વધુ એક ટ્રેન હોનારત સર્જાતા રહી ગઈ

ચાલુ ટ્રેનમાં આગની લપટો જોવા મળતા મુસાફરોએ ટ્રેન ચેન ખેંચીને અટકાવી

કુરુક્ષેત્ર તા. 13

કુરુક્ષેત્ર થી ખજૂરાહો જતી ઉતારું ટ્રેનના મ5 કોચમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાવવા લાગ્યા હતા આથી એ ડબ્બા ના ગભરાઈ ગયેલા મુસાફરોએ તરત જ ચેન ખેંચીને પ્રેગને અટકાવી હતી અને સુરત જ સ્ટેશન માસ્તર તથા લોકો પાયલોટ ને જાણ કરવામાં આવી હતી.

લોકોની સમય સૂચકતાથી વધુ એક ટ્રેન દુર્ઘટના થતા રહી ગઈ હતી.

મુસાફર ટ્રેન કુરુક્ષેત્રથી મધ્યપ્રદેશના ખજુરાહો તરફ જઈ રહી હતી ત્યારે અચાનક કોઈ કારણસર એક ડબ્બામાં આગ લાગતા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

જોકે મુસાફરોએ ચેન ખેંચી લેતા ટ્રેન અટકી ગઈ હતી અને સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. ભજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે ટ્રેન ઈશાનગર રેલવે સ્ટેશનથી છતરપુર તરફ જવા નીકળી ત્યારે તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને આગ પ્રસરવા લાગી હતી. પરંતુ ઘટનાની જાણ થતાં જ રેલવેના કર્મચારીઓએ પણ ખૂબ જ સુજ સમજ સાથે આગને કાબુમાં લીધી હતી. જેથી કોઈને ઈજા થઈ નથી. પણ દેશમાં હમણાં હમણાં ટ્રેનના પાટા ઉથલી પડવાની ટ્રેનના પાટા બદલાઈ જવાની અને પાટા ઉપર સિલિન્ડર ગોઠવીને ટ્રેન ઉથલાવી દેવાના પ્રયાસોની ઘટનાઓ હવે નિયમિત રૂપે બનવા લાગી છે એટલે રેલવેની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થવા પામ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:44 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm