વિઝન વિકસિત ગુજરાત કા, મિશન જનકલ્યાણ કા

માર્ચ 2025માં રાજ્યનો છૂટક ફુગાવો 2.63 ટકા

રાષ્ટ્રીય સરેરાશ 3.34 ટકા કરતા 0.71 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો

ગાંધીનગર , તા. 25
હાલ સમગ્ર વિશ્વની જે અર્થવ્યવસ્થા છે તે ક્યાંક ને ક્યાંક ડામાડોળ થતી હોય તેવું લાગી રહ્યું છે અને તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે ત્યારે ગુજરાતે એક અત્યંત કહી શકાય કે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે જેમાં છૂટક ફુગાવાનો દર 2.63% રહ્યો છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે ત્યારે ગુજરાત સરકારે આ પગલું લેવા માટે જે કાર્યો કર્યા છે તે પણ સરહાનીય છે. માર્ચ 2025 માટે ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (ઈઙઈં) પર આધારિત ગુજરાતનો વાર્ષિક છૂટક ફુગાવાનો દર (રિટેઇલ ઇન્ફ્લેશન રેટ) ફક્ત 2.63 ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 3.34 ટકા કરતા 0.71 ટકા જેટલો નોંધપાત્ર રીતે ઓછો છે. આ દર ઘણા મોટા અને વિકસિત રાજ્યો કરતા પણ ઓછો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘વિઝન વિકસિત ગુજરાત કા, મિશન જનકલ્યાણ કા’ ની પ્રતિબદ્ધતા સાથે રાજ્યનો આધુનિક વિકાસ કરવાની સાથે જ ‘ઇઝ ઓફ લિવિંગ’ ની દિશામાં પણ કામ કરી રહી છે. એક બાજુ સરકાર વિકાસ અને રોકાણ વધારવા માટે નવા ઉભરી રહેલા ક્ષેત્રોમાં નવી નીતિઓ બનાવી રહી છે, જ્યારે બીજી બાજુ નાગરિકો માટે રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો સ્થિર કરવા માટે પણ વિશિષ્ટ પ્રયત્નો કરી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓ
‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ ના વિઝન સાથે આર્થિક વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહેલા ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં ફુગાવાનો દર નિયંત્રિક કરવો એ એક મોટો પડકાર છે. પરંતુ, સરકારની રાજકોષીય સમજદારી, પુરવઠા શૃંખલામાં સુધારા, સ્પર્ધાને પ્રોત્સાહન, કાર્યક્ષમ બજાર નિયમન અને લઘુત્તમ ટેકાના ભાવ અને જાહેર વિતરણ વ્યવસ્થા જેવી ખાદ્ય ભાવ વ્યવસ્થાપન પહેલોને કારણે ફુગાવો નોંધપાત્ર રીતે નિયંત્રણમાં રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતે ભાવ સ્થિરતા તેમજ ઝડપી આર્થિક વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ઉત્તમ સંતુલન પ્રાપ્ત કર્યું છે.

ગામડાઓમાં શહેરો કરતા ફુગાવાનો દર ઓછો
ગુજરાત સરકારે નીતિગત પગલાંઓ દ્વારા ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે, જેના પરિણામસ્વરૂપે માર્ચ 2025 માટે રાજ્યનો ફુગાવાનો દર 2.63 ટકા રહ્યો છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર 2.61 ટકા રહ્યો, જ્યારે શહેરી વિસ્તારોમાં આ દર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ થોડો વધુ એટલે કે 2.70 ટકા રહ્યો. આ બંને આંકડાઓ રાષ્ટ્રીય ગ્રામીણ સરેરાશ 3.25 અને રાષ્ટ્રીય શહેરી સરેરાશ 3.43 ટકાની સરખામણીએ ઘણા ઓછા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રામ વિકાસલક્ષી નીતિઓના કારણે રાજ્યના ગામડાઓમાં છુટ્ટક વસ્તુઓ સસ્તી થઈ છે અને ગામડાઓમાં શહેરો કરતા મોંઘવારી ઓછી છે. રાજ્ય સરકારની અનેક યોજનાઓ ખેડૂતલક્ષી તથા ગ્રામ વિકાસલક્ષી છે, જેના કારણે ગામડાઓ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.

વિકસિત રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન
ગુજરાત દ્વારા કાર્યક્ષમ રીતે ફુગાવાના સંચાલનનું આ પરિણામ છે કે રાજ્યએ મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીમાં ફુગાવાને નિયંત્રિત રાખવાની બાબતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ મુજબ, ઉત્તરપ્રદેશ (3.01%), બિહાર (3.11%), મધ્યપ્રદેશ (3.12%), રાજસ્થાન (2.66%), છત્તીસગઢ (4.25%), પશ્ચિમ બંગાળ (3.17%), કર્ણાટક (4.44%), મહારાષ્ટ્ર (3.86%) અને તમિલનાડુ (3.75%) જેવા મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીએ ગુજરાત 2.63 ટકાના દર સાથે ફુગાવા પર નિયંત્રણ મેળવવામાં અસરકારક રીતે સફળ રહ્યું છે. બીજી બાજુ કેરળ 6.59 ટકા ફુગાવાના દર સાથે દેશમાં સૌથી વધુ મોંઘવારી દર ધરાવતું રાજ્ય બન્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:06 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech