સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 252 ગ્રામ ડ્રગ્સ કર્યું કબજે : બે ની શોધખોળ શરુ
રાજકોટ મિરર, તા.21
ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વાપી નજીકથી બે નાઈજીરિયન શખ્સોને રૂૂ. 1,26,22,200ના ડ્રગ્સ સાથે પકડી પાડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારની શોધખોળ ઓઅદારી છે.
મળતી વિગતો મુજબ વિકાસ સહાય પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્રારા રાજ્યમાં એન.ડી.પી.એસ.ની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો ઉપર વોચ-તપાસ રાખી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કેસો શોધવા સુચના કરવામાં આવેલ, તે અંતર્ગત નિર્લિપ્ત રાય, , નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલની સીધી સુચના અને સુપરવિઝન હેઠળ તથા કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ હેરાફેરી અંગે બાજ નજર રાખી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કેસો શોધવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને આદેશો અપાયા હતા.
સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ સી.એચ.પનારાની ટીમને બાતમી મળી હતી કે, સાંજના બે નાઈજીરીયન શખ્શ ટેક્ષી પાર્સીગ કારમાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મુંબઈ, મહારાષ્ટ્રના વસઈ, નાલા સોપારા ખાતેથી લઈ 5થી 7 વાગ્યાના ગાળામાં વાપી ખાતે કરમબેલા નેશનલ હાઈવે નં-48 ની બાજુમાં આવેલ રેલ્વે ઓવરબ્રીજની નીચે કોઈક ઈસમને આપવા આવનાર છે.
આવી માહિતી આધારે પીઆઈ વી.સી.જાડેજાની ટીમે બે સરકારી પંચો સાથે વોચ ગોઠવી હતી. દરમ્યાન કલાક 6-30 વાગ્યાના અરસામાં બાતમી મુજબના નાઈજીરીયન શખ્સો સાથેની એક સફેદ કલરની હ્યુન્ડાઈ ઓરા ટેક્ષી પાર્સીંગ કાર ભીલાડ તરફથી કરમબેલા નેશનલ હાઈવે નં-48 ની બાજુમાં આવીને રેલ્વે ઓવરબ્રીજની નીચે આવી ઉભી હતી.આવા સમયે કારને કોર્ડન કરી રહેતા. તેને કોર્ડન કરી, (1) કેલીચીફુ એજે ફ્રાન્સીસ(ઉ.વ.40,રહે.નાલા સોપારા, રેલ્વે સ્ટેશન આસપાસ ફુટપાથ ઉપર, તા.વસઈ, જિ.પાલધર(મહારાષ્ટ્ર મુળ રહે.સિલ્વર બિલ્ડીંગ, ઉડીલે કકોકા સ્ટ્રીટ, લેગોસ, નાઈજીરીયા) તેમજ અકીમવાનમી તાઈવો ડેવીડ ( ઉ.વ.28, રહે.જય માતાદી બિલ્ડીંગ, 90 ફૂટ રોડ,
નાલા સોપારા, તા.વસઈ, જિ.પાલઘરમહારાષ્ટ્ર મુળ રહે.લેગી ગાર્ડન ફેસ-1, લેગોસ આઈલેન્ડ,) એમ બંને શખ્શોની પૂછપરછ અને કારની તેલાસી લેવાતા તેમાંથી રૂૂ. 1.ર6,07,000નું 252.14 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.
ઓપરેશન દરમિયાન પોલીસે રોકડ 5,200, રૂૂ.10 હજારના બે મોબાઈલ મળી કુલ રૂૂપિયા
1 કરોડ, 26 લાખ, 22 હજાર, 200ના મુદ્દામાલ સાથે બંને નાઈજીરિયનપકડી પાડી, વિધિવત અટક કરી, સ્ટેટ મોનીટરીંગ સેલની ગાંધીનગર સ્થિત કચેરીએ લાવી, સ્ટેટ મોનીટરીંગ
સેલ પોલીસ સ્ટેશનમાં નાર્કોટીક ડૂગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ-1985ની કલમ-8(સી), 22(સી) તથા 29 મુજબ તા.20ના રોજ ગુન્હો દાખલ કરાયો હતો. આ બંનેને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
