રાજકોટ, અમદાવાદ જામનગર સહિતના શહેરોમાં ત્રાટકી ટીમ

સેન્ટ્રલ જીએસટીના રાજ્ય વ્યાપી દરોડા

250 કરોડથી વધુની કરચોરી ઝડપાય : 15 થી વધુ સ્થળો પર તપાસ યથાવત

રાજકોટ, તા. 15
સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી જીએસટી વિભાગ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. એટલુજ નહીં વિભાગ દ્વારા જે પણ જગ્યા ઉપર દરોડા પાડવામાં આવે છે ત્યાંથી કાઈ ને કાંઇ મળી આવે છે. ત્યારે મહત્વનું એ છે કે જે સર્ચ ઓપરેશન થઈ રહ્યા છે તેનાથી ઘણો ખરો ફાયદો રાજ્ય સરકારને પણ થયો છે એટલું જ નહીં રાજ્યની તિજોરીમાં આવકનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. છેલ્લા એક સપ્તાહથી સતત જીએસટી વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવી રહ્યા છે તેને ધ્યાને લઈને હાલ અનેકવિધ કહી શકાય કે આશ્ચર્ય થાય તેવા વ્યવહારો સામે આવ્યા છે. રાજ્ય વ્યાપી દરોડામાં જીએસટી વિભાગે 250 કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે એટલું જ નહીં કુલ 15થી વધુ જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા હોવાનું પણ માલુમ પડ્યું છે. આજે માહિતી મળી રહી છે તેમાં અમદાવાદ રાજકોટ અને જામનગરમાં ખૂબ મોટા પ્રમાણમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા મળતી માહિતી મુજબ હજુ પણ બે જગ્યા પર દરોડા ચાલતા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજકોટમાં ખાદ્ય તેલના વેપારીની સાથોસાથ લોખંડના વેપારીઓ પર સેન્ટ્રલ જીએસટી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. જેવા ખૂબ મોટા પ્રમાણમાં જીએસટી ચોરીનું કારસ્તાન સામે આવ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ગેર રીતે જોવા ન મળે તે હેતુસર હાલ ઝડપભેર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કારણ કે ઉતરોતર જે બાતમી મળી રહી છે તેને લઈને અનેકવિધ ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ આ પરિસ્થિતિ યથાવત જોવા મળે તેવા સંજોગો પણ બન્યા છે. હાલ જે ચિત્રાસન આવ્યું છે તેને ધ્યાને લઈ મહત્વની વાત એ છે કે રાજકોટમાં બિલ્ડર લોબી બાદ તેલના વેપારીઓ લોખંડના વેપારીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. મહત્વનું એ છે કે આ તમામ પેઢી ધારકો દ્વારા એનકેન પ્રકારે જીએસટી ચોરી કરવામાં આવતી હોય છે અને તેનો આર્થિક બોજો રાજ્ય સરકાર પર પડે છે ત્યારે ખાસ ઝુંબેશ ના લક્ષ્ય સાથે સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી આ તમામ પેઢી ધારકો ઉપર આકરી તપાસ કરી રહ્યું છે.
અત્યારે કોઈપણ પેઢીના વેપારી હોય તેના દ્વારા ઓછા ભાવે માલ લીધા હોવાના અનેકવિધ પુરાવાઓ સ્વાભાવી રહ્યા છે પરિણામ સ્વરૂૂપે ઓછો કર ભરવો પડે તે માટે ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મેળવી લે છે પરંતુ આ પ્રકારની વ્યાપક ફરિયાદો જીએસટી વિભાગને મળતા જ તેમના વિભાગીય અધિકારીઓ દ્વારા હાલ એ વાતની તપાસ શરૂૂ કરવામાં આવી છે અને એક વિશેષ યાદી પણ તૈયાર કરવામાં આવી છે જેનાથી હાલ આ તમામ દરોડા પાડવામાં આવે છે. બીજી તરફ અધિકારીઓ દ્વારા પણ એ તમામ વેપારીઓને આકરો દંડ પણ ફટકારવામાં આવે છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં અન્ય કઈ જગ્યા પર દરોડા પાડવામાં આવે છે કારણ કે હાલ જે રાજ્ય વ્યાપી દરોડા પડ્યા તેમાં રાજકોટ અમદાવાદ અને જામનગર નો સમાવેશ થયો છે અને આ તમામ શહેરોમાં અનેકવિધ વેપારીઓ પર તપાસ હાથ ધરવામાં આવી અને આશરે કહી શકાય કે અઢીસો કરોડથી વધુની જીએસટી ચોરી સામે આવી છે.


સેન્ટ્રલ એજન્સીની નજરમાં રાજકોટ
આવકવેરા વિભાગ હોય જીએસટી હોય કે અન્ય કોઈ હાલ આ તમામ સેન્ટ્રલ એજન્સી માટે રાજકોટ સૌથી ચર્ચામાં રહેતું શહેર બન્યું છે. હાલા તમામ શહેરોમાં વિભાગ દ્વારા જે રીતે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જે ખૂબ વ્યાપક પ્રમાણમાં કરચોરી અને બેનામી વ્યવહારો મળે છે તેનાથી એ વાત તો સ્પષ્ટ છે કે રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રમાં હાલ ખૂબ મોટા પાયે ખોટું થઈ રહ્યું હોય તેમાં શંકા અને સ્થાન નથી કારણ કે છેલ્લા એક માસની અંદર રાજકોટમાં મસ્ત મોટી સેન્ટ્રલાઈઝ એજન્સીઓ આવી ચૂકી છે અને પોતાની તપાસો શરૂૂ કરી છે એટલું જ નહીં કરતા હોય કે પછી પેઢી ધારક તેઓને પણ નોટિસ ફટકારવામાં સહેજ પણ શરમ રાખવામાં આવતું નથી જેનો મતલબ એ સ્પષ્ટ છે કે સરકાર હાલ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે યફતય જ્ઞર મજ્ઞશક્ષલ બીતશક્ષયતત માટે કોઈપણ વેપારી ખોટું ન કરે તે ખૂબ જરૂૂરી છે.


બોગસ જીએસટી નંબર ઉપર ફરી એક વખત તવાઈ
સરકારનું કામ માત્ર દરોડા પાડવાનું નહીં પરંતુ જે પણ ખોટું કરતા હોય તેને ડામવાનું પણ કાર્ય છે હાલ જે રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે તેવી જ રીતે ફરી એક વખત જીએસટી વિભાગ દ્વારા બોગસ જીએસટી નંબર ઉપર તવાઈ બોલાવવામાં આવશે કારણ કે આ પહેલા પણ જીએસટી વિભાગ દ્વારા એ તમામની યાદી તૈયાર કરી હતી અને જે પણ બોગસ જીએસટી નંબર તરીકે સામે આવ્યા હોય તેમના કંપની રજીસ્ટ્રેશન ને રદ કરવાનો નિર્ણય જીએસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારે હાલના સાંપ્રત પરિસ્થિતિમાં જો આ અંગે રાજકોટમાં કોઈને જવાબદારી સોંપવામાં આવે તો આ પ્રકારના હજુ અનેકવિધ બોગસ નંબરો બહાર આવી શકે છે.


હજુ પણ જીએસટી ચોરીનો આંકડો મોટો આવે તો નવાઈ નહીં
જીએસટી ચોરીનો આંકડો દિન પ્રતિદિન ખૂબ મોટો આવી રહ્યો છે જેની પાછળનું કારણ એ છે કે હાલ એજન્સી દ્વારા જે રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે તેનાથી જીએસટી ચોરીનું પર્દાફાશ થયો થઈ રહ્યો છે. હવે મહત્વનું એ છે કે હજુ પણ જો ગંભીરતાપૂર્વક દલવાડા પાડવામાં આવે તો જીએસટી ચોરીનો આંકડો ખૂબ મોટો આવી શકે છે બીજી તરફ પ્રતિ માસ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર બંનેને જીએસટી માંથી તગડી આવી આવક મળી રહી છે પરંતુ હજુ પણ જે ખોટું થઈ રહ્યું હોય તેમાં બ્રેક લાગ્યો નથી ઊલટું વેપારી અને પેઢી ધારકો એ જ ઈચ્છતા હોય છે કે કઈ રીતે વચલો રસ્તો કાઢવામાં આવે અને જીએસટી અથવા તો આવકવેરા વિભાગમાં ચોરી થઈ શકે પરંતુ સરકાર દ્વારા હાલ જે સેન્ટ્રલાઈઝ મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરી છે તેનાથી ઘણી ખરી રાહત પણ મળી છે. ક્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ માત્ર જીએસટી વિભાગ જ નહીં પરંતુ આવકવેરા વિભાગ દ્વારા પણ હાલ ઓપરેશન હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં કારણકે બંને એજન્સી ને કોમન પોર્ટલ ઉપર મર્જ કરી દેવાય છે જેથી જીએસટી નો ડેટા આવકવેરા વિભાગ જાણી શક્યા અને તેને સમજી શકે અને આવકવેરા વિભાગનો ડેટા જીએસટી પણ જાણી શકે અને સમજી શકે ત્યારે હવે ગેરરીતે કરતા વેપારી તથા કહી શકાય કે પેઢી ધારકોની ખેર નથી

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:31 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech