રાહુલજી ગુજરાતમાં: ભાજપનો ગઢ જીતવા મથામણ

કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના એક મહિના પહેલા જ રણનીતિ બનાવવા ચક્રો ગતિમાન

અમદાવાદ, તા. 7
લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જુલાઈ 2024માં કહ્યું હતું કે અમે ગુજરાતમાં મોદી અને ભાજપને હરાવીશું. હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધી હવે ભાજપને તેના સૌથી મજબૂત ગઢમાં ઘેરવા માંગે છે. એપ્રિલમાં યોજાનાર કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના એક મહિના પહેલા જ રાહુલ ગાંધી કોંગ્રેસની જમીન ખંખેરવા ગુજરાત આવ્યા છે જેથી સંમેલન માટે તે મુજબની રણનીતિ બનાવી શકાય. આ માત્ર સંયોગ છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને મળી રહ્યા છે ત્યારે પીએમ મોદી સુરત અને નવસારીના પ્રવાસે હશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદ પહોંચ્યા હતા અને PCC, GPCC પ્રમુખ અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ પછી પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક થશે. રાહુલ ગાંધી જિલ્લા કોંગ્રેસ પ્રમુખો અને બ્લોક કોંગ્રેસ પ્રમુખોને મળ્યા. આજે 8 માર્ચે રાહુલ ગાંધી સવારે પાર્ટીના નેતાઓને મળશે. આ દરમિયાન તેઓ સ્થાનિક કાર્યકરો અને પૂર્વ ઉમેદવારો સાથે પણ ચર્ચા કરશે. રાહુલ ગાંધી બપોરે દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધી 2027ની વિધાનસભા ચૂંટણીમાં 2017ની જેમ ભાજપને ટક્કર આપીને કોંગ્રેસને સત્તામાં લાવવા માંગે છે.
કોંગ્રેસના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ સંગઠનમાં જે પણ ફેરફારો થવાના છે. તેની શરૂૂઆત ગુજરાતમાંથી કરવામાં આવશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ગુજરાતને પણ ભાજપની જેમ લેબોરેટરી બનાવી દેશે.
કોંગ્રેસ હાલમાં ગુજરાતમાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે, જો કે અઅઙની એન્ટ્રીને કારણે તે નબળી પડી ગઈ છે, કોંગ્રેસની સૌથી મોટી ચિંતા એ છે કે પોતાની વોટબેંક કેવી રીતે બચાવવી અને પછી ભાજપની સામે કેવી રીતે ઉભા રહેવું. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી 2025માં આખું વર્ષ સક્રિય રહેશે. આ ઉપરાંત ટોચના નેતૃત્વમાંથી અન્ય નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લેશે. વરિષ્ઠ નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી સહમત છે કે 2027માં ભાજપને બેકફૂટ પર ધકેલી શકાય છે. રાહુલ ગાંધી આ વખતે ગુજરાત માટે ગંભીર દેખાઈ રહ્યા છે. તેમના વિશ્વાસુ સહયોગી અને સંસ્થામાં નંબર ટુ કે.સી. વેણુગોપાલ ગુજરાતમાં કેમ્પ કરી રહ્યા છે. તેઓ એક સપ્તાહમાં બીજી વખત ગુજરાત પહોંચ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:22 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm