કોટડા નાયાણીના ઉદ્યોગપતિ કિરણસિંહ જાડેજાએ સુરેન્દ્રનગર બા શ્રી નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા ક્ધયા છાત્રાલયને કરી અર્પણ
રાજકોટ મિરર, તા.10
ક્ષત્રિય સમાજના દિકરીઓના શિક્ષણ કાર્ય માટે દિકરાના લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ સુરેન્દ્રનગર બાશ્રી નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા ક્ધયા છાત્રાલયને અર્પણ કરી રાજપૂત સમાજને એક નવિ રાહ બતાવતા ઉધોગપતિ કિરણસિંહ જાડેજા કોટડા નાયાણી ગામના જાણીતા પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ અને સમાજ માટે હરહંમેશ ઉદાર ઉમદા દાતા કિરણસિંહ જનકસિંહ જાડેજાના સુપુત્ર ચિ. ગજરાજ સિંહના શુભલગ્ન સૌ.કાં.ચી. દેવાંશીબા (બલભદ્ર સિંહ ઝાલા, સમલાના સુપુત્રી) સાથે યોજાયા હતા.
આ પ્રસંગે મોટા ઉદ્યોગપતિ હોવા છતાં કિરણસિંહ જાડેજાએ પોતાના વતનમાં આ પ્રસંગ યોજીને અનેરું દૃષ્ટાંત ખડું કર્યુ હતું. ઉપરાંત આ પ્રસંગ નિમિતે આવનાર તમામ ચાંદલાની રકમ સુરેન્દ્રનગર ખાતેની બા શ્રી નયનાબા મહેન્દ્ર સિંહ જાડેજા રાજપૂત ક્ધયા છાત્રાલય ખાતે દાન તરીકે અર્પણ કરવામાં આવશે એવું કાયદેસરનું બોર્ડ લગાવી સમાજને અનેરો રાહ બતાવ્યો હતો.
કોટડા નાયાણી ગામ રાજપૂત સમાજના પ્રમૂખ તરીકે પણ કિરણ સિંહજી સેવા આપી રહ્યા છે. આ પ્રસંગે એસ ડી ઝાલા સાહેબ ( કારોલ) એ ક્ધયા દાન અર્પણ કર્યુ હતું. પર્વ મેટલના સંજયભાઇ સોની અને તમામ ડિરેક્ટર્સ અને સમગ્ર પરિવાર ખડે પગે હાજર હતા. અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘના ડો જયેન્દ્રસિંહ જાડેજા, દીપકસિંહ ઝાલા, વિસુભા ઝાલા, શ્રી ઉત્તમસિંહ ગોહિલ, કિશોરસિંહ જેઠવા, કિરીટસિંહ જાડેજા, કોટડા નાયાણીના દશરથસિંહ જાડેજા (રીટાયર્ડ પોલીસ વિભાગ) વિગેરે સમાજના શ્રેષ્ઠીઓ અને ગામના આગેવાની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
