શહેરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ટીમના ધામા : કોર્પોરેશનની ઓફિસ, ખાનગી ઓફિસ સહિત અન્ય મિલકતો રડારમાં
રાજકોટ, તા. 6
ટીઆરપી અગ્નિકાંડ બાદ ટીપીઓ સાગઠીયા સહિત અનેક લોકો જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે ત્યારે આરોપી સાગઠીયા ની અપ્રમાણસર મિલકત અંગે ઇડી હવે મેદાનમાં આવ્યું છે મળતી માહિતી મુજબ એરફોર્સમેન્ટ ડિરેક્ટરએટના ધામા રાજકોટમાં જોવા મળ્યા છે . તજજ્ઞોના જણાવ્યા અનુસાર ફરી એક વખત સાગઠીયા ની મુશ્કેલીમાં અનેક ઘણો વધારો નોંધાયો છે કારણ કે સેન્ટ્રલ એજન્સી હવે તેની અનેકવિધ પૂછપરછ કરશે સાથોસાથ તેના આકા કોણ છે અને કોના કહેવાથી તે ગેરરીતિ આચરતો તે અંગે પણ ખુલાસો થાય તેવી સંભાવનાઓ તજજ્ઞ વ્યક્ત કરી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈડીની ટીમે ટાઉન પ્લાનિંગ અધિકારી સાગઠીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી અને વિવિધ મુદ્દે પૂછતાચ કરવા માટે રજૂઆત પણ કરી હતી ત્યારે મહાનગરપાલિકાની કચેરી સ્થિત તેમની ઓફિસ, ખાનગી ઓફિસ, ઘર, તેની અન્ય મિલકતો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ જે સ્થિતિ ઊભી થઈ છે તેને ધ્યાને લઈ એ વાત તો સ્પષ્ટ છે કે આ તપાસથી અનેક લોકો સુધી ભરેલો પહોંચશે. ત્યારે અનેક મોટા માથાઓ ના નામ આ તપાસમાં બહાર આવે તેવા સંજોગો પણ સામે આવ્યા છે. મહત્વનું તો એ છે કે સાગઠીયા કોની સાથે રહી અને કોના આદેશનું પાલન કરતો હતો અને ગેરરીતી આચરતો હતો તે તમામ ઉપર તપાસ હાથ ધરવામાં આવશે તેવું વિભાગીય સૂત્રો જણાવી રહ્યા છે.
જેલમાં રહેલ સાગઠીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. પૂર્વ ટી.પી.ઓ. સાગઠીયા વિરુદ્ધ તપાસમાં ઈ.ડી.એ ઝંપલાવેલ હોવાનું જાણવા મળે છે. ટીઆરપી કાંડમાં ખાસ નિયુક્ત સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણીનો સંપર્ક કરતા તેઓએ ઈ.ડી. દ્વારા રાજકોટની અદાલતમાં સાગઠીયાની તપાસ માટે પુસપરછ પરવાનગી માંગ્યાનું જાણવા મળેલ છે.
લાંચીયાવૃતિથી કરોડોની અક્સયામતો એકઠી કરનારના આકાઓ સુધી પહોંચવા માટેનો તખતો એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે ત્યારે આ વાતની જાણ થતા જ સાગઠીયા સાથે જોડાયેલા અનેકવિધ મોટા માથાઓ પર ચિંતા ના વાદળો ઘેરાયા છે એટલું જ નહીં સાગઠીયાને સમર્થન આપનાર લોકો ઉપર પણ તપાસનો ધમધમાટ જોવા મળે તો નવાઈ નહીં. એરફોર્સમેન્ટ ડિરેક્ટરએટની ટીમ કયા મુદ્દે અને કયા વિષય પર ચર્ચા અને તપાસ કરશે તે તો જોવાનું રહ્યું પરંતુ હાલ જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેને જોતાં એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ટાઉન પ્લાનિંગ વિભાગમાં થયેલા ગોટાળા એટલું જ નહીં ગેરકાયદે બાંધકામો ખડકી દેનાર લોકોને પરવાનગી આપનાર સાગઠીયા સામે અનેકવિધ મુદ્દે ચર્ચા અને તપાસ હાથ ધરવામાં આવશે.
અપ્રમાણ સર મિલકતની સાથોસાથ આચરેલા અન્ય કૌભાંડો પરથી હટી શકે છે પડદો: સાગઠીયાના સાગરિતોની ઊંઘ હરામ
