સંગઠન પર્વ : બુથ સમિતિનું 100% કામગીરી પૂર્ણરાજકોટ જીલ્લા ભાજપે સૌરાષ્ટ્રમાં મેળવ્યો અવ્વલ નંબર

રાજકોટ મિરર, તા.29
ભાજપની સંગઠન રચનાના સંગઠન મહાપર્વ કાર્યક્રમમાં પ્રાથમિક સભ્ય નોંધણી, સક્રિય સભ્ય નોંધણી અને ત્યારબાદ બુથ સમિતિ રચના કાર્યક્રમ સમગ્ર ભારતમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા ભાજપના સંગઠન રચનાના ચુંટણી અધિકારી તરીકે આશિષભાઈ દવે તેમજ સહ ચૂંટણી અધિકારી તરીકે જે.કે. ચાવડાની નિમણુક થયેલ સાથે સાથે જીલ્લા ભાજપ દ્વારા અપાયેલા નામો પૈકી સ્થાનિક સહ-ચૂંટણી અધિકારી તરીકે પ્રફુલભાઈ ટોળિયા તેમજ ડો.દિપકભાઈ પીપળીયાની નિયુક્તિ બાદ ગ્રામ્ય મંડલોમાં ખેતીવાડીની સીઝન હોવા છતાં સુવ્યવસ્થિત આયોજન અને સમયબદ્ધ માઈક્રોપ્લાનિંગ દ્વારા જીલ્લાની કાર્યશાળા, પ્રવાસ દ્વારા મંડલની કાર્યશાળાઓ પૂર્ણ કરી માહિતી અને માર્ગદર્શન આપી જીલ્લાના 1446 બુથો ઉપર બુથ સમિતિની રચના કાર્ય આરંભવામાં આવ્યું હતું.
જે કાર્યક્રમ માત્ર પાંચ દિવસમાં ઉપરોક્ત પદાધિકારીઓના માર્ગદર્શન અને આગવી સુજબુઝના કારણે 100% બુથ સમિતિઓની રચના કરી અને સરલ એપ પર અપલોડ કરવામાં સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર બાદ રાજકોટ જીલ્લો દ્રિતીય ક્રમે જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં બુથ સમિતિની રચનામાં રાજકોટ જીલ્લો પ્રથમ રહ્યો છે. જે બદલ ઉપરોક્ત પદાધિકારીઓ અને જીલ્લાના કાર્યકર્તાઓ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:18 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech