રાજકોટના રામધામના ટ્રસ્ટીની આગેવાની હેઠળ રઘુવંશીઓની આક્રોશભેર લેખિત ફરિયાદ

જ્ઞાનપ્રકાશ બફાટ સ્વામી સામે ગુન્હો નોંધવા માંગ

સુરત-અમરોલી સ્વામી નારાયણ મંદીરના જ્ઞાનપ્રકાશ સ્વામીને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માંગણી: રઘુવંશી સમાજ આકરાપાણીએ

રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો છાશવારે જાણીજોઇને કે બીજા કોઇ કારણોસર હિન્દુ દેવી દેવતાઓ વિશે બેફામ બફાટ કરી સમગ્ર સનાતનીઓના રોષનું કારણ બની જાય છે. હવે સુરત-અમરોલી સ્વામી નારાયણ મંદીરના જ્ઞાનપ્રકાશ સ્વામીએ સંત શિરોમણી શ્રીજલારામ બાપા વિષે અપમાનજનક બફાટ અને ટીપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવાની કોશીષ કરતાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ સ્વામી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-ર98, ર98, 30ર અને 3પ6 સહીતની કલમ હેઠળ ફોજદારી રાહે ગુન્હો નોંધવા પોલીસ કમિશ્ર્નર રાજકોટને સંબોધી લેખીત ફરીયાદ રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રઘુવંશી અગ્રણીઓએ કરતાં તપાસ શરૂ થઇ છે. વિરોધનો આ વંટોળ દેશભરના રઘુવંશીઓ સુધી પહોંચી રહ્યો છે.
લેખીત સ્વરૂપે જે ફરિયાદ અરજી કરવામાં આવી છે તેમાં જણાવાયું છે કે આરોપી એક સ્વામીનારાયણ વડતાલ સંપદાયમાં સંત તરીકે વરણી થયેલા છે. એક સત્સંગ સભા સુરતમાં ચાલતી હતી તે સત્સંગ સભામાં ધર્મ વિશેની વાત કરવાની હોય પરંતુ આ સભામાં આ કામના આરોપીએ રઘુવંશી સમાજનાં ધર્મગુરૂ સંત શીરોમણી જલારામ બાપા વીશે ખોટો બફાટ કરીને તેમના વિરૂધ્ધ ખોટી ટીપ્પણી કરેલ હતી. જેને લઇ રઘુવંશી સમાજમાં અને પુ. જલારામ બાપાના વિશાળ અનુયાયી વર્ગમાં રોષ ફેલાયો છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી તેમને હાંકી કાઢવા જોઈએ જેથી તેનું લાંછન સંપુર્ણ સ્વામીનારાયણ સંપ્રદાય પ2 ન લાગે અને આવી ખોટી ધર્મ વિશેની વાતો કરીને હીન્દુ ધર્મને બદનામ ન કરે.
આગળ જણાવવામાં આવ્યું છે કે રઘુવંશી સમાજના સંતશ્રી જલારામ બાપા એક મહાન સંત છે. ત્યારે સુરતમાં એક સત્સંગ સભા દરમિયાન આ કામના આરોપી જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતે હીન્દુ ધર્મનુ પુરતુ જ્ઞાન ધરાવતા ન હોય અને સત્સંગ વીશેનું પણ પુરતુ જ્ઞાન ન હોય વ્યાસ પીઠ પર બેસીને સત્સંગ સભામાં સંતશ્રી જલારામ બાપાનાં અન્નક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપેલા અને જલારામ બાપાને સારો એવો સાધુ સંતોનો સબંધ હતો જેને કારણે આ બધા અન્નક્ષેત્ર ચાલી રહયા છે. આમ આ કામના આરોપીએ કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલુ છે અને આ બાબતનો કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલા ભગત વીશે થયેલ વાર્તાનો વ્યાસ પીઠ પર બેસીને ખોટી ધર્મ વીશેની વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે. વધુમાં એવુ જણાવેલ કે ગુણાતીતાનંદ સ્વામીનાં કારણે જ વીરપુરમાં સદાવ્રત ચાલી રહેલ છે એવી સત્સંગ સભા દરમીયાન ખોટી વાર્તાઓ કહીને રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરેલ છે.
ફરિયાદ અરજીમાં વિશેષમાં જણાવાયું છે કે સત્સંગ વીશેનો સંપુર્ણ ખ્યાલ ન હોય અને આપણા હીન્દુ ધર્મના સંતો તથા ગુરૂઓ વીશે કઈ રીતે વાત કરવી, કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય અને જલારામ બાપા 52 ભોજલરામ બાપાનાં આશીર્વાદ હોય અને ભોજલરામ બાપાનાં આશીર્વાદ એ જલારામ બાપાની સેવા તથા તેની નીષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવ્રતની ઈચ્છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપાએ આશીર્વાદ આપેલ. જેના કા2ણે વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલી રહયું છે.
અગાઉ પણ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો અવાર નવાર ખોટી વાતો કરીને હીન્દુ ધર્મને બદનામ કરવાનો તથા હીન્દુ ધર્મ વીશે ટીપ્પણીઓ કરી બફાટ કરતી વાતો કરીને 2ઘુવંશી સમાજનું તથા સંતશ્રી જલારામ બાપાનું અપમાન કરેલ છે.
માટે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાનાં મંદીર ઉપર આવીને જાહેરમાં માફી માંગી અને લેખીત માફીનામું આપી બીજી વાર આવી ભુલ ન થાય તે માટે આ ફોજદારી ફરીયાદ નોંધી ફોજદા2ી રાહે કાર્યવાહી ક2વી જરૂરી છે.
આ લેખિત ફરિયાદ અરજી કરતી વખતે રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સર્વશ્રી હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, ભીખાલાલ પાંઉ, કલ્પેશભાઇ તન્ના, મેહુલ નથવાણી અને વિપુલ મણીયાર, ધનેશ જીવરાજાની, તન્ના હાર્દિક, તન્ના કેવલ, તન્ના કલ્પેશ, દિક્ષીણી જતીનભાઇ, માણેક રવિભાઇ, રાજદેવ પ્રશીલ, રાયચુરા નિરવ, નથવાણી મોહીત, મણીયાર વિપુલભાઇ, કારીયા વિપુલભાઇ, મીરાણી અશોકભાઇ, સોમૈયા સોનલબેન, વડેરા હિતેશ, કારીયા વિનીથભાઇ, જીવરાણી મહેન્દ્રભાઇ, હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, વિપુલભાઇ મણીયાર, મેહુલ નથવાણી, વિજયભાઇ જોબનપુત્રા, અશ્ર્વીનભાઇ મીરાણી, બલરામભાઇ કારીયા, જતીનભાઇ પાબારી સહિતના જોડાયા હતાં અને પોલીસ કમિશ્ર્નરશ્રી તથા પ્ર.નગર પોલીસને આ લેખિત અરજી આપી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:21 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm