‘રાજકોટ મિરર’ રિયાલિટી ચેકમાં બસ પોર્ટની સવલતના ચોંકાવનારા ખુલ્લાસા આવ્યા સામે
મુસાફરોએ ઠાલવી વ્યથા પે એન્ડ યુઝ પર બેઠેલ વ્યક્તિ 5 થી 10 રૂપિયા ચાર્જ વસુલે રાજકોટ બસપોર્ટમાં બંને સાઇડ યુરીનલ સેવા ફ્રી છે અધિકારીની કબૂલાત વિભાગીય નિયામક દ્વારા કાર્યવાહી હાથ ધરી દંડાત્મક પગલાં લેવાની ખાતરી અપાઈ
રાજકોટ મિરર તા. 5
રાજકોટના અધ્યતન બસ પોર્ટનું નિમાર્ણ કરોડોના ખર્ચે બન્યું છે.મુસાફરોને તમામ સવલતો પૂરી પાડવા બસ પોર્ટની અંદર વ્યવસ્થાઓ રાખવામાં આવી છે.મુસાફરો માટે યુરીનલ સેવાને બસ પોર્ટમાં ફ્રી રાખવામાં આવી છે.પરંતુ જ્યારે રાજકોટ મિરર દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં અવાયું ત્યારે યુરિનલ સેવા ફ્રીના ચોકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા.જેમાં મુસાફરોએ પે એન્ડ યુઝના વ્યક્તિ દ્વારા યુરીનલ સેવા ફ્રી હોવા છતાં પૈસા લેવામાં આવી રહ્યા છે.એ પ્રકારના ખુલાસા કર્યા છે.મુસાફરોએ પોતાની વ્યથા ઠલવતા જણાવ્યું હતું કે, રાજકોટ બસ પોર્ટ અંદર યુરીનલ સેવા ફ્રી છે.છતાં પે એન્ડ યુઝમાં જે વ્યક્તિ બેસે છે તેના દ્વારા બાથરૂમ જવા માટેના પણ 5 થી 10 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.જ્યારે રાજકોટ એસ.ટી. વિભગના અધિકારી દ્વારા યુરીનલ સેવા ફ્રી છે બહેનો અને ભાઈઓ માટેના બોર્ડ પ્રસિધ્ધ કરાવ્યા છે.છતાં પણ જ્યારે આવી ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે હંમેશા અમલવારીમાં કચાસ રહી હોય એવા પ્રશ્ન ઉઠતા હોય છે.જે સવલતો અને સેવા પૂરી પાડવા માટે મુસાફરોને ફ્રી સેવાનો લાભ મળવો જોઈએ તેના પણ પૈસા શા માટે વસૂલવામાં આવી રહ્યા છે ચર્ચાનો વિષય બન્યો છે.મુસાફરો સવાલો ઉઠાવી રહ્યા છે કે પે એન્ડ યુઝ વાળા વ્યક્તિ યુરીનલ સેવા ફ્રી છે.એ જાણતા હોવા છતાં દબંગાઈથી પૈસા વસૂલી રહ્યા છે. પરપ્રાંતીઓને બીજા રાજ્યના વ્યક્તિઓ પાસેથી પે એન્ડ યુઝ પર બેઠતા વ્યક્તિઓ ટેબલ પર હાથ પછાડીને 5 થી 10 રૂપિયા માંગે છે મુસાફરો દ્વારા એ હદ સુધી ખુલાસા કરવામાં આવ્યા છે.સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે મુસાફરો માટે વોશરૂમ જેવી વ્યવસ્થાઓમાં ફ્રી સેવા આપવી એ નિગમ અને તંત્રની નૈતિક ફરજ હોય છે.
રાજકોટ બસ પોર્ટ પર લાખોની સંખ્યામાં મુસાફરોની અવર-જવર રહે છે.20 જેટલા પ્લેટફોર્મ રાજકોટ બસ પોર્ટ પર છે.હજારોની સંખ્યામાં જ્યારે મુસાફરી કરવાવાળા મુસાફરો અહીં વિરામ કરતા હોય છે.આવા સમયે રાજકોટ બસપોર્ટ પર મુસાફરો માટે જ યુરીનલ સેવાની સવલત પૂરી પાડવામાં આવી રહી છે.જેના ભાગરૂપે યુરીનલ સેવા ફ્રી રાખવામાં આવી છે.જો મુસાફર યુરીનલ સેવા સિવાય જો શૌચાલયનો ઉપયોગ કરી રહ્યા છે તેના પૈસા મુસાફરે ચૂકવવાના રહે છે.પરંતુ બાથરૂમના પૈસા ચૂકવવાના રહેતા નથી અધિકારી દ્વારા પણ કબુલાત કરવામાં આવી છે.
રાજકોટ મિરરના રિયાલિટી ચેક બાદ વિભાગીય નિયામક અધિકારી જે.બી.કરોતરાના જણાવ્યા અનુસાર પે એન્ડ યુઝ એજન્સીને આપવામાં આવ્યું છે.જે એજન્સી દ્વારા આ ચલાવવામાં આવી રહ્યું છે.જો યુરીનલ સેવા ફ્રી હોવા છતાં પણ તેમના માણસો દ્વારા મુસાફરો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે.આ વાતની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે તે એજન્સી પર કડક કાર્યવાહી કરાશે દંડાત્મક પગલાં લેવામાં આવશે.મુસાફરોની સવલતોમાં કોઈપણ ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં જરૂર જણાશે તો એજન્સીનો કોન્ટ્રાક્ટ પણ રદ કરવા સુધીની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.મુસાફરોને યુરીનલ સેવા ફ્રી જ મળે એ તરફના પ્રયત્નો સતત હાથ ધરવામાં આવશે.