સની પાજી ધાબાની જમીન રહેણાંક હેતુનીનીકળતા પાઠવી શરત ભંગની નોટિસ

તાકીદે કલેકટર નક્કર પગલા લ્યે તેવું સૂત્રોનું માનવું
800 ચોરસ મીટરમાં ઊભું કરવામાં આવ્યું હતું દબાણ

રાજકોટ, તા. 30
જામનગર રોડ પર આવેલા સની પાછી ધાબા કે જે સરકારી જમીન પર ખડકી દેવામાં આવી તેને લઈને તાલુકા મામલતદાર દ્વારા ડિમોલિશન માટેની નોટિસ આપવામાં આવી હતી જે અનુસંધાને ત્રણ દિવસ પહેલા જ શનિ પાછી ઢાબાના માલિકે પોતાની રીતે જ ઊભું કરેલું દબાણ દૂર કર્યું હતું પરંતુ હવે મળતી માહિતી મુજબ તાલુકા મામલતદાર દ્વારા જમીન શરત ભંગ નો રિપોર્ટ કલેક્ટરને કરવામાં આવ્યો છે ત્યારે કલેક્ટર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી છે. મળતી માહિતી મુજબ જામનગર રોડ પર આવેલા સની પાજીકા ઢાબા દ્વારા જે ધાબો શરૂ કરવામાં આવ્યો તે જગ્યા સરકારી જમીન હોવાથી અનેક વિવાદો ઊઠવા પામ્યા હતા.
જે હોટેલ ઉભી કરવામાં આવી તેમાં પણ રહેણા ખેતુના પ્લોટ બનાવવામાં આવ્યા હતા એટલું જ નહીં રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા આ અંગે સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી ત્યારે રેણા ખેતુના પ્લોટ પર ઊભું કરવામાં આવેલું અને દબાણ કરેલી હોટેલ હોવાનું બહાર આવતા કલેક્ટર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. જેથી તેમની સામે શરત ભંગની કાર્યવાહી કરવા તાલુકા મામલતદાર એ કલેકટરને દરખાસ્ત પણ કરી હતી. કલેકટર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફાઝલ થયેલી રહેઠાણ હેતુ માટેની અલગ અલગ ત્રણ જેટલા પ્લોટ માં કોમર્શિયલ બાંધકામ ઊભું કરી દેવામાં આવતા તાલુકા મામલતદાર દ્વારા દબાણ દૂર કરવા અને શરદભંગ અંગેની નોટિસ પણ આપવામાં આવી હતી ત્યારે આ અંગેનો રિપોર્ટ હાલ કલેકટરને કરવામાં આવ્યો છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે આટલા વર્ષોથી ધમધમતા આ ધાબામાં કેમ મામલતદારને અંતે જ ખ્યાલ આવ્યો કે જે ઢાબો ઉભો થયો છે તે સરકારી જમીન પર છે આ મુદ્દે એક નહીં અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:21 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech