7 ચોરી કબુલી : રાજકોટ રૂરલ એલસીબી પોલીસે દબોચ્યો : 4 તસ્કરના નામ ખુલતા શોધખોળ
રાજકોટ મિરર, તા.23
રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ શખ્સને પકડી પૂછપરછ કરતા તે રીઢો તસ્કર અને તેમની ટોળકીમાં અન્ય ચાર સામેલ હોવાનું કબુલતા પોલીસે ચારેયની શોધખોળ આદરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક જયપાલસિંહ રાઠોડ દ્રારા જિલ્લાના વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના અપાઈ હતી.
જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાનો સ્ટાફ હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ દ્રારા વણશોધાયેલ ગુનાની તપાસમાં હતા.
દરમ્યાન મળેલ ખાનગી હકિકત આધારે ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી ભરત ઉર્ફે પથુ મનુભાઇ વાઘેલા, (રહે. હાલ. નવાણીયા ગામ, તા.વલ્લભીપુર, જી.ભાવનગર, મુળ. ગામ.જાળીયા, તા.વલ્લભીપુર, જી.ભાવનગર)ને રૂૂ.35,000/- ના મુદામાલ સાથે પકડી પાડી તેની આગવી ઢબે પુછપરછ કરતા ભરતે તેના અન્ય સાગરીતો સાથે મળી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં અલગ અલગ સાત જગ્યાએ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી વચ્ચે તેમને ગોંડલ તાલુકા પોલીસને સોંપી દેવાયો છે. પોલીસે તેમની પાસેથી એક મોબાઈલ અને બાઈક મળી રૂૂ. 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પૂછપરછ દરમિયાન ભરતે તેમની ગેંગમાં અન્ય ચાર શખ્શો હોવાનું કબુલી નામ આપતા પોલીસે ચારેયની શોધખોળ આદરી છે. ચારેય શખ્શોમાં ભયુલ મનુ વાઘેલા, (રહે. હાલ. નવાણીયા ગામ), સંજય હરેશ પરમાર (રહે.ધોળા, રેલ્વેસ્ટેશન પાસે, ઝુંપડામાં, તા.ઉમરાળા જી.ભાવનગર, મુકેશ રમેશ સોલંકી (રહે.ચોગઠ તા.ઉમરાળા જી.ભાવનગર) રણજીત ધીરૂૂ સોલંકી (રહે.ગોંડલ આશાપુરા ચોકડી નદીના કાઠે રેલ્વેના પાટાની બાજુમાં તા.ગોંડલ જી.રાજકોટ.)નો સમાવેશ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ભરતે ક્બુલેલી ચોરી
પોલીસના જણાવ્યા અનુસાર ભરતે તેમના અન્ય ચાર સાગરીતોના સહારે કરેલી સાત ચોરી કબુલી છે. જેમાં (1) તા.15/11/2024 ના રોજ ભરત તથા ભયલુ તથા સંજય એમ ત્રણેએ મળી ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂૂપિયાની ચોરી કરેલ છે. (2) તા.10/11/2024 ના રોજ ભરત તથા ભયલુ તથા સંજય તથા મુકેશ એમ ચારેયએ મળી લોધીકા પાસે થોરડી ગામે એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂૂપિયાની ચોરી કરેલ છે. (3) તા.27/10/2024 ના રોજ ભરત તથા ભયલુ તથા મુકેશ એમ ત્રણેયે મળી આટકોટ પાસેના સાણથલી ગામની બાજુમાં વેરાવળ(સાણથલી) ગામે એક મકાનમાંથી રોકડ રૂૂપિયાની ચોરી કરેલ છે. (4) તા.26/05/2024 ના રોજ ભરત તથા ભયલુ એમ બન્નેએ મળી રામોદ પાસે મોટા માંડવા ગામે એક મકાનમાંથી પરચુરણ રોકડ રૂૂપિયાની ચોરી કરેલ છે. (5) તા.01/05/2024 ના રોજ ભરત તથા ભયલુ તથા રણજીત એમ ત્રણેયએ મળી જેતપુર પાસે લુણાગરી ગામે એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂૂપિયાની ચોરી કરેલ છે. તા.27/04/2024 ના રોજ ભરત તથા ભયલુ તથા મુકેશ એમ ત્રણેયએ મળી ધોરાજી પાસે મોટી પરબડી ગામે એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂૂપિયાની ચોરી કરેલ છે. (7) તા.26/04/2024 ના રોજ ભરત તથા ભયુલ તથા મુકેશ એમ ત્રણેયએ મળી ગોંડલ પાસે વેજાગામે એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂૂપિયાની ચોરી કરી હોવાનું કબુલ્યું છે.
ભરતને પકડવામાં અને ચોરીના ભેદ ઉકેલનાર ટીમ
આ કામગીરી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. વી.વી.ઓડેદરા, એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, વકારભાઇ આરબ, રોહિતભાઇ બકોત્રા તથા પો.હેડ.કોન્સ. અનિલભાઇ ગુજરાતી, વાઘાભાઇ આલ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઇ બાવળીયા, રસીકભાઇ જમોડ, મથુરભાઇ વાસાણી, દિવ્યેશભાઇ સુવા તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા, ભાવેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોનરાજ, મહિપાલસિંહ ચુડાસમા તથા ડ્રાઇવર પો.કોન્સ. અબ્દુલભાઇ શેખ વિગેરે દ્રારા કરવામાં આવેલ છે.
