડવામાં આવ્યા હતાં. હુમલામાં ગંભીર ઇજા પામનાર મધુબેને જણાવ્યું હતું કે બપોરે મારી દિકરી અને પુત્રવધુ વાડીએથી આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં પોલાભાઇએ મારી દિકરીની પજવણી કરી ધોકો ફટકારી લેતાં મને જાણ થતાં હું ત્યાં ગઇ હતી અને ઠપકો આપ્યો હતો. આ વાતનો ખાર રાખી સાંજે પાંચેક વાગ્યે પોલાભાઇ સહિતનાએ ઘરે આવી મારા પર હુમલો કરી પગ ભાંગી નાંખ્યો હતો. મારો દિકરો સંજય તેમજ મારા પતિ રમેશભાઇ મેરામભાઇ ભાલાળા મને બચાવવા વચ્ચે પડતાં તેને પણ આડેધડ માર મારવામાં આવ્યો હતો. તેને પણ હાથ-પગમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી. જો કે ઓપરેશન આવે તેમ ન
હોઇ પ્રાથમિક સારવાર બાદ રજા લીધી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આમ તહેવાર ટાણે પણ બઘડાટી બોલી જતાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ થવાની વેળા આવી હતી અને પોલીસને પણ આ પ્રકારની ઘટનાઓને કારણે નિવેદન, ફરિયાદ નોંધવા દોડધામ કરવી પડી હતી.
