પ્રોફેશનલ ટેક્સની આવક મનપા માટે અત્યંત ઉપયોગી : વોર્ડ વાઇસ ટીમ બનાવી હાથ ધરાશે રિકવરી ઝુંબેશ
સંબંધિત ક્ષેત્રના વેપારીઓ દ્વારા હજુ પણ નથી કરાવવામાં આવી નોંધણી : વેરા વસુલાત શાખા લેશે આખલા પગલા
રાજકોટ, તા. 22
કોઈપણ શહેરનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા યોગ્ય વેરો વસૂલવામાં આવતો હોય અને તે વેરો લોકો ઉપયોગી અને વિકાસના કામો માટે ઉપયોગમાં લેવાતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને આ વર્ષે 410 કરોડનો વેરાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેને પરિપૂર્ણ કરવા માટે હાલ વેરા વસુલાત વિભાગ દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ હાલ વેરા વસુલાત શાખાએ 410 કરોડના લક્ષ્યાંક ની સામે 326 કરોડ જેટલો વેરો વસૂલ્યો છે બીજી તરફ હાલ પ્રોફેશનલ ટેક્સની વાત કરવામાં આવે તો આ ટેક્સ પણ મહદ અંશે વધે અને મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ તે માટે ધડાધડ નોટિસો આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ વ્યવસાય વેરો ભરતા વેપારીઓ કે જેઓએ હાલ કોઈ પોતાનો બાકી વેરો ભર્યો ન હોય અથવા તો એવા વેપારીઓ કે જેઓએ વ્યવસાય વેરા માટે નોંધણી પણ ન કરાવી હોય તે તમામની યાદી તૈયાર કરવામાં આવી છે અને તે મુજબ હાલ નોટીશો પણ બજાવવામાં આવતી હોવાનું વેરા વસુલાત શાખા દ્વારા જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ ઘણાખરા કિસ્સામાં ધંધાર્થીઓ પ્રોફેશનલ ટેક્સ ભરવા માટે લાયકાત ધરાવતા હોય છે પરંતુ વેરો ભરવો ન પડે તે વાત ને ધ્યાને લઈને હાલ આ પ્રકારના કીમિયા અપનાવવામાં આવે છે ત્યારે વેરા વસુલાત વિભાગ પાસે એ આંકડો છે કે આશરે 65,000 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હોય ત્યારે વ્યવસાય નોંધણી નહીં કરાવનાર વ્યાપારીઓ પર તવાય બોલાવવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ માટે વેરા વસુલાત વિભાગ દ્વારા તખતો પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.
ચાલુ વર્ષમાં મહાનગરપાલિકાએ પ્રોફેશનલ ટેક્સ પેટે 35 કરોડની વસૂલાત માટેનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે તેમાં ગઈકાલ સુધી કુલ 20 કરોડથી વધુની વસૂલાત થઈ હોવાનું હાલ જાણવા મળ્યું છે ત્યારે હવે બાકી રહેતો જે આંકડો છે તેને પહોંચી વળવા માટે હાલ નોટિસો આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે શહેરના વિવિધ વોર્ડમાં જે વેપારીઓ વ્યવસાય કરતા હોય અને તેઓએ તેમની નોંધણી પ્રોફેશનલ ટેક્સ માટે કરાવી ન હોય તેવા તમામની હાલ યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમની નોંધણીની સાતો સાત તેમને ભરવા પાત્ર વેરો વસૂલવા માટે પણ નોટિસો બજાવવામાં આવી છે.
પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવા માટે મહાનગરપાલિકાના વેરા વસલાદ વિભાગ દ્વારા વિવિધ ટીમોનું ગઠન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આશરે વિવિધ ટીમો દ્વારા કુલ 65000 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રોફેશનલ ટેક્સ માટે ઘણા ખરા પ્રોફેશનલ ની નોંધણી થઈ છે પરંતુ વસૂલાત કરવા માટે જે તત્પરતા હોવી જોઈએ તે જોવા મળતી નથી ત્યારે શેરબ્રોકર ડોકટર, એડવોકેટ, નોટરી, સી.એ., કંપની સેક્રેટરી, કોન્ટ્રાકટર, બિલ્ડર, આર્કિટેક્ટ, ક્ધસલ્ટિંગ સિવિલ ઇજનેર, નાના મોટા એકમો જેવા વ્યવસાયિકોને નોટિસ આપી રજિસ્ટ્રેશન કરાવવા અથવા તો રજિસ્ટર્ડ હોય તેને
વેરો ચુકતે કરવા નોટિસો આપવામાં આવી રહી છે.
વેરા વિભાગની ટીમ દ્વારા વોર્ડ વાઇઝ હાલ સર્વે કરવામાં આવ્યો અને જે વેપારીઓ દ્વારા વ્યવસાય વેરો ભરવામાં આવ્યો ન હોય તેમને નોટીશો ફટકારવામાં આવી છે ત્યારે પ્રોફેશનલ ટેક્સ વસૂલવાની સત્તા મહાનગરપાલિકાને એટલે મળી કારણ કે આ રકમ પણ મનપા માટે અત્યંત ઉપયોગી અને મહત્વની છે ત્યારે આ કિસ્સામાં રાજકોટમાં અનેકવિધ ક્ષેત્રો છે જેમાં લોકો ઘણો ખરો વેપાર અને વ્યવસાય કરતા હોય ત્યારે મામુલી એવા રકમની ભરપાઈ વેરા પેટે કરવામાં ન આવે તે ભવિષ્યમાં પરિસ્થિતિ ન ઉદ્ભવે તેના માટે હાલ વેરા વસુલાત શાખા દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક પગલાં લેવાનું કાર્ય શરૂ કર્યું છે.
નવનિયુક્ત કમિશ્નર તુષાર સુમેરાનાં આદેશથી હવે વોર્ડ વાઇઝ ગ્રાઉન્ડ લેવલ સુધી ફિલ્ડ વર્ક કરી બ્યુટી પાર્લર, હેર પાર્લર, ટેઇલર, ગ્રોસરી સ્ટોર જેવા વ્યવસાયિકોને નોટિસ આપવામાં આવી રહી છે. પેઢીમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યાના આધારે આ ટેકસ ભરવાનો હોય છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવા માટેની વિચારણા હતી. પણ હવે આ ટેક્સ દૂર કરવાનો ન હોવાનું નક્કી થયું છે. જેને લઈ મહાપાલિકા તંત્રએ પુરજોશમાં વેરા વસુલાત શરૂ કરી છે.
છેલ્લા ઘણા સમયથી જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેને ધ્યાને લઈ હાલ વ્યવસાય વેરો વધુ પ્રમાણમાં મહાનગરપાલિકાને મળે તે માટેની હાલ તૈયારીઓ અને તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા તમામ વ્યાપારીઓને વ્યવસાય નોંધણી કરાવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે કારણ કે અત્યાર સુધી ઘણા ખરા કિસ્સામાં હજુ પણ જે વ્યાપારીઓ છે તેઓએ વ્યવસાય વેરા માટે નોંધણી કરાવી નથી. જેને લઈને રાજકોટ મનપાને ઘણો ફટકો આર્થિક રીતે પડી રહ્યો છે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જ્યાં સુધી પૂરતો વેરો મહાનગરપાલિકાને નહીં મળે ત્યાં સુધી જે વિકાસના કામો છે અને તેમાં જે ગતિ આવી જોઈએ તે નહીં આવી શકે. હાલ જે 65,000 નોટી સો જે ફટકારવામાં આવી છે તેને ધ્યાને લઈને ભવિષ્યમાં પણ ટાર્ગેટ ને પરિપૂર્ણ કરવા માટે ઝુંબેશ ખૂબ મહત્વની પુરવાર થશે ત્યારે આગામી દિવસોની તૈયારીના ભાગરૂપે હવે મહાનગરપાલિકા પણ સવિશેષ વ્યવસાય વેરો વધુને વધુ આવે તે માટે તૈયારીઓ શરૂ કરી છે.
