રાજ્યનુ બજેટ સત્ર 20મી ફેબ્રુઆરીએ

માળખાગત સુવિધાઓની સાથોસાથ રાજ્ય વિકાસની હરણફાળ ભરે તે મુદ્દે બનાવાશે અંદાજપત્ર

રાજકોટ, તા. 22
નવા નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે ગુજરાત વિધાનસભા દ્વારા 20મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટ સત્રમાં અંદાજે સત્યાવરસ જેટલી બેઠકો થાય તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 20 ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂૂ થશે અને 28 માર્ચના રોજ પૂર્ણ થશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, 26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂૂઆત થશે. નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે. વર્ષ 2025 ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે. આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે.
આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે. બજેટ સત્ર હોવાથી 20મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે.
જેમાં વર્ષ- 2009-2010 અને 2010-2011ના વર્ષ માટેના વધારાના ખર્ચના પત્રકોની રજૂઆત, વર્ષ 2024-2025ના વર્ષ માટેના ખર્ચના પૂરક પત્રકની રજૂઆત અને વર્ષ 2025-2026ના વર્ષ માટેના અંદાજપત્રની રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, અંદાજપત્ર – બજેટ પર ચર્ચા, સરકારી સંકલ્પો, માંગણીઓ પર ચર્ચાઓ અને સરકારી- બિન સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે. રાજ્યનું નવા વર્ષનું બજેટ મુખ્યત્વે માળખાગત સુવિધાઓ પર નિર્ભર હોય તેવું પણ હાલ સુત્રો જણાવી રહ્યા છે જે માટેની તૈયારીઓને હાલ શરૂૂ કરી દેવામાં આવી છે. જરૂૂરી એ છે કે જે બાકી કામો ગત નાણાકીય વર્ષના બજેટમાં રહી ગયા હોય તેને નવા વર્ષના બજેટમાં લેવામાં આવે.
સમગ્ર દેશની વાત કરવામાં આવે તો ગુજરાત અનેકવિધ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે આ વર્ષનું જે બજેટ હશે તે અનેકવિધ રીતે ઉદ્યોગકારોને લાભ કરતા હોય તો નવાઈ નહીં કારણકે જે રીતે ગુજરાતમાં ઉદ્યોગને પ્રાધાન્ય મળી રહ્યું છે તે વાતને ધ્યાને લેતા જ નાણામંત્રી દ્વારા ઉદ્યોગકારોને ફાવે અને સામાન્ય વ્યક્તિને કર માંથી રાહત મળે તે મુજબનું બજેટ બનાવે તેવું હાલ અનુમાન.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:12 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm