વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘની તા.4થી 6 ડિસેમ્બરે ચૂંટણી

મજદૂર સંઘને વ્યાપક સમર્થન

વેસ્ટર્ન રેલવે મજબૂર સંઘના લીડર હિરેન મહેતાને લોકો વ્યાપક પતિસાદ

રાજકોટ મિરર, તા.21
હિરેન મહેતા ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટન રેલવે મજદૂર સંઘની જણાવેલી યાદી મુજબ ડિસેમ્બર મહિનાની તારીખ 4 5 6 ના રોજ રેલવેના માન્યતા પ્રાપ્ત સંગઠન માટેની ચૂંટણી થઈ રહી છે. જેમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘગઞ નિશાન ગુલાબના ફૂલ સાથે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કર્મચારીઓની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે કર્મચારીઓની જરૂૂરિયાતોને પ્રશાસન સુધી પહોંચાડી સફળ રીતે સુલજાવનાર વેસ્ટર્ન રેલવે મજબૂર સંઘના લીડર હિરેન મહેતાને લોકો વ્યાપક સમર્થન આપી વોટ આપવા માટેનું પ્રોમિસ કરી રહ્યા છે.
કર્મચારીઓ જાણે છે કે પે કમિશન, ડીએ બોનસ, પે ફિક્શેસન, ક્વાટર કોલોનીના રસ્તા, લાઈટ કાર્ય કરવાના સ્થળ પરની જરૂૂરિયાતો અને સુવિધાઓ, હોસ્પિટલને લગતી વિવિધ જરૂૂરિયાતો રેફરલ કરવા કાર્ય સ્થળ પર લાગી જવાથી કર્મચારીઓના હક માટે મળતી રજાઓ અને બીજી જરૂૂરિયાતો કર્મચારીઓને સુપર સ્પેશિયાલિસ્ટની સેવાઓ મળી રહે એ માટે પ્રાઇવેટ હોસ્પિટલ સ્ટર્લીંગ હોસ્પિટલ સાથે, બીટી સવાણી હોસ્પિટલ સાથે કિડની સારવાર માટે કેન્સર હોસ્પિટલ સાથે જુદા જુદા રિપોર્ટ્સ કરાવવા માટે એમઆરઆઈસીટી સ્કેન તથા અન્ય બ્લડ રિપોર્ટ્સ માટે પ્રાઇવેટ લેબોરેટરીઝ અને સંસ્થાઓ સાથે રેલવે હોસ્પિટલના ટાયઅપ કરાવવા હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવા મળી રહે એ માટે કેસ ટુ કેસ બેઝ પર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવવા જરૂૂરી દવાઓ અને સારવાર મળી રહે એ માટે કર્મચારીઓ ના પક્ષમાં રજૂઆત કરી સરળતાથી સારવાર મળી રહે એવા કાર્યો સાથે વિવિધ સ્તરે કર્મચારીઓ માટે સતત સંઘર્ષ કરનાર, સાંસ્કૃતિક સામાજિક સ્પોર્ટ્સ ને લગતી વિવિધ ટુર્નામેન્ટોના આયોજન 26 જાન્યુઆરીએ રેલવેના કર્મચારીઓના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજવી મહિલાઓના ઉત્થાન માટે મહિલા કર્મચારીઓ માટે જરૂૂરી સમર્થન કરવું અને જરૂૂર પડે પ્રશાસન સામે તેની વાતની રજૂઆત કરી સંઘર્ષ કરી ન્યાય અપાવવો અને જો માંગ ન સ્વીકારાય ત્યારે ધરણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન અને વિવિધ મીટીંગોમાં હાયર ઓથોરિટી સુધી પ્રશ્નોની સચોટ અને અસરકારક રજૂઆત કરી કર્મચારીઓના પક્ષમાં પરિણામ લાવવા માટે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના હિરેન મહેતાએ લડત આપી કર્મચારીઓને ન્યાય અપાવ્યો છે.
ત્યારે ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્મચારીઓ સામેથી પોતાના થયેલા કાર્યો યાદ કરાવી વેસ્ટન રેલવે મજદૂર સંઘની સાથે જ છે એવું સમર્થન આપી રહ્યા છે કર્મચારીઓનો અને તેના પરિવારજનોનો જે સ્નેહ અને વિશ્વાસ છે એ કાયમ રહેશે ક્યારેય પણ કર્મચારીઓનો વિશ્વાસ તૂટે એવું કાર્ય નહીં કરીએ એવું કહી હિરેન મહેતાએ કર્મચારીઓમાં એક નવી જ ઉર્જા અને વિશ્વાસ ઊભા કર્યા છે.
સાથે સાથે ચાર અને પાંચ ડિસેમ્બર 2024 ના રોજ થનાર ચૂંટણીમાં વેસ્ટન રેલવે મજદૂર સંઘના ચુનાવ ચીન્હ નિશાન ગુલાબના ફૂલ પર મહોર મારી વોટ આપવા માટે અપીલ કરી છે. આ ચૂંટણીમાં ઓખા થી લઇ વણી રોડ સુધીના કર્મચારીઓ વોટ કરી શકે એ માટે જુદી જુદી જગ્યાએ 11 વોટીંગ બુધ રેલ્વે દ્વારા ગોઠવવામાં આવ્યા છે. જેમાં ઓખા દ્વારકા ખંભાળિયા જામનગર હાપા રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર મોરબી વગેરે જગ્યાએ બુથ રાખ્યા છે.
જ્યાં રેલ કર્મચારીઓ આ માન્યતા પ્રાપ્ત સંગઠન માટેની ચૂંટણી માં જે નેતૃત્વ અને સંગઠન રેલ કર્મચારીઓના હિતમાં કાર્ય કરનાર સંઘર્ષ કરનાર કર્મચારીઓનો પક્ષ લેનાર સંગઠનને એક વોટ આપી આ ચૂંટણીમાં ભાગ લેશે જેમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ જે વેસ્ટન ઝોનમાં પ્રથમ સ્થાન પર રહ્યું હતું અને કર્મચારીઓના સતત કાર્ય કરી આવનાર ચૂંટણીમાં પણ કર્મચારીઓનો જે સ્નેહ અને વિશ્વાસ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તરફ છે એ જણાવે છે કે વેસ્ટન રેલ્વે મજદૂર સંઘ પ્રથમ સ્થાન પર જ રહેશે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ઓફિસ ખાતે યોજાયેલ સ્નેહ મિલનમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી આર જી કાબરજી ઉપસ્થિત રહ્યા હતા અને મજદૂર સંગ રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતા એક મજબૂત નેતૃત્વ છે અને સચ્ચાઈ પૂર્વક કર્મચારીઓ માટે લડનાર લીડર છે કર્મચારીઓ પોતાનો મત આપી કેવુ નેતૃત્વ જોઈએ છે એ નક્કી કરશે ત્યારે ગઋઈંછ / ઠછખજ દ્વારા કર્મચારીઓના કરેલા કાર્યો ની વિવિધ અને વિસ્તૃત જાણકારી આપી અપીલ કરી હતી કે કર્મચારીઓ માટે લડનાર સંઘર્ષ કરનાર પરિપક્વ દૂરં દેશી જાંબાજ લીડર ની જરૂૂર હોય તો મજદૂર સંઘના ગુલાબના ફૂલ પર વોટ આપી આપના માટે મજબૂત નેતૃત્વ નો ચુનાવ કરજો. આજના આ ચેલેન્જ ના સમય માં સરકારની નીતિઓ જે કર્મચારીઓના વિરોધ મુજબ ચાલી રહી છે એ સમયમાં સંગઠિત રહી જો મજબૂત નેતૃત્વને સમર્થન નહીં આપીએ તો પ્રાઇવેટાઈઝેશન અને ઠેકેદારી પ્રથાઓ દ્વારા આપણું આ રાષ્ટ્રની સેવા આપતું રેલવે તંત્ર ખતમ જશે અને કર્મચારીઓના શોષણ સામે તેના હક માટે લડનાર સંગઠન નહીં રહે પરંતુ આજે સમય છે કે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પક્ષમાં ગુલાબના ફૂલ ને વોટ કરી આપણા કર્મચારીઓ માટે લડનાર સંગઠનને વધુને વધુ મજબૂત કરીએ ગુલાબના ફૂલ પર વોટ કરીએ.
વિવિધ શાખાઓ દ્વારા પણ જોરશોરથી પ્રચાર
આ ચૂંટણી પ્રચારમાં હિરેન મહેતાના નેતૃત્વ હેઠળ રાજકોટ ડિવિઝનમાં વિભિન્ન શાખાઓ સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેમાં ડી આર સોઢા, રસુલ મલિક યુવરાજસિંહ હરિસીગ હિતેશ ઠાકર એમ કે જાડેજા એ એસ દવે, એલ પી યાદવ હરેશ અમદાવાદી અમિત ભાર્ગવ ઈકબાલભાઈ અવની ઓઝા મયુરસિંહ ડી એસ શર્મા, કેતન જાની અનિલ કુમાર પ્રદીપ ખાચર, લાલાભાઇ, હરદેવસિંહ જાડેજા, અભિષેક રંજન વિવેકાનંદ ઝાકીર જામ જયેશભાઈ ડોડીયા ધર્મેન્દ્રસિંહ ઝાલા વિષ્ણુદાન ગઢવી શક્તિદાન ગઢવી, એ ડી પટેલ કેતન ભટ્ટી, શૈલેષભાઈ ભટ્ટ રામકૃષ્ણ, અલ્પેશભાઈ ગબરુભાઈ, ધુળાભાઈ , હર્ષદ, હિતેશ પરમાર, ભુપત પંડ્યા, ગોપાલ શર્મા, મહિલા વિંગ માંથી જોનલ મહિલા ક્ધવીનર અવની ઓઝા ધર્મિષ્ઠા થોરીયા પુષ્પા ડોડીયા ધર્મિષ્ઠા પૈજા, મનીષા દીક્ષિત જ્યોતિ મહેતા ફાલ્ગુની મહેતા, વિધિ મહેતા ભારતી મહેતા જ્યોતિ બગડા દીપ્તિ મેસવાણી નિર્મળા મકવાણા, દયા રાનોલીયા, નીતા પરમાર, જ્યોતિ પંડિત, સોનલબા, પન્ના બા, દીપીકા સુરાણી વગેરે એ જહમત ઉઠાવી રહ્યા છે અને વેસ્ટન રેલવે મજબૂર સંઘના ચુનાવ ચીન્હ ગુલાબના ફૂલને વોટ આપી પ્રચંડ બહુમતિ થી જીતાડવા માટે રેલ કર્મચારીઓ લોકોને અપિલ કરી રહ્યા છે.. રેલ કર્મચારીઓનું મળી રહેલ સમર્થન અને સ્નેહ વોટ આપી આપણા લીડર હિરેન મહેતાને રાજકોટ ડિવિઝનમાં મજબૂતીથી આપણા પક્ષને રાખવા માટે મત આપશો એવો વિશ્વાસ દર્શાવ્યો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:05 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm