ગુડ એન્ડ સર્વિસ ટેકસના છીંડા બૂરવાના બદલે પેઢીધારકો છીંડા જ પાડી રહ્યા છે : એજન્સી એ દાખવવું પડશે આકરું વલણ
રાષ્ટ્રવ્યાપી દરોડામાં 18000 બનાવટી કંપનીઓ ઝડપાઈ : 73 હજાર કંપનીઓ પર તપાસ , 25 કરોડની છેતરપિંડી આવી સામે
રાજકોટ, તા. 5
વર્ષ 2017માં જ્યારથી જીએસટીનો નવો ટેક્સ કાયદો અમલમાં આવ્યો ત્યારથી ચોરીની નવી રીતો પણ શોધવામાં આવી. હવે ટેક્સ અધિકારીઓએ આવી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 18 હજાર સેલ કંપનીઓ બનાવીને 25 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો હતો. ટેક્સ અધિકારીઓએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ નોંધાયેલી લગભગ 18,000 નકલી કંપનીઓ શોધી કાઢી છે, જે લગભગ રૂ. 25,000 કરોડની કરચોરીમાં સામેલ છે. તાજેતરમાં, નકલી કંપનીઓ સામે દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓએ 73,000 કંપનીઓની ઓળખ કરી હતી. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે તેઓ કોઈપણ વાસ્તવિક માલ વેચ્યા વિના માત્ર ’ઈનપુટ ટેક્સ ક્રેડિટ’ (ITC) ના લાભો મેળવવા માટે સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આ રીતે આ કંપનીઓ સરકારી તિજોરીને છેતરતી હતી.
નકલી નોંધણીઓ સામેની બીજી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં, અમે ચકાસણી માટે લગભગ 73,000 GSTIN ઓળખ્યા હતા. તેમાંથી લગભગ 18,000 બિન-અસ્તિત્વમાં હોવાનું જણાયું હતું. આ નકલી કંપનીઓ અંદાજે રૂ. 24,550 કરોડની કરચોરીમાં સામેલ હતી. વિશેષ ઝુંબેશ દરમિયાન કંપનીઓ દ્વારા લગભગ રૂ. 70 કરોડની સ્વૈચ્છિક GST ચુકવણી કરવામાં આવી હતી. સરકાર નકલી GST નોંધણીઓને રોકવા માટે સતત ઝુંબેશ ચલાવે છે. નકલી નોંધણીઓ સામે બીજી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ 16 ઓગસ્ટથી ઓક્ટોબરના અંત સુધી ચાલી હતી. અગાઉ, બનાવટી નોંધણી સામેની ઝુંબેશ હેઠળ, જે ગયા વર્ષે 16 મેથી 15 જુલાઈ સુધી ચાલી હતી, GST નોંધણી ધરાવતા 21,791 એકમો અસ્તિત્વમાં નથી. આ ઓપરેશન દરમિયાન 24,010 કરોડ રૂપિયાની શંકાસ્પદ કરચોરી શોધી કાઢવામાં આવી હતી.
સરકાર હવે નકલી GST રજિસ્ટ્રેશનની ઓળખ અને તપાસ માટે સતત કડક પગલાં લઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે હવે વધુને વધુ ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે જેથી કરીને આ બનાવટી કંપનીઓને પકડી શકાય અને ટેક્સ ચોરી અટકાવી શકાય. આવા અભિયાનો દર્શાવે છે કે સરકાર કરચોરી સામે ખૂબ જ ગંભીર છે અને GST હેઠળ પારદર્શિતા અને પ્રમાણિકતાને પ્રોત્સાહન આપવા માટે નક્કર પગલાં લઈ રહી છે.
દોઢ વર્ષમાં 49 હજાર કરોડની ચોરી પકડાઈ
સરકાર દ્વારા ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન છેલ્લા દોઢ વર્ષમાં લગભગ 49 હજાર કરોડ રૂપિયાની કરચોરી ઝડપાઈ છે. આ સમયગાળા દરમિયાન ટેક્સ અધિકારીઓએ 40 હજાર નકલી કંપનીઓને પણ શોધી કાઢી છે. વાસ્તવમાં, ઈંઝઈના નામે કરચોરી એ સૌથી સરળ રસ્તો છે. આમાં, માલની સપ્લાય કર્યા વિના, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવામાં આવે છે અને સરકાર પાસેથી રિવર્સ પૈસા લેવામાં આવે છે.
18,000 કંપનીઓનું વાસ્તવિક અસ્તિત્વ નથી
જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ 73,000 કંપનીઓમાંથી લગભગ 18,000 કંપનીઓનું વાસ્તવિક અસ્તિત્વ નથી. આ નકલી કંપનીઓએ લગભગ 24,550 કરોડ રૂપિયાનો ટેક્સ ચોરી કર્યો છે. તપાસ દરમિયાન કેટલીક કંપનીઓએ સ્વેચ્છાએ 70 કરોડ રૂપિયાનો GST પણ ચૂકવ્યો હતો.
21,791 નકલી કંપનીઓનો પર્દાફાશ
અગાઉ, 16 મેથી 15 જુલાઈ, 2023 દરમિયાન GST હેઠળ અન્ય એક દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 21,791 નકલી કંપનીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કંપનીઓનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ ન હોવાનું જણાયું હતું. તે ઓપરેશન દરમિયાન લગભગ 24,010 કરોડ રૂપિયાની શંકાસ્પદ કરચોરી બહાર આવી હતી.