રૂડાએ 23 આવાસો કર્યા રદ

આવનારા દિવસોમાં પણ ઝુંબેશ યથાવત રહેશે : ભાડા કરાર અને દસ્તાવેજ આપ્યા ન હોવાનું આવ્યું બહાર

રાજકોટ, તા. 3
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દરેક લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે અને તે લોકો માટે કે જેઓ પોતાનું ઘર ખરીદવા માં અસક્ષમ હોય તેમના માટે ખાસ આવાસ યોજના ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે ઘણાખરા કિસ્સામાં હાલ યોગ્ય દસ્તાવેજ આપવામાં આવ્યા ન હોય અથવા તો ભાડા કરાર કરવામાં આવ્યો ન હોય તેવા તમામ કિસ્સામાં આશરે 23 જેટલા આવાસો ને રદ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું છે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા એ પ્રકારના ચાર બી-પ્રકારનું એક, સી- પ્રકારનાં બે,ડી-પ્રકારનાં ચાર, ઈ-પ્રકારના ત્રણ, એફ પ્રકારનાં ત્રણ, જે-પ્રકારનું એક, કે પ્રકારના બે તથા એલ.પ્રકારનાં ત્રણ આવાસો રદ્દ કરાયા છે.
રૂૂડા દ્વારા સતાવાર રીતે જણાવ્યા મુજબ રાજકોટ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWSII પ્રકારના ટી.પી.17 એફ.પી.95, વૃંદાવન હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, અવધ કલબ રોડ, કાલાવડ રોડ, રાજકોટમાં આવાસધારકોને ફાળવેલ છે.
તે આવાસોના દસ્તાવેજ/ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોઈ, આ બાબતે લાભાર્થીઓને અત્રેની કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસધારકો દ્રારા દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. જેને ધ્યાને બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે. આગામી દિવસોમાં આ અંગે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે અંગે હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. જરૂૂરી એ છે કે આ માટે સરકાર અને ખાસ તો સ્થાનિક પ્રશાસન યોગ્ય રીતે કામગીરી કરે કારણ કે રૂૂડા હસ્તકના ઘણા ખરા આવાસો અને મહાનગર પાલિકા હસ્તકના જે આવાસો છે તેમાં હજુ પણ ઘણા ખરા લાભાર્થીઓ ભાડા પેટે રહી રહ્યા છે જે ગેરકાનૂની છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:27 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech